Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 54
________________ મને કામ કરવાની શક્તિ અને નિર્ણયોની તત્પરતા રોજ મારી માતાના પગે પડવાથી પ્રાપ્ત થતી પણ આજે મને ‘પરભા-પરભા' કહેનારી મારી મા નથી રહે તેનું સૌથી મોટું દુઃખ છે. - સ્વ. પ્રભાશંકર પટ્ટણી માતૃત્વ માટેના પ્રેમાદર પર તો પૂર્ણવિરામ મૂકવું અશક્ય છે. - દીપક મહેતા મારા સૂથમ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલરડામાં છે. - ડૉ. જોનસન મા જીવનભર આપણામાં કંઈક રેડ્યા રાખે છે, પ્રથમ રક્ત, પછી દૂધ અને છેલ્લે સુખદુઃખમાં આંસુ. મોરારિબાપુ મા કદી મરતી નથી. માનો દેહ ના હોય ત્યારે તેનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. - કવિ કરસનદાસ માણેક લાખો માણસોના મૃત્યુએ મને રડાવેલ નથી, પણ મારી માતાના મૃત્યુ વખતે હું અનરાધાર રહ્યો છું. - સર સુનાપતિ એડોલ્ફ હિટલર અણધાર્યા આવી પડે, ઘટમાં દુઃખના ઘા, નાભિથી વેણ નીકળે, મોઢે આવે મા. - કવિ પિંગળશી ગઢવી બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દ બોલે છે, તે “મા” છે. - સ્વામી રામતીર્થ માનવતા અને સંસ્કારિતાનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. - ફેડરિક હેસ્ટન માતા કરતાં મોટી જગતમાં બીજી કોઈ કારકિર્દી કે પદવી નથી. - જે. જે. મેયર માનવતાનો પહેલો પાઠ માતાનું વહાલભર્યું ચુંબન છે. - મેઝિન નાના બાળકના હોઠ અને હૃદયમાં ભગવાનને સ્થાને ‘મા’નું નામ હોય - થેકર LILIPALATALIA LIESIS - રાજ ય isclહ છાણ] આ ખળખળ વહેતા ઝરણાના જળધ્વનિમાં મને મારી માતાનો સાદ સંભળાય છે. - રવીન્દ્રનાથ ટાગોર હે મારી મા ! તારા એક સ્મિત માટે લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું. - આઇઝેક ન્યૂટન મા એ મહાલક્ષમી, મહાસરસ્વતી, મહાસતી, મહાઅન્નપૂર્ણા અને જગજનની છે. - મહર્ષિ અરવિંદ ઘોષ મા! હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી પણ કંઈ ઉમેરો કરી શકી નહીં - શ્રીરામ શર્મા આચાર્ય માતા એ શબ્દ નથી, શબ્દતીર્થ છે. - ગુણવંત શાહ મારી આંખની બારીઓને અને મારા આત્માનાં બારણાંને જો કોઈએ ઉઘાડ્યાં હોય તો તે મારી માતાએ. - ખલીલ જિબ્રાન અર્પી દઉં સો જન્મ, એવડું મા તુજ લહેણું - બહેરામજી મલબારી દુનિયામાં એ બાબત કદી ખરાબ હોતી નથી, એક આપણી માતા અને બીજી આપણી માતૃભૂમિ. - વિ. સ. ખાંડેકર હું જ છું તે મારી દેવી-માતાને આભારી છે. મારી માતાએ તે માટે અસંખ્ય પ્રભુ-પ્રાર્થનાઓ કરેલી છે. - અબ્રાહમ લિંકન માતાનું ઋણ અગણિત છે. માતાનું ઋણ કોઈ પુત્ર ચૂકવી શકતો નથી. તે ઋણને રૂપિયામાં મૂલવી ચૂકવવામાં આવે અને જગતની માતાનાં ઋણ ચૂકવવાનો ભગવાન ખુદ હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળી જાય. - ઉમાશંકર જોષી મા તો ખારા સમુદ્ર વચ્ચે મીઠી વીરડી સમાન છે, હે માનવ ! તારું સ્વર્ગ તારી માતાના ચરણોથી નીચે છે. - હજરત મહંમદ પયગંબર સંસારમાં એવો કોઈ જ ધર્મ નથી જેમાં માતા-પિતાની સેવાની અવગણના થઈ હોય. - કૉન્ફયુશિયસ માતાનું હૃદય જ બાળકની શાળા છે. - બિચર h, jgsreclis joksĐISIP K , , TE-ITATILTET- IIIII નામના K 1 ૯૩ |

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57