Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 41
________________ સંસ્કારોનું સુરક્ષા કવચ હું નવમા ધોરણમાં હતો ત્યારની આ વાત છે. મારી પરીક્ષાઓ ચાલ થઈ ગઈ હતી. પરીક્ષા આપીને આવ્યા બાદ હું મારા મિત્રના ઘરે વાંચવા ગયો. તે વખતે મારો મિત્ર નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જતો હતો એટલે હું પણ લલચાયો. મારી ચોપડી તેના ઘરે જ મૂકીને હું પણ રમવા ગયો. રમતમાં ખ્યાલ ન રહ્યો ને લગભગ દોઢ કલાક થઈ ગયો. ત્યાં તો મારાં મમ્મી ગ્રાઉન્ડ પર હાજર ! મમ્મી આ રીતે મને ગ્રાઉન્ડ પર બોલાવવા આવ્યાં એ મને ગમ્યું નહિ, એટલે મેં ગુસ્સો કર્યો. ઘરે જઈને પણ મમ્મી સામે બોલ્યો : “હવે ગણિતનું પેપર છે. ગણિતમાં મારે કોઈ જ મહેનત કરવી પડે તેમ નથી. પછી થોડું રમીએ તો શું વાંધો છે ?” મમ્મીનો ચહેરો એ દિવસે મારા વર્તનથી ઉદાસ થયેલો. સાંજે હું સામે ચાલીને મમ્મી પાસે ગયો : “મમ્મી, આટલી નાની વાતમાં તમે કોમ્પ્રોમાઇસ ન કરી શકો ? આ ઉંમરે અમે નહિ રમીએ તો તમારી ઉંમરે રમશું?” ત્યારે મમ્મીએ કહેલી વાત આજે યાદ આવે છે : “અંકિત ! પરીક્ષા હોવા છતાં તું રમવા ગયો એ નાની વાત છે. તું વાંચવાનું કહીને રમવા ગયો તે વાત ગંભીર છે. આવું કરવાથી ખોટું બોલવાની ટેવ પડે. આજે તું વાંચવાનું કહીને રમવા જતો રહ્યો, કાલે તું કૉલેજમાં આવીશ, મોટો થઈશ. ત્યારે આ ટેવ ક્યાંક તને કુસંગમાં ફસાવી દે, ખોટા રસ્તે ચડાવી દે, તને આ વાત નાની લાગતી હશે, મને આ વાત ઘણી સૂચક લાગે છે. તું રમે તેનો મને શું વાંધો હોય ? પણ કહેવાનું અને કરવાનું જુદું રાખે તે વાતમાં હું કોમ્પ્રોમાઇસ ન કરી શકું !” પછી મમ્મીએ બીજી વાત કરી : “આ ઉંમરે નહિ રમીએ તો તમારી ઉંમરે રમશું ?” તું મને એમ પૂછે છે ? અંકિત ! આ ઉંમરે નહિ ભણે તો અમારી ઉંમરે ભણીશ ! હવે તું નાનો નથી. જવાબદારી સમજતા અને નિષ્ઠાને કેળવતા શીખવું જોઈએ.” અંતે અંકિત શાહ કહે છે કે - “મારા સંસ્કારની સુરક્ષા માટે આટલી તત્પર હોય તેવા આદર્શ માતા મેળવવાના મારા સૌભાગ્યનું આજે મને ઘણું ગૌરવ છે.” | ૬ : R નામ i gseclisms joSDISIP કુલીનતાનું ફળ પિયર આવેલી દીકરી માને કહે છે : “મેં સાંભળ્યું છે ભાભીનો સ્વભાવ સારો નથી.” બેટી હું ઘરડી, તે જુવાન. હું અભણ, તે ભણેલી. હું ગરીબીમાં ઉછરેલી, તે શ્રીમંતાઈમાં ઉછરેલી. મારા જુનવાણી વિચાર, તેના નવા વિચારો. આ બધી વાતોથી વિચારભેદ તો રહેશે જ. તમે ચારે દીકરી તો સાસરે જતાં રહ્યાં. હવે એક પુત્ર અને પુત્રવધૂ સિવાય ઘરમાં રહ્યું કોણ ? વહુને બને તેટલું ઘરકાર્યમાં સહાય કરું છું.” “પરંતુ, મા આ કપડાં સાંધેલાં કેમ પહેર્યા છે? પાતળી કેમ થઈ ગઈ છે ? વારાફરતી અમારા ચારેના ઘરે રહેવા ચાલ.” “બેટી ! પુત્ર ને પુત્રવધૂને છોડીને દીકરીને ત્યાં રહેવું જરાય યોગ્ય નથી. ધીરે ધીરે વહુની પસંદને સમજી જઈશ. બધું સારું થઈ જશે.” આ બધો વાર્તાલાપ વહુએ સાંભળ્યો. તેણે તો એમ કે મારી નિંદા કરશે, પરંતુ સાસુના શબ્દો સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડતી અંદર આવી સાસુના પગે પડે છે. સાસુએ તરત ઊભી કરી, માથે હાથ ફેરવ્યો. “કેમ અચાનક?” “મને માફ કરો. મેં તમને ઘણાં ખરાબ શબ્દો કહ્યા છે.” “બેટી ! તું તો આ ઘરની લક્ષ્મી છે. આ ઘરની કુલદીપિકા છે.” [ વાસના અને માતૃત્વમાં માતૃત્વની જીત ] વિજય અને વિજ્યાને બધી બાબતોમાં વિચારભેદ રહેતાં, વારંવાર ઝઘડા થતાં. બેઉ જણ કમાતા હોવાથી કોઈ નમતું જોખતું નહિ, વિજ્યાનો કૉલેજ મિત્ર પ્રફુલ્લે તેની સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી. તે બેઉની ચોઇસ સરખી હોવાથી વિજ્યાએ વિજયને છૂટાછેડાની વાત કરી. વિજયે તરત હા પાડી દીધી. હવે વાત આવી પુત્ર બંટીની, જે વિજ્યાને જોઈતો'તો, તેની પણ વિજયે હા પાડી. પરંતુ, પ્રફુલ્લે વિજ્યાને કહ્યું : “તું બંટીને વિજયને સોંપીને આવ. મારે પાંચ વર્ષ માટે ઘરમાં કોઈ બાળક જોઈતું નથી.” આ વાત સાંભળી વિજ્યાએ પ્રફુલ્લને ઘણું સમજાવ્યો, પરંતુ તે માન્યો નહિ. છેવટે વિજયાએ વિજયને બંટી રાખવા કહ્યું. વિજયે તરત હા પાડી દીધી. છૂટાછેડાના કાગળ ઉપર સહી કરતાં વિજ્યા બંટી સામે જુએ છે. પોતાના [ jgcરહ છwા ITIJસ ૬૦] . ac LILIPULATIRLIT LESS

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57