Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 53
________________ હું કર્તવ્યનિષ્ઠા અને ધર્મના પાઠ મારી માતાની ગોદમાંથી શીખ્યો છું. - નેપોલિયન બોનાપાર્ટ માનાં બે ચરણ છે - સતા અને મમતા. માના બે હાથ છે – અભય અને વરદાન. માની બે આંખ છે - ક્ષમતા અને કરુણા. માનું હૃદય તો પ્રેમમંદિર છે. - મોરારિ બાપુ એક પલ્લામાં તમારી મા મૂકો અને બીજા પલ્લામાં આખા જગતને મૂકો, માવાળું પલ્લું જ નીચે નમશે. - લોર્ડ લેગડે ઇલ માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી - ગુણવંત શાહ જગતમાં સૌથી પહેલું ચુંબન માતાનું હોય છે. - વિનોબા ભાવે માનવે ઈશ્વરને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને પૃથ્વી ઉપર મોકલી. - બુલ્વર લિટન ઘરની ભીંત પર લટકતી મારી માની છબીમાં મને ઈશ્વરના દર્શન થાય - કૌશિક ચોકસી માબાપ જિંદગીમાં બે વખત રડે છે : એક દીકરી ઘર છોડે ત્યો અને બીજું દીકરા તરછોડે ત્યારે. - અજ્ઞાત અપૂરતો ઇરાદો ધરાવનારા હંમેશાં ધ્યેયસિદ્ધિમાં ઊણાં ઊતરે છે. - ખલિલ જિબ્રાન ચાહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું - ગુલાબદાસ બ્રોકર મરે છે ત્યારે સ્ત્રી મરે છે, માતા કદાપિ મરતી નથી. - બરકત વિરાણી બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હૃદય હૃદયમાં વંદન તેને. - ઉમાશંકર જોશી નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના ફૂલ. - કવિ ન્હાનાલાલ કલ્પવૃક્ષની લેખણ લઈને લખની સરસ્વતીને કહેજો કે ઈશ્વરના ગુણો ખૂટી જાય તો એમાં ઉમેરી લે માના ગુણો. - હર્ષદેવ માધવ માની શું ઉંમર હતી ? માને ઉંમર નથી હોતી. શું નામ હતું - માને નામ નથી હોતું. મા ક્ષર નથી હોતી, અ-ક્ષર છે. - ચંદ્રકાંત બક્ષી મુખથી બોલું ‘મા’, ત્યારે સાચે જ બચપણ સાંભરે, પછી મોટપણની મજા, કડવી લાગે કાગડા. - કલિ દુલા ભાયા કાગ કોઈ પણ બાળકની ભાવિ ઉન્નતિ કે પતનનો આધાર તેની માતા ઉપર - નેપોલિયન બોનાપાર્ટ માનો અર્થ બધી ભાષામાં “મા” જ થતો હોય છે. - રવીન્દ્રનાથ ટાગોર મા ! તું છે ભગવાન, હાડ-હાડ હેતભર્યું ને વેણ વેણ વરદાન. - નવલરામ પંડ્યા આત્મચિંતન, આત્મનીરિક્ષણ, આત્મસુધાર, આત્મવિકાસ, આત્મનિર્માણ અને આત્મનિર્વાણના પાઠ મને મારી માતાએ શીખવેલ - પૂ. પાંડુરંગ આઠવલે માનવીએ ઈશ્વરને અવની ઉપર અવતરવા પ્રાર્થના કરી તો, ઈશ્વરે માતાને મોકલી આપી છે, કારણ કે ભગવાન બધે પહોંચી વળતા નથી. તેથી જ તેણે માતાઓનું સર્જન કરેલ છે. • યહૂદી કહેવત માને ઓળખનારો જ મહાત્માને ઓળખશે, માને ઓળખારો જ પરમાત્માને પરખશે. - આચાર્ય વિજય યશોવર્મા સૂરિજી 1 LITTELITATITLE :-h , 1 Fા જસ ગ્રંgschહ છme ] નાનપાન ૯૬T L BAPS માટે તમારા નામ SJ igsaclisus JDISSIP

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57