Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 36
________________ જ્યોર્જ વોશિંગ્ટનની માતા ને નેપોલિયનની માતૃસ્મૃતિ) એટલામાં એના સાધુ પિતા એ ગામમાં ગુરુ સાથે આવ્યા. માતાએ આ સતત રડતા બાળકના પિતાને કહ્યું કે - “હવે તો આ તમારા દીકરાને રાખો, હું તો કંટાળી ગઈ !” મુનિએ તરત જ એ બાળકનો સ્વીકાર કર્યો, કારણ કે ગુરુએ આજ્ઞા કરી હતી કે “આજે જે કંઈ વસ્તુ તમને મળે તેનો સ્વીકાર કરી લેજો.” એ બાળકનું નામ વજસ્વામી. અન્ય શ્રાવિકાઓએ એને સારી રીતે ઉછેર્યો. સાધવીઓના મુખેથી સાંભળતાં સાંભળતાં જ અગિયાર અંગના જ્ઞાતા બન્યા. પછીથી આવા શાંત અને જ્ઞાનીપુત્રને પાછા લેવાની માતાની ઇચ્છા જાગૃત થઈ. રાજા પાસે એણે ફરિયાદ કરી. રાજાએ ન્યાય કર્યો. ભરસભામાં એક બાજુ માતા ને બીજી બાજુએ સાધુભગવંત. વચમાં બાળકને રાખ્યું. માતાએ રમકડાં બતાવ્યાં. ને ગુરુએ ઓઘો મુહપત્તિ ! અને આશ્ચર્ય તો જુઓ ! બાળક તો ઓઘો લઈને નાચવા મંડી પડ્યો, માતા હારી ગઈ, અને પછી માતાએ પણ દીક્ષા લીધી. હારેલી માતા સંયમરૂપી હાર પહેરી ધન્ય બની ગઈ. આ વજસ્વામી મહાજ્ઞાની તથા પ્રતિભાશાળી તરીકે ખૂબ પંકાયા. શાસનઉદ્ધારનાં અનેક કાર્યો એમને હાથે થયાં. વૃદ્ધાવસ્થા થઈ એટલે રથાવર્ત પર્વત પર જઈ અનશન વ્રત આદર્યું. એમને વંદન કરવા ઇન્દ્રરાજ આવ્યા. પિંડરીકની માતૃ-પિતૃ ભક્તિ ] માતૃસેવામાં જો દેહને કષ્ટ પડે કે દેહ પડી જાય તો દેહનું દિવ્યમાં રૂપાંતર થઈ જાય છે. પુંડરીક પર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું : “હું તારા પર પ્રસન્ન છું, વત્સ !” પુંડરીક તો માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતો. તેણે કહ્યું : “ભગવાન ભલે પધાર્યા ! પણ અત્યારે માતા-પિતાની સેવા છોડી હું ઊઠી શકું તેમ નથી, એમ કરો પેલી ઈટ પડી છે તેના પર બિરાજો.” ગરજ ભગવાનને હતી. એવો ઘાટ બની ગયો પણ ભગવાન પ્રસન્ન હતા, ભક્ત ધરેલા આસન પર, એટલે કે પેલી ઈડ પર બેય પગ માંડીને કેડે હાથ દઈને એ ઊભાં રહ્યા. ઘરમાં પુંડરીક દ્વારા માતા-પિતાની સેવા જેમ ચાલતી હતી તેમ ચાલતી રહી. સેવા પૂરી થયા પછી પુંડરીક ભગવાનને પગે લાગ્યો : કહે, “ભગવાન એકલા મારા પર કૃપા કરો એ કેમ ચાલે, પૂરા જગત પર કૃપા કરવી પડશે. વૈકુંઠ ભૂલી હવે અહીં જ રહો.” ભક્તાધીન ભગવાને ભક્તની પ્રાર્થના મંજૂર રાખી. ભગવાન વિઠ્ઠલ કહેવાયા. વિટું એટલે ઈટ, વિઠ્ઠલ એટલે ઈટ પર બિરાજેલા વિઠોબા. પંઢરપુરમાં આજે પણ વિઠોબા મંદિરમાં ઈટ પર ઊભેલા ભગવાનની પ્રતિમા છે. પ્રત્યક્ષ ભગવાન આવ્યાં એ માતા-પિતાની ભક્તિનું પ્રતીક છે. [ ૫૬ TAMIDE X K įgstclishs įDISSIP ( જ્યોર્જ વોશિંગ્ટન ] જ્યોર્જ વૉશિંગ્ટન અમેરિકન સૈન્યના સેનાપતિ - તેની માતા તેની કહેતી કે - “પુત્ર, આજ્ઞાનું પાલન કરતાં શીખવાથી જ માણસ આજ્ઞા કરવાને લાયક બને છે. માટે દીકરા મોટા થઈને તારે જો ઉચ્ચસ્થાને બેસવું હોય તો અત્યારે આજ્ઞાનું પાલન ચુસ્તપણે કરતાં શીખ.” લડાઈમાં અમેરિકાનો વિજય થયો ત્યારે વૉશિગ્ટનના બહુમાન માટે ગામના લોકોએ સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, ત્યારે તેની માતાએ કહ્યું કે - “મારા દીકરાએ જે કર્યું તે એ કરે જ એમાં વિશેષ શું છે ?” વૉશિંગ્ટન અમેરકિાનો પ્રથમ પ્રમુખ થયો. વૉશિંગ્ટનની માતા કર્મઠ, શિસ્ત, પરાયણ, કર્તવ્યનિષ્ઠ હતી. વૉશિંગ્ટન એવું કહેતા શરમાતો નહિ કે - “હું જે કાંઈ છું તે મારી માતાને લીધે છું ! મહત્તાના મયૂરાસન કરતાં મને તો માતાની મંગલ ગોદ ગમે. રેતીના કણ ગણી શકાય, પણ માની મમતો ગણી ન શકાય.’ (નેપોલિયન) વિધિનું પ્રથમ ધન આ વિશ્વ-સંસાર એ છે માતૃસ્નેહ. નેપોલિયને તેની ઉદાર ચરિત, શીલવાન, સદાચારી માતાનું પ્રતીક હતો. તે સમયે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે લડાઈ ચાલતી હતી. કેટલાક અંગ્રેજ સૈનિકોને ફ્રેન્ચ લશ્કરે કેદ કયાં હતા. તેમાંથી એક કેદી નાનકડા તરાપામાં બેસી નાસી જતાં પકડાયો. જહોન રોબિન્સ નામના તે સૈનિકને નેપોલિયન સમક્ષ રજૂ કરવામાં આવ્યો. નેપોલિયને કહ્યું - “તું મૂર્ખ છે. આવા તરાપાથી શું દરિયો પાર કરી શકાય ? શા માટે તારે ભાગવું હતું ?” સૈનિકે કહ્યું : “બીજો કોઈ ઉપાય ન હતો. ઘેર માતા માંદી છે ને માતા મને યાદ કરે છે. માતા છેલ્લીવાર મારું મોટું જોઈ શકે એટલા માટે આ સાહસ કરવું પડ્યું ! સરકાર ! મને મોતની સજા કરો, જેથી મારી માતાને એવું ન લાગે કે મેં એની અવગણના કરી.” માતા પ્રત્યેનો સૈનિકનો આ ભાવ જોઈને નેપોલિયનને એની માતા યાદ આવી. તેણે કહ્યું : “તારા જેવો માતૃભક્ત તો જગતનું જવાહિર છે. યુવાન ! તારો ગુનો માફ કરું છું અને તું જલદીમાં જલદી તારી માતાને મળે તેવો બંદોબસ્ત કરું છું.” ત્રણ લોકમાં માતા સમાન કોઈ મોટો ગુરુ નથી. એક પલ્લામાં મારી “મા” મૂકો અને બીજા પલ્લામાં આખું જગત મૂકો તો ‘મા’વાળું પલ્લું નીચે નમશે. સંતાનને લાડ લડાવતી પ્રત્યેક મા સુંદર અને સંપત્તિવાન છે, મા ક્યારેય કરૂપ, દરિદ્ર કે વૃદ્ધ થતી નથી. [ issecke brછાણ પ ણ ૫૮]

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57