________________
હત પછી એ ખલાસો કર્યો
મારી મમ્મીની આંખ ભીની થયેલી હતી. કેટલીવાર લગાડી ? હજી હું કાંઈ બોલું તે પહેલાં જ મમ્મી બોલી: બીજી વાત પછી, પહેલાં તું જમી લે. સવારનો એક જ છે.”
પછી મેં ખુલાસો કર્યો : “ના મમ્મી, પેપર દોઢ કલાક મોડું શરૂ થવાનું હતું, તેથી મેં પ્રેમલના ઘરે સવારે જ જમી લીધું હતું.”
“હાશ ! તો ઘણું સારું. ક્યારની મને એ જ ચિંતા હતી.” ત્યારે મારી બહેને મારી મમ્મીને કહ્યું : “તો હવે મમ્મી તું તો જમી લે.” “લે મમ્મી ! તું હજુ નથી જમી ?” મેં પૂછ્યું.
રોજ મારી મમ્મી અમને ત્રણેયને જમાડ્યા પછી જ જમતી હતી, પરંતુ તે વાત આ દિવસે જ મારી નોંધમાં આવી.
મેં મમ્મીને આગ્રહ કર્યો : “મમ્મી ! હવે તું જલદી જમી લે.” “ગૌરવ તે જમી લીધું એટલે મારું પેટ ભરાઈ ગયું. મને તારી જ ચિંતા હતી. હવે સાંજે જ જમીશ. સૂર્યાસ્તને ક્યાં વાર છે? (મારાં મમ્મી કાયમ ચોવિહાર કરે છે.) મારી મમ્મીનું અસલી પોત તે દિવસે મારા ધ્યાનમાં આવ્યું.
તે દિવસે મમ્મીના હેતથી હું ખૂબ ઓળઘોળ બની ગયેલો. સાંજે મેં પૂછ્યું : “મમ્મી મને આટલું બધું મોડું થયું ત્યારે તે શું કલ્પના કરી ?”
જો ગૌરવ, માતાનું દિલ છે. અશુભ કલ્પના જ જલદી આવે. તને કાંઈ અકસ્માત તો નહિ નડ્યો હોય ને ? એવી ખરાબ કલ્પનાઓ જ આવે ને ?”
“તે તો મમ્મી ! બરાબર, પણ પરીક્ષા પતી એટલે હું ક્યાંય ખોટી જગ્યાએ તો નહિ ગયો હોઉં? તેવી કલ્પના તને ન આવી ?”
“ના, એવી કોઈ કલ્પના તારા માટે ક્યાંથી આવે ?” મમ્મી, તને મારા પર એટલો બધો વિશ્વાસ ?”
“તારા પર નહિ, મેં તને આપેલા સંસ્કાર ઉપર મને વિશ્વાસ હતો. જે માટલાને બરાબર ટીપીને ઘડ્યું હોય તે કાચું થોડું હોય !” મમ્મીએ મને એક ટપલી મારતાં કહ્યું : “એટલો વિશ્વાસ તો તમારાં ત્રણેય પર રાખી શકું.” આ વાક્ય સાંભળતાં જ અમારી ભાઈ-બહેનોની આંખો મળી. આજ સુધી અમે જેને ટકટક અને કચકચ માનતા હતા તે વાસ્તવમાં ટાંકણા અને કોતરણી હતી. ત્યારે અમને ખરે જ લાગ્યું - અમારી મમ્મી હિટલર નહિ હિતકર છે.
કડપ અને કરુણાનું કોમ્બિનેશન એટલે અમારી મમ્મી ! જાણે લીલું નારિયેળ જોઈ લો ! બહારથી કડક, અંદરથી પોચું ! ભાવવિભોર થઈ ગૌરવ કરે છે કે- “એ પછી અમે ભાઈ-બહેને ક્યારેય મમ્મી માટે અમે પાડેલાં નામનો ઉપયોગ કર્યો નથી.” | ૬૨ LILIRLARLA X KSigsteisis įpus
LESS
પહેલા ઇસુરસ, પછી અમૃતરસ ! હું નાનો હતો ત્યારે જ મારા પપ્પા અવસાન પામ્યા. અમારા ઉછેરની અને કુટુંબના નિર્વાહની સંપૂર્ણ જવાબદારી મારી મમ્મીના શિરે આવી. હવે મમ્મીએ એક સાથે મમ્મી અને પપ્પાના બે રોલ બજાવવાના હતા, અને તે પૂરી કુશળતાથી બજાવી જાણ્યા. મમ્મીએ ટ્યૂશન્સ શરૂ કર્યા - રોજ સવારે વહેલાં ઊઠી, મને તૈયાર કરી તથા ઘરની પુરી રસોઈ કરીને ટ્યૂશન્સ કરવા જાય. સાંજે પણ યૂશન્સ માટે જવાનું હોય. કેટલાક વિદ્યાર્થી ટ્યૂશન્સ લેવા ઘરે આવે. ટ્યૂશન્સ સિવાયના ફાજલ સમયમાં મમ્મી ઘરનું કામ પૂરું કરે, મને અભ્યાસ કરાવે અને મારા સંસ્કરણની જવાબદારી પણ અદા કરે,
મારે એસ. એસ. સી.માં સારા માર્ક્સ આવ્યા. મારી કેરીઅર સારી બને તે માટે મારે સારી લાઇનમાં વિશેષ અભ્યાસનો વિચાર હતો, પણ મનમાં ખૂબ ક્ષોભ હતો. એક ક્ષણમાં મમ્મીએ મારા આ વિચારને સંમતિની મહોર મારી દીધી, ત્યારે મેં મમ્મીને પૂછ્યું : “મમ્મી, તને ખબર છે કે એન્જિનિયરિંગ અથવા મેડિકલ - કોઈપણ શાખામાં હું જાઉં. ફીના દર કેટલા ઊંચા હોય છે ?”
“તેનો વિચાર તારે કયાં કરવાનો છે ? થોડી વહેલી ઊઠીશ. થોડાં વધારે ટ્યૂશન્સ કરીશ, થોડી વધારે મહેનત કરીશ. મારી હાડમારી ટૂંકા ગાળાની છે. તારી કેરીઅર લાંબા ગાળાની છે.” જો કે છેવટે મેં કૉમર્સ લાઇનમાં જ પાર્લા, મીઠીબાઈ કૉલેજમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું !
હું એફ.વાય. જે.સી.માં હતો ત્યારે વરસીતપનો મહિમા સાંભળીને મને વરસીતપ કરવાની ભાવના થઈ. મેં મારી મમ્મીને મારી આ તીવ્ર ભાવના જણાવી. મને સંમતિ આપતાં પૂર્વે મમ્મીને એક તુમુલ કંદ્રમાં ભીંસાવું પડ્યું. મારા તનનો વિચાર તેને ના પાડવા પ્રેરતો હતો, પરંતુ મારા મનની તીવ્ર ઇચ્છા સામે જોઈ તે મને મનાઈ પણ નહોતી કરી શકતી. આખરે તેણે મને સહર્ષ આશીર્વાદપૂર્વક હા પાડી.
મારો વરસીતપ શરૂ થઈ ગયો. મમ્મી મને હા પાડશે કે ના પાડશે એટલો જ વિચાર મેં કરેલો. પરંતુ હું વરસીતપ કરીશ તેનાથી મારી મમ્મીની કેટલી જવાબદારી વધશે - તેનો તો મેં વિચાર જ નહોતો કર્યો. વરસીતપમાં એકાંતર ઉપવાસ અને તેના પારણે બેસણું કરવાનું હોય. મારી મમ્મી મારા બેસણાના દિવસે ખૂબ વહેલી ઊઠી મારા માટે બધી તૈયારી કરે, મને ખૂબ પ્રેમથી બેસણું કરાવે, પછી ટયૂશને જાય.
....... I A įgsreliaus įDASIS)
TTITUTIITમ હક 1