________________
। ગર્ભ સંસ્કારથી જ વાત્સલ્યનું ઝરણું સતત...
માતાના ગર્ભમાં બાળકનું સંસ્કરણ થાય ત્યારથી જ માતાનું બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું સતત વહેતું થાય છે.
આદર્શ માતા તો ગર્ભધાનથી જ બાળકના સંસ્કાર માટે જાગ્રત થાય છે. મહાન પુરુષોના જીવનું ગર્ભમાં અવતરણ થાય તેને ‘ચ્યવન’ કહેવામાં આવે છે. માટે જ તીર્થંકરોના ચ્યવન કલ્યાણક ઊજવાય છે.
તીર્થંકરના જન્મ દિવસને જન્મકલ્યાણક રૂપે નિર્વાણ થાય તેને નિર્વાણ કલ્યાણક રૂપે એમ તેના જીવનું માતાના ગર્ભમાં આગમન થાય તેને ચ્યવન કલ્યાણક રૂપે ઊજવાય છે. આવા મહાપુરુષોના જીવનની ઘટિત થતી ક્ષણો વિશ્વમંગલ અને વિશ્વકલ્યાણ સર્જનારી હોય છે, માટે તેને કલ્યાણક રૂપે ઊજવાય છે.
મહાન પુરુષોના અવતાર પહેલા મહાપુરુષોની માતાએ જન્મ લેવો પડે છે.
દેવ (દેવલોકમાં પ્રગટ થતાં જીવો) નારકી (નર્કલોકમાં ઉત્પન્ન થતાં જીવો) અને તીર્થંચની કેટલીક જાતિમાં માતાની કુક્ષિ મળતી નથી. પશુપંખી, જળચર એ તીર્થંચની કેટલીક જાતિમાં માતાનુ કુક્ષિ છે, પરંતુ તે અતિ દુ:ખદ અને કુત્સિત છે.
લક્ષ ચોરાસીમાં પરિભ્રમણ કરતાં કરતાં પ્રચંડ પુણ્યોદયે આ જીવને માનવભવની પ્રાપ્તિ થાય છે.
ગર્ભકાળ અને જન્મ-પ્રસવ સમયની પીડા દુઃખદાયક છે, એ વિચાર વખતે ચિંતન કરવું જોઈએ કે હકીકતમાં આ પીડા નથી પરંતુ દશ દેષ્ટાંતે દુર્લભ એવા મહાન માનવ ભવની પ્રાપ્તિનો અપૂર્વ અવસર છે. માનવ માતાની કુક્ષિમાં રહેવું એ તો પરમ સૌભાગ્ય છે.
૮૬
jykd pl>>IP
સાંપ્રત યુગમાં ગર્ભસંસ્કારના પ્રખર ચિંતક શ્રી વિજય રાજહંસ સુરિ કહે છે કે બાળકનો જન્મ ચ્યવન કે ગર્ભસંસ્કાર નહિ પરંતુ બાળકપ્રાપ્તિ માટે માતા અને પિતાનો સ્થિર સંકલ્પ (પ્રણિધાન)ની ક્ષણ છે.
માતા અને પિતાએ મળીને સંકલ્પ કરવો જોઈએ કે અમારે આવું બાળક જોઈએ છે. મનમાં એક નકશો અંકિત કરવો જોઈએ.
સંતતિ ઇચ્છતા માબાપે યુગપુરુષના વધામણા કરવા ઉત્સુક રહેવું જોઈએ. માતાનું ચિંતન સતત એમ ચાલતું હોય કે યુગપ્રધાનનું અવતરણ મારી કુક્ષિમાં થઈ રહ્યું છે.
મને, આરોગ્યવાન, ધર્મનીતિના સંસ્કારવાળું વિવેકી, બુદ્ધિમાન અને મનોહર બાળક પ્રાપ્ત થશે એવા વિકલ્પરહિતના સંકલ્પનું ફળ મળે છે. સંકલ્પથી જ સિદ્ધિ મળે છે.
માતાની કુક્ષિ, ઉદર એ જમીનરૂપ છે, જેમાં ગર્ભબીજ રોપવાનું છે. જમીન યોગ્ય રીતે સંસ્કારિત કરી હોય તો જ બીજ સુંદર રીતે અંકુરિત થાય માટે જ માતા માટે ગર્ભસંસ્કાર જરૂરી છે.
માતાના ગર્ભધાનથી બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું સતત વહેતું હોય છે.
ગર્ભાધાન આચાર્યોની ગુપ્ત વિદ્યા હતી. યુગલો માટે આઠમ, અગિયારસ, પૂર્ણિમા સહ પર્વના દિવસોમાં બ્રહ્મચર્ય પાલન અને સદાચારમય જીવનની
શીખ આપવામાં આવી છે. ગર્ભસંસ્કારના પ્રણેતા જૈનાચાર્ય ગર્ભવતી માતાઓને કહે છે કે “તમારા સુઆચરણ દ્વારા જ બાળક સુધી સંસ્કાર “પહોંચાડી શકાશે.’’ “હે માતાઓ, તમારા બાળકને સંસ્કાર આપવા તમારી પાસે નવ મહિનાની સર્વોપરી સત્તા છે.’’
“તમારો વિચાર એ તમારા બાળકનો વિચાર. ૭ તમારો વિહાર એ તમારા બાળકનો વિહાર.
♦ તમારો આહાર એ તમારા બાળકનો આહાર.”
jgopalp
lo