Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 48
________________ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની ક્ષમતા હાંસલ કરતો હતો. આજની સ્કૂલોમાં આ ૬૪ ૭૨ કળાઓ પૈકી માંડ ત્રણ-ચાર કળાઓ જ ભણાવવામાં આવે છે, જેને કારણે આજની કેળવણી અધૂરી અને પાંગળી છે. પોતાના બાળકના વ્યકિતત્વનો સવાંગીણ વિકાસ કરવા માટે મા બાપે તેને આ ૬૪/૭૨ કળાઓનું શિક્ષણ તેના નિષ્ણાતો પાસે આપવું જોઈએ. જે માતાપિતાએ આ સર્વાગીણ શિક્ષણની બાબતમાં પોતાનાં સંતાનોની ઉપેક્ષા કરે છે, તેમની ઉપર ફિટકાર વર્ષાવતાં ચાણક્ય કહે છે કે - “જે બાળકને યોગ્ય અભ્યાસ નથી કરાવવામાં આવતો તે બાળકનો શત્રુ છે અને પિતા વેરી છે. હંસોની સભામાં જેમ બગલો નથી શોભતો તેમાં સાક્ષરોની સભામાં મૂર્ખ બાળક શોભતો નથી.” આજે માબાપો પોતાનાં બાળકના શિક્ષણ અને ટ્યૂશન પાછળ હજારો અને ક્યારેક લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ આ શિક્ષણ બાળકને આત્મનિર્ભર અને સ્કોલર બનાવતું નથી. આજની શિક્ષણ પદ્ધતિ માત્ર ચાવી દીધેલાં રમકડાંઓ પેદા કરે છે, જેઓ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ થઈ જાય છે, પણ તેમનામાં કોઈ આવડત કે આત્મવિશ્વાસ હોતાં નથી. બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી તેમના જ્ઞાનમાં અને સમજણમાં પણ વૃદ્ધિ થાય. આજનાં મા-બાપો સંતાનો પ્રત્યેના અતિ મોહને કારણે તેમને ખૂબ લાડ લડાવે છે અને તેમની અયોગ્ય માગણીઓ પણ પૂરી કરે છે. આ બાબતમાં માતાપિતાને લાલબત્તી ધરતાં ચાણક્ય કહે છે કે - “બાળકને વધુ પડતાં લાડ કરવાથી તે બગડી જાય છે. બાળકને શિક્ષા કરવાથી તેનામાં ગુણોનું સિંચન થાય છે. આ કારણે જ પુત્ર અને શિષ્યને વધુ પડતા લાડ કરવાને બદલે તેમનું તાડન કરવું જોઈએ.” બાળકનો સ્વભાવ જ જિદ્દી હોય છે. બાળકમાં ચંચળતા હોય છે, એ ગંભીરતાનો અભાવ હોય છે. બાળકની જો બધી જિદ્દ સંતોષવામાં આવે તો બાળક વિવેકહીન બનીને નવી જિદ્દ કર્યા કરે છે. વળી તેની અંદર ચંચળતા હોવાથી વિદ્યાભ્યાસની અને કામની બાબતમાં તેઓ ગંભીર બની શકતા નથી. આ સંયોગોમાં બાળક સાથે કડકાઈથી વર્તવું જોઈએ અને જરૂર પડ્યે તેમને મેથીપાક પણ આપવો જોઈએ. પિતા પોતાના પુત્રનું અથવા ગુરુ શિષ્યનું તાડન કરે છે, ત્યારે પણ તેનામાં દ્વેષભાવ નથી હોતો પણ કરણાભાવ જ હોય છે. નીતિશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - “બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું જોઈએ અને પછી દસ વર્ષ સુધી તાડન કરવું જોઈએ. જે માતાપિતા તાડન કરવાના પ્રસંગોમાં બાળકને લાડ લડાવે છે, તેઓ હકીકતમાં બાળકના હિતશત્રુ છે. વધુ પડતા લાડને કારણે બાળકમાં અહંકાર આવી જાય છે અને તે પોતાના વડીલો સાથે પણ તોછડાઈથી વર્તવા લાગે છે. બાળકના અહંકારને કાબૂમાં રાખવા અને તેની અંદર વિનય ગુણનો વિકાસ કરવા માટે પણ તેનું તાડન કરવું જરૂરી છે. જૂના જમાનામાં કહેવત હતી કે - “સોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ.” આ કહેવાત બહુ સાચી હતી અને આ પદ્ધતિએ આપવામાં આવતું શિક્ષણ ખૂબ નક્કર હતું. આ પદ્ધતિએ આંકના જે ઘડિયા ભણાવવામાં આવતા તે જિંદગીભર યાદ રહેતા અને મોટી ઉંમરે પણ હિસાબ ગણવામાં ઉપયોગી થતા. આજે શિક્ષણમાં “બાળકને શારીરિક શિક્ષા કરાય જ નહિ” એવો જે પ્રચાર થઈ રહ્યો છે, તે બાળકના કે શિક્ષણના હિતમાં નથી. બાળકને જો શિક્ષકનો ડર ન હોય તો તે શિક્ષકને ગાંઠે નહિ અને શિક્ષક તેને ભણાવી શકે જ નહિ. આજની સરકારે શારીરિક શિક્ષાઓની વિરુદ્ધ કાયદાઓ કરીને શિક્ષકોને નપુંસક જેવા બનાવી દીધા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અશિસ્ત અને અવિનય વધી રહ્યા છે. જો આપણે બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માંગતા હોઈએ તો તેના માટે કડકાઈ જરૂરી છે. આ કડકાઈ કરવાની શિક્ષકને સત્તા આપવાની હિમાયત ચાણક્ય કરી છે. આ ભલામણનો અમલ દરેક મા-બાપે અને શિક્ષકે સંપૂર્ણ વિવેકબુદ્ધિ સહ કરવો જોઈએ. ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે - “જેનો પુત્ર આજ્ઞાંકિત હોય, પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધનવૈભવ થકી સંતુષ્ટ હોય તેના માટે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.” શ્રીમંતોને પોતાની ધનદોલતનું અભિમાન હોય છે. તેઓ એવું માનતા હોય છે કે - “ધનથી બધું સુખ ખરીદી શકાય છે, પણ ચાણક્ય અલગ જ વાત કરે છે. ધનને જરા પણ મહત્ત્વ આપ્યા વિના ચાણક્ય કહે છે કે - “જેનો પુત્ર આજ્ઞાંકિત અને પત્ની પવિત્ર હોય તેના માટે અહીં જ સ્વર્ગ છે.” શું ધનથી આજ્ઞાંકિત પુત્ર અને પવિત્ર પત્ની મેળવી શકાય છે ? કોઈ વ્યક્તિ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય, પણ પુત્ર કહ્યામાં ન હોય અને પત્ની કુલટા હોય તો તે સુખી બની શકે ખરો ? પુત્ર આજ્ઞાંકિત ત્યારે જ બને, જ્યારે તેને આગળ જણાવ્યા મુજબ કડકાઈથી તાલીમ આપવામાં આવી હોય. સાચા પુત્રની, પિતાની, પત્ની અને મિત્રની વ્યાખ્યા આપતા ચાણક્ય કહે છે કે - “જે પિતાની સેવા કરે છે, તે જ પુત્ર છે. (અર્થાત જેઓ પિતાની સેવા નથી કરતા તેમનામાં પુત્ર કહેવડાવવાની લાયકાત જ નથી.) જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે, તે જ ખરો પિતા છે. જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય તે જ મિત્ર છે અને જે હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.” આજકાલના કેટલા પુત્રો પોતાનાં માતાપિતાની સેવા કરે છે ? કેટલા મિત્રો ..., VIJALITIET-IIT 1 igsaclisus JDISSIP K R K નાના 1 ૮૧ | ૮૦ LILLALATTAL જ નની LESS

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57