________________
અલબત્ત, આ નામનું ચલણ અમારાં ત્રણમાં જ થતું.
અમે અબૂઝ અને અજ્ઞાની એ સમજી ન શક્યાં કે મમ્મીનો આ કડપ એ તો તેનું મહોરું હતું. તે મહોરાની અંદર એક મૃદુકોમળ કરુણામયી માતાનો વાસ હતો. અંદરથી તે રૂ કરતાં પોચી અને માખણ કરતાં મુલાયમ હતી.
તેના આ અસલી અને અંતરંગ સ્વરૂપનો પરિચય તો મને ત્યારે થયો જ્યારે મારી બી.એમ.એસ.ની પરીક્ષા ચાલતી હતી. બોરીવલીના પરીક્ષા કેન્દ્ર પર મારે પરીક્ષા આપવા જવાનું હતું. હું ૯-૩૦ વાગ્યે સેન્ટર પર પહોંચી
ગયો.
પોતાનાં બીમાર મમ્મીની સેવા કરતા કે પગ દબાવતા કોઈ સંસ્કારી દીકરાની વાત જાણું છું ત્યારે મનમાં ઊર્મિ જાગે છે કે - “જો મારાં મમ્મી હોત તો !.”
હું જાણું છું કે મારાં આ અરમાનો પૂરાં કરવા માટે હું અસમર્થ છું. પરંતુ જે સનસીબ મિત્રોના પપ્પા-મમ્મી હયાત છે, એવા મારા તમામ વહાલા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી ગુજારું છું - (મારા વતી) ‘તમારા પપ્પા-મમ્મીની સુંદર સેવા કરજો. એ દ્વારા મારા અરમાન પૂરા થયાનો મને સંતોષ થશે.”
આવી તો કૈક નાજુક સંવેદનાઓ છે, જેને મેં બહુ નાની ઉંમરથી અનુભવી છે. વર્ણવી શકવાની આવડત પણ નહોતી ત્યારથી મારા કૂણા અને ઘવાયેલા હૈયાની કોતરોમાં આવું તો ઘણું પડઘાયા કરે છે.
એક વાતનું સદા ગૌરવ અનુભવ્યું છે કે કુટુંબીજનોએ અને સૌથી વિશેષ મારા પપ્પાએ મને જે અપરંપાર સ્નેહ આપ્યો છે, એનું જ એક પરિણામ માનું છું કે હું છું ! જીવનના ઓરડામાં માતાનો ખાલી ખૂણો કોઈ ભરી ન શકે છતાં મારી માતાના વિખરાયેલા અંશો હું એ બધામાં જોઈ રહ્યો છું. - કોણ જાણે કેમ, પણ કુદરતે મારું આ સુખ પણ કદાચ વધારે પડતું લાગ્યું હશે.
મારી કમનસીબીની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ, જ્યારે આજથી બે વર્ષ પૂર્વે, મારી ૨૩ વર્ષની ઉંમરે, મારા પિતાશ્રીએ પણ અનંતની વાટ પકડી. હૃદયરોગના હુમલાથી તેમણે પણ પ્રાણ ગુમાવ્યા.
મારી આ અપરંપાર કમનસીબી વચ્ચેની એક સદ્નસીબી ! માતા નામના તત્ત્વનો જીવનમાં શું મહિમા અને મહત્તા હોઈ શકે તે હું સુપેરે સમજી શક્યો છું. કદાચ મારી માતા જીવંત હોત તો એ મહિમાને મેં માણ્યો જરૂર હોત, પણ પિછાણ્યો ન હોત ! દેવાંગ દિઓરા માનો મહિમા ગાતા કહે છે - ‘આંખની કિંમત જાણવી હોય તો કોઈ અંધને પૂછી જોજો !”
કિડપ અને કરુણાનું કોમ્બિનેશન !] અમે બે ભાઈ અને એક બહેન. અમારી મમ્મીનો સ્વભાવ ઘણો કડક. તેનો કડપ ખૂબ ભારે. તે રમવા જવાની ના પાડે ત્યારે અમારી મજાલ નથી કે અમે જઈ શકીએ.
તે ટી.વી. બંધ કરવાનું ફરમાન બહાર પાડે, પછી અમારી હેસિયત નથી કે, અમે ટી.વી. ચાલુ રાખી શકીએ. અમે તેનાથી ખૂબ ડરીએ. અમે ભાઈબહેને ભેગાં થઈને મારી મમ્મીનાં બે નામ પાડ્યાં હતાં હિટલર અને હંટરવાળી. [ ૬૦ Fકની %
તલ ઠંgscfkહ ઝા]
કોઈ કારણસર યુનિવર્સિટીમાંથી પ્રશ્નપત્રનું પાર્સલ સમયસર નહોતું આવ્યું. દોઢ કલાક વિલંબ થાય તેવી શક્યતા હતી. અમે પહોંચ્યા ત્યારે જ સેન્ટર પર પરીક્ષા મોડી થયાનું બોર્ડ મુકાઈ ગયું હતું. | મારા એક મિત્રનું ઘર બોરીવલીના સેન્ટરથી નજીક હતું. તે મને તેના ઘરે લઈને ગયો. “ચાલને ગૌરવ, દોઢ કલાકનો સમય છે. ઘરે સારું વંચાશે.'
મિત્રના ઘરે અમે ગયા. તેની મમ્મીને પરીક્ષા શરૂ થવાનો ખ્યાલ આવતાં જ અમને પરાણે જમવા બેસાડ્યા અને પ્રેમથી જમાડ્યા.
સાડા અગિયારે પેપર શરૂ થયું. અઢી વાગ્યે પત્યું. આ છેલ્લું પેપર થોડું ટિપિકલ હતું, તેથી ડિસ્કસ કરવાના મૂડમાં હતા. આમેય હવે જમવાની ચિંતા નહોતી, તેથી કોઈ ઉતાવળ નહોતી. નજીકના ગાર્ડનમાં જઈને અમે ડિસ્કસ કરવા લાગ્યા. સાડા ત્રણ ત્યાં જ થઈ ગયા. હું ઘરે પહોંચ્યો ત્યારે સવા ચાર થયા હતા.
મારી મમ્મી ચિંતાતુર-બહાવરી બનીને ગેલેરીમાં ઊભી હતી. મમ્મીની ચિંતાનો ચેપ આખા બિલ્ડિગને લાગેલો દેખાતો હતો. ઘરે કોઈ જાણકારી આપવાની મેં તસ્દી લીધી નહોતી.
આ બાજુ મારી મમ્મી અઢી વાગવા છતાં હું ઘરે ન પહોંચ્યો તેથી ચિંતાતુર બની ગઈ. તેણે કાલબાદેવી ઑફિસે મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પાએ બોરીવલી રહેતા અમારા દૂરના એક સ્વજનને ફોન કરીને સેન્ટર પર તપાસ કરવા જણાવેલું. પણ અમે તો પરીક્ષા પછી તરત ગાર્ડનમાં જતા રહેલા, તેથી ચિંતા દૂર થાય તેવા કોઈ સમાચાર પણ મમ્મીને મળ્યા નહોતા.
લગભગ દોઢ કલાકથી ચિંતાથી બળતી મારી મમ્મીએ જેવો મને દૂરથી આવતો જોયો કે મમ્મીને ટાઢક વળી. બિલ્ડિંગની નીચે મને લેવા માટે ઊતરી પડી. મને જોતાની સાથે તેને હાશ-હાશ થઈ ગયું. | gscીke bઝાઝા
જ ૬૧]