________________
કાળજાને અલગ કરવાની વિચારણાથી તે ચીસ પાડી ઊઠે છે : “નહિ, નહિ, નહિ, હું મારા લાલને છોડીને ક્યાંય નહિ જાઉં.” એમ કહી છૂટાછેડાના કાગળો ફાડી નાંખે છે, અને વિજયને કહે છે: “હું તારા વિચારોને અનુસરવાની કોશિશ કરીશ, તું મને માફ કરી દે.”
સુયોગ્ય વહુ ] “મા ! મારે અહીં રહેવું છે, હું સાસરે નહિ જાઉં.” “શું થયું બેટી !”
“તેઓ તો માતા-પિતાના ભક્ત છે. માતાના કડવાં વચનોને સાંભળી લે છે. હું સાંભળી શકતી નથી. હું ત્યાં નહિ રહું.”
“બન્યું શું એ જરા વિગતવાર કહે.” સાસુજીનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો અને કંજૂસ છે.
મને શાક લેવા મોકલે અને પછી પાઈ-પાઈનો હિસાબ માંગે. હું ખોટો કોઈ ખર્ચો કરતી નથી. છતાં ‘આ મોંઘું છે, આ નહોતું લાવવું.' ખાવામાં સારી વસ્તુ બનાવવા ન દે. તેમના વિરુદ્ધ કાંઈપણ બોલું એટલે ઘરમાં મહાભારત ચાલુ. સસરાજી પણ સાસુજીને કાંઈ બોલતા નથી.”
બેટી ! અહીંની વાત જુદી છે. હવે તું સાસરે ગઈ છે. તારો સ્વભાવ ઉદાર છે એ બધી વાત સાચી, પરંતુ ત્યાં તો સાસુજીના વિચાર પ્રમાણે જ રહેવું જોઈએ. ક્ષમા, ધીરતા અને સહનશીલતા કેવળ મીઠાં વચનો બોલી તેમની ઇચ્છાનુસાર જ ભોજન બનાવવું. થોડા સમય માટે કંજૂસાઈ પણ દેખાડવી. એકવાર સાસુજીનું મન આકર્ષી લે પછી તારી બધી વાતો માનશે. વહુનું કર્તવ્ય છે સાસુને ધર્મમાં જોડવા. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ આવે છે. ધન અસ્થિર છે, એ વાતો તેમના ખ્યાલમાં આવે તેવું કરવું.”
માની વાત સાંભળી ક્ષમા, ધીરતા અને સહનશીલતા કેળવી સાસુજીનો સ્વભાવ બદલ્યો.
આજે સાસુ નમ્રતા અને ઉદારતામાં પહેલાં છે. કારણ વહુ સુયોગ્ય હતી.
( શંકા ન કરો) “મા, આની સાથે હું નહિ રહું.” કેમ ?” “આની ચાલ-ચલન સારી નથી લાગતી.”
“આવી વહુ દીવો લઈ ગોતતાય ન મળે. કેટલી વિનયી, વિવેકી, નમ્ર અને પરિશ્રમી છે !” [ ૬૮ LLLSLLLLLLLLS
X ક K
LS įgstesishs įDISSIP
“ગઈકાલે હું દુકાનેથી આવતો'તો ત્યારે તે કરિયાણાની દુકાન પાસે કોઈની સાથે ૨૦ મિનિટ હસી હસીને વાતો કરતી'તી. આના થોડા દિવસ પહેલાં પણ અપરિચિત સાથે વાતો કરતાં જોયેલી.”
પુત્રની વાત સાંભળી માએ કહ્યું : “ઉતાવળ ન કરતો. હું તપાસ કરીશ. વહુ પર મને પૂર્ણ વિશ્વાસ છે.”
બપોરે પુત્રવધૂને પૂછ્યું : “પિયરમાં બધાં મજામાં તો છે ને ? હમણાંથી ફોન નથી આવ્યો.”
“હા મા, દશ દિવસ પહેલાં રાકેશ અમારા ઘરની બાજુવાળો મળેલો, તેણે કહ્યું - બધાં મજામાં છે' અને ગઈ કાલે ગામડેથી મારા મામાનો છોકરો જિગો મળેલો, તેને મેં ઘરે આવવા ઘણું કહ્યું પણ તે લગ્નની ખરીદી માટે નીકળેલો, એટલે બીજી કોઈ વખત આવીશ તેમ કહેલું.”
આ વાત જ્યારે માએ પુત્રને કહી ત્યારે તે નીચે જોઈ ગયો.
માએ કહ્યું : “આ રીતે કુશંકાઓથી પોતાના જીવનને આગ ન લગાડવી. દામ્પત્યજીવન વિશ્વાસ ઉપર ટકે છે. ક્યારેક ક્યારે આંખે જોઈ અને કાને સાંભળેલી વાત પણ ખોટી હોઈ શકે છે.
આ આદર્શો આજના છે ? ગોરેગામના એક પરિવારમાં વૃદ્ધ માતા માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે ૧૨ વર્ષ પરાધીન અવસ્થામાં રહ્યાં. માતાજીની ચાકરી માટે મોટા દીકરાએ ધંધામાંથી નિવૃત્તિ લીધી. રોજ દિવસભર માતાજીની પાસે જ બેસી રહે. માતાજીની સ્વસ્થતા અનુસાર કલાકો સુધી ધાર્મિક સ્તોત્રો, સ્તવનો સંભળાવે અને સારાં પુસ્તકો વાંચી સંભળાવે. તેમનાં ધર્મપત્ની પણ ખડેપગે માતાજીની સેવા કરે. આહાર કે નિહાર, ઔષધ કે અનુપાન, સ્નાન કે શુશ્રષા... સાસુજીની શરીરસંબંધી તમામ ક્રિયાઓ પુત્રવધૂ કરાવી આપે. સાસુજીની પાસે ને પાસે જ રહે. ૧૨ વર્ષમાં એક રાત પણ પોતાના પિયરમાં આ પુત્રવધૂ ગયાં નથી. પતિ-પત્ની બંનેના મુખે હંમેશાં બાની જ વાત હોય !
મુંબઈના એક યુવાનના પિતાશ્રી પેરાલીસીસની તકલીફને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી. વર્ષોથી ત્રિકાળ પૂજાની ટેવ હોવાથી, તે છૂટી જવાને કારણે પિતાશ્રીને મનમાં થોડો રંજ રહ્યા કરે. ચાલાક દીકરો આ રંજને પામી ગયો. પિતાશ્રીની આરાધના માટે તેણે પોતાના ઘરમાં જ જિનમંદિર બનાવી દીધું !
મુંબઈમાં એક ગૃહસ્થ. મોટી ઉંમરે આંખે દેખાવાનું બંધ થયું. તદ્દન પરાધીન જેવી અવસ્થા થઈ ગઈ, પણ તેમને ક્યારેય લાગ્યું નથી કે પોતે [iscમિક bશા
માં ૬૯ ]