________________
-
-
-
-
-
-
-
-
-
પિતૃહૃદયની વત્સલતાનું દર્શન
દેખી શકતા નથી. તેમના બે દીકરા તેમની બે આંખોની ગરજ સારે છે. બંને દીકરા ઉત્સાહથી ખડેપગે પિતાજીની એવી ચાકરી કરે છે કે, પિતાજીને પરાધીનતાનો ક્યારેય અહેસાસ જ થયો નથી.
છે. મુંબઈના એક અગ્રણી સગૃહસ્થના ઉદ્ગાર : “મારા દીકરાને આ જ સુધી ક્યારેય કોઈ મોટી બીમારી આવી નથી અને હું ખાતરી સાથે કહી શકું કે ભવિષ્યમાં પણ તેને આવી કોઈ તકલીફ જીવનમાં નહિ જ આવે.” સ્વસ્થતા, સંપત્તિ અને શાંતિ તેના ક્યારેય નહિ ખોરવાય. તેણે અમારા બંનેની અનન્ય સેવા અને વિનય દ્વારા એ ત્રણેય ચીજોનો ઇન્શ્યોરન્સ ઉતારી દીધો છે.” અત્રે એ નોંધવું રસપ્રદ બનશે કે, આ સુપુત્ર ઇસ્યોરન્સ કંપનીના ડી.ઓ. છે.
આસુતોષ મુખરજીને વિદેશમાં ખૂબ જ ઊંચા હોદ્દાની નોકરીની તક મળી, પરંતુ માતાની સેવા કરવાને કારણે નોકરી જોખમમાં મૂકી વાઇસરોયને સાફ ના પાડી દીધી.
ભગવાન શ્રી રામચંદ્રજી પિતાએ આપેલ વચન-પૂર્તિ માટે પલકવારમાં રાજ્ય ત્યાગી વનવાસની વાટ પકડી.
(માતૃવાત્સલ્યનું સીમા ચિહન ] ગગા પ્રેમચંદ, ચોવિહારની વેળુ થઈ? બા હજુ વાર છે. બેટા, મોટા કાંટા અને ડંકા વાળી ઘડિયાળ હોય તો વ્રત પચ્ચખાણના વખતની ખબર પડે.
માતાની ઇચ્છાને પૂર્ણ કરવા પુત્રે ઘરની સામે ભવ્ય ટાવર બંધાવ્યો.
દાનવીર કીકાભાઈના પિતા સર પ્રેમચંદ રાયચંદની માતૃભક્તિની સાક્ષી પૂરતો માતૃવાત્સલ્યના સીમા ચિહ્ન રૂપ મુંબઈ યુનિવર્સિટીનો રાજાબાઈ ટાવર એડીખમ ઊભો છે.
[ “હવે મને તું કહી કોણ બોલાવશે?”] ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનાં માતા ગુજરી ગયાં ત્યારે તેઓની આંખમાં આંસુ જોઈ તેમના એક મિત્રે કહ્યું : “બા, ઘણું જીવ્યા, ભાગ્યશાળી થયાં. એમનાં મૃત્યુ પાછળ આટલાં આંસુ કેમ સારો છો ?”
- “ઘરમાં સૌથી મોટો, કુટુંબ પરિવારનો મોભી, અને વળી પાછો રાજ્યનો દીવાન. મને બધા માનથી તમે કહીને જ બોલાવે, માત્ર મારી માં જ મારા વડીલ એ એક જ વ્યક્તિ મને “તું” કહીને બોલાવે. એ મને ‘પભા તું' કહીને બોલવતા, એ મને ખૂબ ગમતું.
માં ગઈ એનાં મને આંસુ આવે છે, કારણ હવે આ જગતમાં મને “તું” કહી કોણ બોલાવશે ?”
LI R ILA (૦૦
X VELLA
i
A.... gstclish qols>ISIP
.. જ
..
ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ નામની નવલિકામાં દીકરીના એક પત્ર માટે ઝૂરતા પિતાની વેદનાને વાચા આપી છે.
એક અલી નામનો વૃદ્ધ ફકીર હતો. તે વિધુર હતો. એક દીકરી હતી મરિયમ. અલીએ મરિયમને પરણાવી. ઘરમાં બીજો કોઈ પરિવાર નથી. ગરીબ બાપ દીકરીને વળાવે છે. મરિયમ રડતી રડતી જાય છે. “બાબા મારી ચિંતા ના કરશો. તમારા શરીરને સાચવજો.” “મેરી ઉંમર તુઝે લગે બેટી, જાવ. પણ દીકરી પત્ર લખવાનું ભૂલીશ નહિ. હવે તારો પત્ર એ મારું જીવન છે.” પછી આ ફકીરનો નિયમ થઈ ગયો કે સવારે નવ વાગ્યે રેલવે સ્ટેશને જાય. જે ટ્રેનમાં પોસ્ટના થેલા આવતા એ ગાડી આવે ત્યાં સુધી ઊભો રહે.
ટ્રેનના ડબ્બામાંથી થેલા બહાર નીકળે એ જુએ એટલે એને એમ લાગે કે આમાં મારી દીકરીની ટપાલ હશે. પછી પોસ્ટ ઑફિસે આવે, પગથિયા પાસે બેસી જાય. પોસ્ટમેનો ટપાલ બધી જુદી પાડે અને ટપાલોના થોકડા લઈને નીકળે ત્યારે વૃદ્ધ બાપ સજળ નેત્રે એક-એક પોસ્ટમેનને પૂછે :
મારી દીકરીનો કાગળ છે ?” કહે : “નથી કાગળ.” એટલે ડુંગરા જેવડો નિસાસો મૂકીને ઘેર જતો રહે.
વળી બીજી સવારે નવ વાગ્યે આવે. સૂર્યનારાયણ ભૂલ કરે બાકી અલી ક્યારેય ભૂલ ન કરે. દિવસો વીતવા લાગ્યા, પણ મરિયમનો કાગળ આવ્યો નહિ. પોસ્ટમાસ્તર અને પોસ્ટમેનોને એમ થયું કે - “આ પાગલ થઈ ગયો છે.' પણ બાપની વેદનાને બીજા કેમ સમજી શકે ? તે માટે તો અનુભૂતિ જોઈએ. બાપ બનવું પડે. ટપાલ આવતી નથી, અલીનું શરીર સુકાવા માંડ્યું.
એક દિવસ ટપાલના થેલાં પોસ્ટ ઓફિસમાં આવ્યા ને ટપાલ જુદી પાડતા હતા એમાં પોસ્ટ માસ્તરે અલીનું પરબીડિયું જોયું. એણે વાંચ્યું. મોકલનાર મરિયમ છે. એ બહુ રાજી થયો કે - “એક વૃદ્ધની સાધના પૂરી થઈ.” આજ દીકરીનો કાગળ આવ્યો. કહે : “બહાર તપાસ કરો, અલી આવ્યો છે?” પોસ્ટમેન કહે : “તે તો આવ્યો જ હોય.” “તો બુલાઈએ.” પોસ્ટમેન બહાર ગયો ને જોયું તો આજ અલી ન હતો. “કમાલ છે સાહેબ. આજ અલી આવ્યો નથી. કદાચ બીમાર થઈ ગયો હોય, વૃદ્ધ છે.” પોસ્ટમેનને પોસ્ટમાસ્તરે સાથે લીધા. આજ મારે જાતે એને ટપાલ આપવી છે.
જ્યાં ગરીબ ઝૂંપડાવાસીઓની વસ્તી છે ત્યાં અલી રહેતો હતો. ત્યાં જાય છે, પણ આખો લત્તો ઉદાસ છે. પૂછ્યું : “અલી ક્યાં રહે છે ?” એક સ્ત્રીએ ઝૂંપડું બતાવી કહ્યું : “શું કામ છે ?” આજુબાજુથી બધાં ભેગાં થઈ ગયાં. “અલીનો આજ પત્ર આવ્યો છે.” iscke bowાણJITTTTTTTT
કરા મા ૭૧ |