Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 47
________________ વાઇફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમનેય શાંતિ અને અમનેય શાંતિ.’ જમીને અમે બધા નીચે ઊતરતાં હતાં. હું છેલ્લે હતો. મેં વડીલને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેઓ કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી ધીમેથી ગળગળા અવાજે એટલું જ બોલ્યા : “કાઠિયાવાડથી હાથેપગે અહીં પંચમહાલમાં આવી આખી દુકાન મેં એકલે હાથે જમાવી. દીકરાને તો તૈયાર ભાણે બેસવા મળ્યું છે. હવે હું લાચાર છું. ડરીને જીવું છું. દિવસો ઝટ પૂરા થાય એની રાહ જોઉં છું. આજે મારો વારો છે, કાલે એનોય વારો આવશે.' પિતાપુત્ર વચ્ચે પરસ્પર પ્રેમની કોઈ લાગણી રહી નહોતી; બલકે લાગણી હવે ધિક્કારની હતી. પોતાનાં સંતાનોમાં દીકરો હોય કે દીકરી, એ વચ્ચેનો ભેદ હવે ઘણા દેશોમાં ઓછો થતો જાય છે. જેમને સંતાનોમાં ફક્ત એક દીકરી હોય તેને પુત્ર ન હોવાથી કેટલોક ડર રહેતો નથી. એક અથવા વધારે દીકરા ધરાવનારને વૃદ્ધાવસ્થામાં જે સમસ્યાઓનો ભોગ થવું પડે છે તેનો ખ્યાલ અપુત્ર માણસોને ઓછો આવે છે, જેમ નિઃસંતાન રહેવાથી કેટલીક ઉપાધિઓમાંથી બચી જવાય છે, તમે કેટલાક આનંદથી વંચિત પણ રહેવાય છે. દીકરાએ ખૂનની ધમકી આપી હોય, ઝનૂની સ્વભાવનો હોય અને ઘાતક હથિયાર સુલભ હોય એવાં માતાપિતાએ સતત ચિંતા કે ધ્રુજારી જે અનુભવી હોય તેનો ખ્યાલ નિઃસંતાન માતાપિતાને હોતો નથી. તે તો અનુભવે જ સમજી શકાય તેવી વાત છે. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે તો પુત્ર સોળ વર્ષની ઉંમરનો થતાં પિતાના મિત્ર જેવો ગણાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એનું લાલનપાલન કરવું; એને લાડ લડાવવા, પછીનાં દશ વર્ષ એને રીતભાત વગેરે શીખવવા, જોખમમાંથી બચાવવા ધાક રાખવી જોઈએ, જરૂર પડે તો મારવું પણ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થયો ત્યારે સમજણો થાય છે, સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહસૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે, એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઈએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઈએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવાથી બે પેઢી વચ્ચેનું અંતર ઘટશે અને પરિવારમાં (પ્રબુદ્ધ જીવન”માંથી સારવીને) jgtke postp સંવાદિતા સર્જાશે. ૦૮ નીતિશાસ્ત્રની દૃષ્ટિએ માતા-પિતાની ફરજ બાળકનો તંદુરસ્ત ઉછેર એ આજના યુગની મોટામાં મોટી સમસ્યા છે. પેરેન્ટિંગની કળા ખૂબ અઘરી છે. બાળકને જન્મ આપવાથી માબાપ બની જવાય છે, પણ બાળકનો તંદુરસ્ત ઉછેર કરનાર માબાપ જ માતૃ દેવો ભવઃ’ અને ‘પિતૃ દેવો ભવઃ' જેવાં પદોને લાયક છે. આજનાં મોટાં ભાગનાં માબાપો પોતાનાં બાળકોનો યોગ્ય ઢબે ઉછેર કરવામાં નાકામિયાબ નીવડ્યાં છે, તેને કારણે આજની નવી પેઢી દિશાવિહોણી બની ગઈ છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. બાળકોના ગલત ઉછેરની સમસ્યા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગમાં જ જોવા મળે છે તેવું નથી, શ્રીમંત કુળના નબીરાઓ પણ માતાપિતાની ભૂલોનો ભોગ બન્યા છે. ગરીબોનાં બાળકોની તમામ જીદ માતાપિતાઓ પૂરી કરતાં હોવાથી તેઓ વંઠી જાય છે અને પરિવારની વગોવણી કરે છે. આ બંને પ્રકારનાં માતાપિતાની સમસ્યાઓ હલ કરી શકે તેવી અદ્ભુત ચાવીઓ ચાણક્યના ‘નીતિશાસ્ત્ર'માં આપેલી છે. સુપાર્શ્વ મહેતાની આગવી શૈલીમાં - ચાણક્યના ‘નીતિશાસ્ત્ર’માં પિતાની પુત્ર પ્રત્યેની ફરજનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે - “બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશાં વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. નીતિમાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે.'' સ્કૂલનું કાર્ય બાળકને ગણિત, ભાષા, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયનો શિક્ષણ આપવાનું છે. બાળકને સદાચાર, વિનય, વિવેક, વડીલોની સેવા, ગરીબોની અનુકંપા, જીવદયા, ઈશ્વરભક્તિ, સંતસમાગમ, ઈમાનદારી વગેરે ગુણોનું શિક્ષણ તો પરિવાર નામની પાઠશાળામાં જ આપવાનું હોય છે. જે ખાનદાન અને સંસ્કારી પરિવારો હોય છે, તેમાં જન્મ, ધારણ કરનાર પ્રત્યે બાળકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, તેવા જ પરિવારો સંસ્કારી અને ખાનદાન ગણાય છે. બાળકોને સારા સંસ્કારો પરિવાર નામની સંસ્થામાં મળે છે તો તેને સુચારુ વ્યાવહારિક શિક્ષણ માટે યોગ્ય સ્કૂલમાં મોકલવો પણ જરૂરી છે. આ સ્કૂલમાં બાળકને ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઇતિહાસ, જ્યોતિષ, કલા, સંગીત, વ્યાયામ વગેરે વિષયોનું શિક્ષણ તે-તે વિષયના નિષ્ણાતો પાસે મળવું જોઈએ. જૂના જમાનામાં સ્ત્રીઓને ૬૪ કળાઓ અને પુરુષોને ૭૨ કળાઓ શિખવાડવામાં આવતી હતી. તેમાં ઉપરના તમામ વિષયોનો સમાવેશ થતો હતો. આ કળાઓ શીખનાર વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ થતો હતો અને તે જીવનના દરેક [ges plat Ip the

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57