________________
કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં પાણી સંબંધી લગભગ ૩૦૦ મોટી તકરારો ચાલી રહી છે.
ભારત-બાંગ્લાદેશ ફરાક્કાબંધ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, હાજીકિસ્તાન, કિર્ગીઝસ્તાન, અમુદરિયા અને સિદદારિયા નદીના પાણી અંગે સંઘર્ષ, આફ્રિકામાં ઝાંબેલી નદીનો જળવિવાદ, લેબનોન-ઇઝરાઈલ પાણીના વહેલ બદલવાનો સંઘર્ષ ચાલી રહેલ છે. ભારતમાં નર્મદાના નીરની વહેંચણીનો સંઘર્ષ વર્ષો સુધી ચાલ્યો.
જગતની દરેક ધર્મ પરંપરાએ વાણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. જૈન ધર્મ પાણીને એકેન્દ્રીય જીવ ગણે છે. વળી પાણીના વેડફાટ બગાડને કર્મબંધનનું કારણ ગણે છે. જૈનદર્શને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. પાણીને પ્રદૂષણમુક્ત રાખવાથી પર્યાવરણ સંતુલન જળવાઈ રહે છે.
પ્રાચીન ભારતમાં અખંડ જળસ્રોત માટે પ્રત્યેક વર્ષે વરુણદેવ(પાણીના દેવ)ની પૂજા કરવામાં આવતી, જ્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ જળદિન પ્રસંગે ઘટતાં જતાં જળસ્રોત અને અણમોલ પાણીના જતન માટે પાણીના વેડફાટ વિનાના સુચારુ સંચાલન માટે (ફોર આઇડિયલ વૉટર મૅનેજમેન્ટ) આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાની તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટેની અપીલ કરી છે.
કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જળ એ જ જીવાદોરી છે. પાણીની ખેંચથી તેનો વિકાસ રૂંધાઈ જશે. જળસમસ્યા વિશ્વ માટે સંકટ ન બને તે જોવાની દરેકની ફરજ છે.
લોકમાતા તો આપણને સમૃદ્ધિની છોળો આવ્યે જ જાય છે, પરંતુ આપણા નબળા હાથ તેને ઝીલી શકતા નથી.
સ્વાર્થને બદલે પારમાર્થિક દૃષ્ટિ, સંકીર્ણતામાંથી વિશ્વ વાત્સલ્યભાવ અને પ્રમાદને બદલે જાગૃતિ આપણને સમૃદ્ધિ ઝીલવા સક્ષમ બનાવી શકે.
આપણે પાણીનો વેડફાટ કરીશું નહિ તો લોકમાતાઓ માજા નહિ મૂકે, સંયમમાં રહેશે. આદર્શ પાણી યોજનાઓનું આચરણ કરીશું તો પૂરને ખાળી શકીશું ને મા ધરતી લીલીછમ ચાદર ઓઢી શકશે.
ગંગામૈયાના આશીર્વાદથી વસુંધરાને નિરંતર પાણી મળતું રહે અને આપણે સૌ પાણીદાર બનીએ જ અભીપ્સા.
મા, તે દિવસે નાળ કપાઈ હતી મને પ્રસવતા, ને ફરી આજે તને વૃદ્ધાશ્રમે દોરી જતાં...!
•
મારી શ્રેષ્ઠ મિત્ર, મારી મા !
jgtko gi[p
પાંચ માતાઓ વાત્સલ્યનું ઉગમસ્થાન
વિશ્વને વાત્સલ્ય ક્યાંથી મળે છે ? આ સમગ્ર સંસાર માટે વાત્સલ્યનું સતત ઝરણું ક્યાંથી વહે છે ? પાંચ માતાઓ પાસેથી, તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી, તેમના રૂંએ રૂંએથી નિરંતર વાત્સલ્ય પ્રવાહિત થાય છે.
જન્મદાત્રી માતા, ગુરુવર્ય, ધરતીમાતા, કામધેનુ સ્વરૂપ ગાયમાતા અને લોકમાતા - સરિતા પાસે એવો અખંડ અને અખૂટ વાત્સલ્યનો ઝરો છે, જેમાંથી વાત્સલ્યનું પાવન ઝરણું સતત વહ્યા કરે છે.
આર્ય સંસ્કૃતિમાં મા પ્રથમ સ્થાને છે. જ્ઞાનીઓએ સંસારને ખારો સમુદ્ર કહ્યો છે. મા આ સંસારની મીઠી વીરડી સમાન છે.
ઉપનિષદોએ ચાર સંસ્કારપીઠ દર્શાવી છે - એક માતૃદેવો ભવ, બીજી પિતૃદેવો ભવ, ત્રીજી આચાર્યદેવો ભવ અને ચોથી અતિથિદેવો ભવ. આમ પહેલી સંસ્કારપીઠ માતાની કૂખ છે.
પ્રજ્ઞેશ્વરી માતા સરસ્વતીના દિવ્ય ચક્ષુમાંથી નીતરતી કરુણામયી અમૃતધારાની ચિન્મયી સરિતા એટલે વિદ્યાગુરુ. એવી સરિતાની નિશ્રામાં વિકસેલો સંસારીઓના ત્રિવિધ તાપનો શામક વટ-વક્ષ જેવો આધ્યાત્મિક વિસામો એટલે ધર્મગુરુ.
એક જન્મ માબાપથી મળે છે, બીજો જન્મ ગુરુથી મળે છે. એ જ દ્વિજ. મા બાપ શરીર આપે છે. સદ્ગુરુ સ્વનો બોધ આપી આત્માની ઓળખ કરાવનાર આધ્યાત્મિક ભોમિયા છે. એટલે જ બીજો જન્મ આપનાર ગુરુ માતા સમાન છે.
ધરતીમાતા એ આ સમગ્ર સૃષ્ટિની પાલક-પોષક માતા છે. મા ધરતીએ માત્ર રહેવા માટે ફક્ત ઘર નથી આપ્યું, પણ ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી પણ ધરતીમાની દેણ છે. મા ધરતીના પેટાળમાંથી ખનીજ સંપત્તિ અને જંગલોમાંનો અઢળક વૈભવ વસુંધરાનું વરદાન છે. સમગ્ર જીવસૃષ્ટિ પ્રતિ વસુંધરાનો અખંડ વહેતો વાત્સલ્યનો સ્રોત છે. માટે જ ‘વંદેમાતરમ્’ દ્વારા મા ધરતીને આપણે પ્રણામ કરીએ છીએ.
ભારતવર્ષમાં ગાય માતાને સ્થાને છે. ગાય જીવસૃષ્ટિ માટે તેના પાલનપોષણ માટે દૂધ, ગોબર અને ગૌમૂત્ર આપે છે. જે કલ્યાણકારી છે. માટે જ ગાય કામધેનુ સ્વરૂપા દૈવી માતાને સ્થાને પ્રતિષ્ઠા પામી છે. લોકમાતા નદીઓએ પણ સમગ્ર જીવસૃષ્ટિ પર ઉપકાર કર્યો છે. ગંગા જેવી મહાન નદીના કિનારે સંસ્કૃતિનું સંવર્ધન થયું છે.
આમ જન્મદાત્રી માતા, ગુરુજી, ધરતીમા, ગાયમાતા અને લોકમાતા નદીઓ વિશ્વજનની છે. આ પાંચેય માતાઓ વાત્સલ્યનું ઉદ્ભવસ્થાન છે.
[gets pts/p
૨૫