________________
એમને સાચી સલાહ કે સાંત્વન આપનાર કોઈ હોતું નથી. તેઓ માનસિક સમતુલા ગુમાવી દે છે. એટલે જ્યારે અચાનક ઝનૂન ચડી આવે ત્યારે હત્યાની દુર્ઘટના બની જાય છે. પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા અને પુનર્લગ્નનું પ્રમાણ વધતું જાય છે, એટલે માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી રહેતી નથી. સાવકો દીકરો કે સાવકી મા અથવા સાવકા બાપને એકબીજા પ્રત્યે મનમાં જ ઘૃણા હોય છે. વેર લેવાની વૃત્તિ જોર પકડે છે. દોસ્તારોનો ટેકો મળી જાય છે અને કાવતરું રચાય છે. મોટાં ઘરો, એકાંત અને શસ્ત્રની સુલભતાને લીધે હત્યાની ઘટના બનતાં વાર નથી લાગતી.
વર્તમાન સમયમાં વીડિયો ગેમ પ્રકારના જુગારનું વ્યસન વધતું જાય છે. જુગારમાં મોટી ૨કમ હારેલા કિશોરો પૈસા કઢાવવા માતાપિતાને મારી નાંખવાની ધમકી આપે છે. દારૂ અથવા માદક પદાર્થોના વ્યસનને લીધે ઉન્માદી બનેલો દીકરો પણ ઘેનમાં ભાન ભૂલી પિતાનું કાસળ કાઢી નાખે છે. આવી ઘટનાઓનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ બને છે. એમાં ટી.વી. પર વાસ્તવિકતાના નામે બતાવાતી આવી ઘટનાઓની અસર પણ થાય છે.
વૃદ્ધાવસ્થામાં માણસને એકની એક વાત વારંવાર કહેવી કે વાગોળવી ગમે છે. વૃદ્ધાવસ્થાની આ એક માનસિક નબળાઈ છે. પરંતુ તે પ્રત્યે સહાનુભૂતિભર્યું સહનશીલતાનું વલણ અપનાવવું જોઈએ. એક વડીલ જૂના વખતનું એક દૃષ્ટાંત આપે છે. એક બાપા પોતાને ત્યાં હિસાબના ચોપડામાં ઘરની બીજી વિગતો પણ લખતા. એમાં દોઢેક વર્ષનો દીકરો જ્યારે બોલતાં શીખ્યો ત્યારે એક વખત બારીએ, કાગડો આવીને બેઠો. નાના બાળકે પૂછ્યું : “બાપા, આ શું છે ?’' બાપાએ કહ્યું : “કાગડો.” થોડી વાર પછી છોકરાએ ફરીથી પૂછ્યું અને ફરીથી બાપાએ કહ્યું : “કાગડો.” એમ નાના બાળકે આઠ-દસ વાર પૂછ્યું અને જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપાએ ચોપડામાં નોંધી લીધું. આમ રોજ કાગડો આવે અને રોજ બાળક આઠ-દસ વખત પૂછે અને જેટલી વાર બાળકે પૂછ્યું હોય એટલી વાર બાપા ચોપડામાં લખી દે.
પછી તો બાળક મોટું થયું અને પૂછવાનું બંધ થયું. દીકરો મોટો થયો અને લગ્ન થયાં. હવે વૃદ્ધ પિતાની વાતો એને અળખામણી લાગવા માંડી. કોઈ વખત સમજ ન પડે કે યાદ ન રહે તો બાપા બીજી વાર પૂછતા, પરંતુ ત્યારે દીકરો અપમાનજનક અવાજે કહેતો : “એકની એક વાત કેટલી વાર પૂછો છો ?” એક વખત બાપાએ જૂનો ચોપડો મંગાવી દીકરાને વંચાવ્યું અને કહ્યું કે - “તું નાનો હતો ત્યારે કાગડા માટે ‘બાપા, આ શું છે ?’ એમ રોજ કેટલી વાર પૂછતો હતો ? એની સરખામણીમાં હું તો કંઈ જ પૂછતો નથી. ged potIP
tos
S
માટે મારી સાથે ઉદ્ધત્ત રીતે વર્તતાં તને શરમ આવવી જોઈએ.’’ દીકરો ચૂપ થઈ ગયો.
કેટલાક વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં એક ભાઈની સાથે એમના એક મિત્રને ત્યાં મારે જવાનું થયું હતું. મિત્ર બહાર ગયા હતા. દરમિયાન મિત્રના વયોવૃદ્ધ પિતાશ્રી અમને મળવા પોતાના રૂમમાંથી બેઠકના ખંડમાં આવ્યા. તેઓ વિધુર થયા હતા. એટલે પોતાના ગામમાંથી શહેરમાં દીકરાને ત્યાં રહેવા આવવું પડ્યું હતું. તે એક કૉલેજમાં આચાર્ય હતા અને નિવૃત્ત થયા ત્યાં સધી યશસ્વી કારકિર્દીને લીધે ઘણું માનપાન પામ્યા હતા. પોતાના એ સુખી દિવસો વાગોળતાં તેઓ બે-ત્રણ વાર બોલ્યા કે - “Those were the golden days of my life.' આ વાતચીત ચાલતી હતી તેવામાં એમના દીકરા આવી પહોંચ્યા. આવતાંની સાથે પોતાના વૃદ્ધ પિતા ઉપર તૂટી પડ્યા : “ગોલ્ડન, ગોલ્ડન, ગોલ્ડન... જે આવે તેની આગળ બસ ગોલ્ડન, ગોલ્ડન કર્યા કરો છે ? બીજું કંઈ સૂઝે છે કે નહિ ? જાવ તમારા રૂમમાં બેસો.’’ આ સાંભળી અમે તો ડઘાઈ ગયા. વયોવૃદ્ધ પિતા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેં તેમના પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ.
વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર-ઘેર બનતી હશે !
માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે.પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી-ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી. ભૂતકાળ ભુલાઈ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે.
એક વાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદાર હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી. વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા, ત્યાં બહાર પરસાળમાં બાથરૂમસંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પહોંચાડવામાં આવી. મારાથી સહજ પુછાઈ ગયું : “વડીલ કોણ છે ?” યજમાને શરમાઈ જતાં ધીમા અવાજે મને કહ્યું : “મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે. અને ઘરમાં હોય તો ટકટક કરે છે. gk joli>ID
७७