Book Title: Vinshativinshika Prakaranam Author(s): Haribhadrasuri, Kulchandrasuri Publisher: Jain Sangh Sihor View full book textPage 5
________________ [૪] થs પ્રસ્તાવના : પ્રથમ નજરે જડ્યું તે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાના ૧૪૪૪ ગ્રન્થરત્નોમાં એક આગવું સ્થાન ધરાવનાર ગ્રન્થરત્ન છે. વિંશતિ વિંશિકા, ૨૦/૨૦ શ્લોક પ્રમાણ ૨૦ વિંશિકામાં વહેંચાયેલ આ ગ્રન્થરત્નમાં તેઓશ્રીએ બિંદુમાં સિંધુ' કહેવત ચરિતાર્થ કરેલ છે. અષ્ટકજી, પંચાલકજી, ષોડશક વગેરે સંગ્રહ ગ્રન્થોની જેમ પ્રસ્તુત પ્રકરણમાં પણ તેઓશ્રીએ ઘણા વિષયો આવરી લીધા છે. પ્રકરણના વિષયો ઉપર થોડો દષ્ટિક્ષેપ કરી લઈએ. દુર્જનોને ઈષ્ય, તેજોદ્વેષ વગેરે થાય તો પણ સજ્જનોને આનંદદાયી કલ્યાણકર કાર્યો છોડવા ન જોઈએ એવું કહીને પ્રથમ વિંશિકામાં વીસેય વિંશિકાઓના નામોનો ક્રમસર ઉલ્લેખ કરવામાં આવેલ છે. છેલ્લે તાત્વિક બોધની ઉપલબ્ધિ માટે મધ્યસ્થતા અને નિર્મળબુદ્ધિ હોવી જરૂરી છે તથા ગુરુવિનય, યથાશક્તિ સાધુસેવા, અનાથસેવા વગેરે દ્વારા ચરમાવર્તી ભવ્ય જીવ પોતાની ભવસ્થિતિ પકાવીને મોક્ષમાર્ગે આગળ વધે છે આવું કહીને પ્રથમ વિંશિકાનો ઉપસંહાર કરેલ છે. બીજી વિંશિકામાં ધમ સ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયમય લોક અનાદિકાળથી વિદ્યમાન છે. કોઈ ઈશ્વર વગેરેએ તેને બનાવેલ નથી. આ બાબતની આગમથી અને તર્કથી સવિસ્તર સિદ્ધિ કરેલ છે. પ્રાસંગિક રીતે ઈશ્વર અનાદિમુક્ત ન હોઈ શકે. આ વાતનું પણ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવેલ છે. - ત્રીજી વિંશિકામાં શાસ્ત્ર અનિષિદ્ધ વિવિધ પ્રકારના મયદાસભર કુલાચારો પણ ધર્મ છે. આ વાત જણાવેલ છે. જેમ કે સ્ત્રી માટે ચોટલો બાંધવો, પતિસેવા કરવી એ કુલાચારરૂપ ધર્મ છે. સૂર્યાસ્ત સમયે દીવો પ્રગટાવવો, સવારે નક્ષત્ર મંડલાદિની પૂજા કરવી, સતી-કુલદેવતા-ગૃહદેવતા-કુલગુરુ-મહાપુરુષો વગેરેનું સ્મરણ કરવું, અપશુકન થતાં ડાબો અંગુઠો દબાવવો, શુકન થતાં જમણા હાથનું દર્શન કરવું, બાળક વગેરેના પુણ્યને મીઠાઈ વગેરે આપીને તપાસવું, તેમની મનોભૂમિકાને તપાસવી, બાલિકાના સૌભાગ્ય વગેરેને તપાસવું. તેમ જ સ્ત્રીધર્મોનું નિરૂપણ જેમ કે પતિસેવા, પતિને અનુકૂળ વર્તવું, પતિ સિવાય બીજા પુરુષનું આકર્ષણ ન રાખવું, રોગમાં પતિના મળમૂત્ર સાફ કરવા, શીલરક્ષા માટેનો જાપ કરવો, પતિને સ્નાન કરાવવું, ભોજન-પાણી કરાવવા, સંધ્યા સમયે ઈષ્ટદેવ સ્તવન કીર્તન વગેરે સ્ત્રીધર્મોનું પ્રતિપાદન કરેલ છે. તથા શાસ્ત્રોક્ત વર્ણાશ્રમ વગેરે સંબંધી કર્તવ્યપાલન લૌકિકધર્મરૂપ બતાવેલ છે. તેનાથી લૌકિક કલ્યાણ પ્રાપ્ત થાય છે. તદુપરાંત દારૂત્યાગ, સ્ત્રી ઉપર બળાત્કાર ન કરવો વગેરે કુલધર્મ કેટલાક ચંડાલ, ચોર વગેરેમાં પણ દેખાય છે. મોહગર્ભિત વૈરાગ્ય મિથ્યા કદાગ્રહ, અજ્ઞાન વગેરેના લીધે યજ્ઞાદિ લૌકિકધર્મ મોક્ષકારક બની શકતા નથી. તેથી વૈદિક ધર્મો અવશ્ય મોક્ષ આપે એવો કોઈ નિયમ નથી. કેમ કે વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધિ હોય તો જ તે ધર્મ શુદ્ધ કહેવાય. તેમ છતાં મોક્ષના આશયથી જે જે ધર્મ આચરાય તે તે તમામ ધર્મ સુંદર કહેવાય આવું કહીને ૩જી વિંશિકા પૂર્ણ થાય છે. ચોથી વિંશિકામાં જણાવેલ છે કે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ચરમ પુદ્ગલપરાવર્તમાં થાય છે. અચરમાવતમાં તો મોક્ષનો આશય પણ હોતો નથી. પુદ્ગલાવર્તની વ્યાખ્યા બતાવી સહજમલના લાસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 148