Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 35
________________ માતા પૂતળીબાઈએ બધી તપાસ શરૂ કરી દીધી હતી. કોઈ કહે - જુવાનિયા વિલાયત જઈને વંઠી જાય,’ કોઈ કહે - ‘તેઓ માંસાહાર કરે છે,” કોઈ કહે - ‘દારૂ વિના ન જ ચાલે.” માતાએ આ બધું કહ્યું. ગાંધીજીએ જવાબ આપ્યો : “પણ તું મારો વિશ્વાસ નહિ રાખે ? હું તને છેતરીશ નહિ, સોગન ખાઈને કહું છું; એ ત્રણે વસ્તુથી હું બચીશ.” માતા બોલી : “મને તારો વિશ્વાસ છે, પણ દુર દેશમાં કેમ થાય ? મારી તો અક્કલ ચાલતી નથી. હું બેચરજી સ્વામીને પૂછીશ.” બેચરજી સ્વામી જૈન સાધુ હતા. તેમણે મદદ કરી, તેમણે કહ્યું : “હું એ છોકરા પાસે એ ત્રણ બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહિ આવે.” તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.” માતાએ લેવડાવેલી આ પ્રતિજ્ઞા ગાંધીજીના જીવનમાં ખૂબ ઉપકારક બની રહે છે. માંસાહાર, મદિરાપાન અને પરસ્ત્રીગમનના, ગાંધીજીના જીવનમાં બનતા પ્રસંગોની - મુશ્કેલીની પળોમાં પ્રતિજ્ઞાએ એમને ઉગારી લીધા છે અને માતાની આ પ્રકારની કાળજીથી ગાંધીજી ખૂબ ધન્યતા અનુભવે છે. માતાનું પવિત્ર સ્મરણ, એમને પ્રતિજ્ઞામાં વધુ દેઢ બનાવી વિશુદ્ધ જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. યુગપ્રધાન આચાર્ય આર્યરક્ષિત માલવપ્રદેશના દશપુર નામના નગરમાં સોમદેવ નામના પુરોહિત રહેતા હતા. તેમની પત્ની રુદ્રસોમા જૈન ધર્મની ઉપાસિકા હતી. પાટલિપુત્રથી અનેક વિદ્યાઓ ભણીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને, આર્યરક્ષિત પોતાને ગામ પધાર્યા. આખું ગામ ખૂબ ઉમંગથી સ્વાગત કરે છે પરંતુ માતા રુદ્રસીમાં જરાય પ્રસન્ન નથી. પુત્ર વંદન કરવા ઘેર આવે છે ત્યારે માતા કહે છે : “તેં દૃષ્ટિવાદનો અભ્યાસ કર્યો હોત તો મને સંતોષ થાત. ઇશુવાટિકામાં આચાર્ય કેતલિપુત્ર બિરાજે છે, તેઓ દષ્ટિવાદના જ્ઞાતા છે, તેમની પાસેથી જ્ઞાન મેળવી તું આવીશ ત્યારે મને ખૂબ આનંદ થશે.” માતાની આજ્ઞા લઈ, દીક્ષા લે છે અને જૈન ધર્મના યુગપ્રધાન આચાર્ય બને છે. ધન્ય છે માતાને જેણે પુત્રને આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રેરણા આપી. [ કલિકાલસર્વજ્ઞનો અલૌકિક માતૃપ્રેમ. મુનિ સોમચંદ્ર નાગીર ગામમાં ફક્ત બાર વર્ષના દીક્ષાપર્યાયમાં આચાર્યપદે આરૂઢ થયા, ત્યારે તદ્દભવોપકારી માતા પાહિણીદેવીએ આસન ઉપરથી ઊઠીને પોતાના માટે નૂતનાચાર્ય પાસે દીક્ષા યાચના કરી. પુત્રમુનિએ દીક્ષા આપી ને માતાના ઉપકારનો બદલો વાળ્યો. તે પૂ. હેમચંદ્રાચાર્ય સ્વયં [૫૪ આમ -1 ક પ રસ Isscહિ છાણ] સાંસારિક માતા સાધ્વીના યોગક્ષેમની દરકાર કરવા લાગ્યા, તે કારણે નૂતન સાધ્વી પણ કુશળ બન્યાં અને વિદુષી બની પ્રવર્તિની પદ પ્રાપ્ત કરી ૪૫ વરસનો દીક્ષા પર્યાય પાળી કાળધર્મ પામ્યાં, ત્યારે સ્વયં કલિકાલસર્વજ્ઞ અને યુગપુરુષ જેવું બિરુદ ધરાવતાં છતાંય માતાના ઉપકારને સ્મૃતિમાં લઈ એક કરોડ નવકાર ગણવાનો અભિગ્રહ લઈ શ્રદ્ધાંજલિ બક્ષી, તેઓશ્રીના માનસમાં એટલું સ્પષ્ટ હતું કે માતા થકી મહાન જૈન શાસનની તથા આચાર્યપદની પણ પ્રાપ્તિ થઈ હતી. [ સાચી માતાની ઓળખ ] સંભવનાથ પ્રભુ ગર્ભમાં આવેલા ત્યારની આ વાત છે. એક વખત પ્રભુની માતા રાજસભામાં ગયેલાં ત્યારે બે સ્ત્રીઓ એક પુત્રને રાજસભામાં લઈને હાજર થઈ. તે બે સ્ત્રીઓએ પ્રધાનને કહ્યું : “હે સ્વામી ! એક વિનંતી સાંભળો - “અમારા સ્વામી નાનો પુત્ર મૂકીને પરદેશમાં મરણ પામ્યા છે, અને બાળક જાણતો નથી કે આ બેમાંથી કોણ મારી માતા છે ?” ત્યારે કપટી સ્વભાવવાળી અપરમા કહે છે કે - “મારા પતિની લક્ષ્મી મારી જ છે, વળી આ પુત્ર મારે વિશે જમ્યો છે, તે કારણથી જેણીનો આ પુત્ર છે, દ્રવ્ય પણ નક્કી તેણીનું જ છે. આ વિવાદના નિર્ણય માટે તમારી પાસે આવ્યા છીએ.” ત્યારે પ્રભુજીની માતાએ રાજાને કહ્યું : “જો આપની હા હોય તો આ વિવાદને પતાવી આપું.” ત્યારે રજા અપાતા પ્રભુની માતાએ તે બંને સ્ત્રીને કહ્યું કે - “અહીં ધન અને પુત્રને હાજર કરો.” તેઓએ તેમ કર્યું પછી ત્યાં કરવત મંગાવાઈ. પછી ધનના બે ભાગ કયાં, અને પુત્રના બે ભાગ કરવાને બાળકની નાભિ ઉપર જેટલી વારમાં કરવત મૂકે છે, તેટલામાં પુત્રની સાચી માતા કુદરતી સ્નેહથી ભરેલી કહે છે : “જો આ વિવાદ બીજી રીતે ન પતાવાય તો અપરમાતાને પુત્ર અને લક્ષ્મી આપી દો. પણ પુત્રનું મરણ ન થવા દો.” પ્રભુની માતાએ કહ્યું કે - “આ પુત્ર આનો છે, પણ પેલીનો નથી.” ત્યારબાદ તે અપરમાતાને હાંકી કાઢી મૂકી, પુત્ર અને ધન સાચી માતાને આપ્યું. [માતાએ દીક્ષા લીધા ] જન્મ થતાં જ બાળકે સાંભળ્યું કે - “મારા પિતાએ દીક્ષા લીધી છે.” દીક્ષા સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પોતે પણ સંયમ લેવાનો નિર્ણય કર્યો. માતાની માયા-મમતા વધે નહિ તેથી એકધારું છ મહિના રડવાનું ચાલુ રાખ્યું. આખરે માતા આ બાળકથી ત્રાસી ગઈ. કા, IIIના ATTI IIIIIIII TI [ gscwe : ૫૫]

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57