Book Title: Vatsalyanu Amizarnu Author(s): Gunvant Barvalia Publisher: Yogesh Bavishi View full book textPage 8
________________ ‘મા’ નો અર્થ જગતની બધી જ ભાષામાં ‘મા’ જ થતો હોય છે. પહેલા શ્રવણે ખભે ઉપાડેલા કાવડામાં અંધ મા-બાપને બેસાડી અનેક તીર્થોની યાત્રા કરાવી હતી. જ્યારે આજના શ્રવણો, પોતાને જન્મ આપી જતનથી ઉછેરનાર મા-બાપને હડસેલે ચઢાવી વૃદ્ધાશ્રમે પહોંચવાની યાત્રા ન કરવે તો સારું. સંપત્તિના જોરે આ દુનિયામાં બધું ખરીદી શકાય છે. ગાડી, બંગલો, કપડાં, ઘરેણાં, ખાવા-પીવાનું વગેરે બધું જ મેળવી શકાય છે... પણ મા-બાપ ક્યારેય સંપત્તિથી મેળવી શકાતાં નથી. આપની પુત્રી સાસરે ગયા પછી આપની પુત્રવધૂ જ આપની પુત્રી છે. એમ ગણજો, કારણ કે પુત્રી તો. સાસરે મોકલ્યાં પછી આપની ખબર-અંતર લેવા ક્યારેક જ આવી શકવાની છે, જ્યારે આપની પુત્રવધૂ તો આપના જીવનની સમાપ્તિ સુધી ખબર-અંતર લેતી રહેવાની છે. એટલે એના પ્રત્યે પૂરેપૂરો વાત્સલ્યભાવ વરસાવજો અને એના હૃદયમાં સેવાભાવ જગાડજો. મળિયલ એને ‘મા’ સૌ રાઘવ, કરસનને રટે, જગ કોઈ જાણે ના, કાસપ મચ્છને કાગડા ! હે કાગ ! રામને ‘મા’ મળી, કૃષ્ણને ‘મા’ મળી, એટલે જગતમાં સૌ એમનું નામજપે છે પણ ભગવાને કચ્છપ અને મત્સ્ય અવતાર લીધા એ ‘મા’ વિનાના, એટલે કોઈ એમનું નામ લેતું નથી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57