________________
ભીષ્મ પિતામહ ગંગા અને ભીષ્મ પિતામહ
ભગવાન શ્રી કૃષ્ણ માટે માનનીય અને પાંડવો તથા કૌરવો એમ બંનેને માટે સમાન રીતે આદરણીય ભીષ્મ પિતામહનું જીવનઘડતર માતા ગંગાએ કર્યું હતું. આજન્મ - આજીવન નૈષ્ઠિક બ્રહ્મવ્રતી હતા. આ સપૂત, પિતાનો પરમભક્ત હતો અને વનસ્પતિના જીવો પ્રત્યે પણ અત્યંત કરુણામય હતો. પિતૃભક્તિથી પ્રેરાઈને એમણે લગ્નજીવન અને રાજપાટ હંમેશાંને માટે ત્યજી દીધાં હતાં - એમના આ ત્યાગ અને પિતા માટેના આદરભાવનું મૂળ તો માતા છે. ગંગા માતાએ એનો એવો ઉત્તમ ઉછેર કર્યો હતો, તેથી એનામાં આવી પુનિત ભાવનાઓ વિકસી છે અને માત્ર ભારતવર્ષમાં જ નહિ, જગતમાં ક્યાંય પણ આવો સંસ્કારી દીકરો મળવો દુર્લભ છે.
મા એટલે વાત્સલ્ય મૂર્તિ
ગંગા પોતાના દીકરા ગાંગેયને લઈને પિયર ચાલ્યાં ગયાં. આમ કરવાનું કારણ એ હતું કે પતિ શાન્તનુને એક વાર શિકાર કરવા જવા માટેની તીવ્ર ઇચ્છા થઈ અને ગંગાએ નહિ જવાની વિનંતી કરવા છતાં શાન્તનું શિકાર કરવા માટે વનપ્રદેશમાં દોડી ગયા. સામે પક્ષે ગંગા કહે છે : “સંતાન ઉપર ખરાબ સંસ્કાર પાડવાનો પુરુષ પતિને જરાય અધિકાર નથી. પુષ્કળ દુઃખ વેઠીને તૈયાર કરેલા સંતાનનું જીવન કુસંસ્કારોથી બરબાદ કરવાનો બાપને કોઈ અધિકાર નથી.” આ હતી ગંગાની સ્પષ્ટ માન્યતા.
ચાંપરાજવાળા બહારવટિયાની માવડીને ખબર પડી કે તેનો ત્રણ વર્ષનો દીકરો ચાંપરાજ, તેણે પતિ સાથે કરેલા પ્રેમના નખરા જોઈ ગયો છે. આવી ખબર પડતાં તેણે જાત પ્રત્યે તિરસ્કાર પ્રગટ્યો. અને રાત સુધીમાં જીભ કચડીને મોતને ભેટ્યાં. દીકરામાં કુસંસ્કારનું બીજ ન રોપાય તે માટે આવું કઠોર પગલું ભર્યું !
અંજના સુંદરીએ દીકરા હનુમાનને કેવી તાલીમ આપી હશે કે એક વાર કંઈ વાંક - દોષ કરી બેઠેલ દીકરાને તેણે કહ્યું : “એસૌ દૂધ મૈં તેરે કો પીલાયો હનુમાન ! તેં મેરો કૂખ લજાયો.’’
૫૨
jgsed plp
યાદ કરીએ શાલિભદ્રની માતા - ભદ્રામાતા
શાલિભદ્રની વિરાટ સમૃદ્ધિનું દર્શન કરવા, મગધરાજ શ્રેણિક, તેના સાત માળની હવેલીએ આવ્યા, ત્યારે હવેલી બતાવવા માટે શાલિભદ્રનાં માતા રાજવીની સાથે જોડાયાં અને તેઓ રાજા શ્રેણિકનું સ્વાગત કરી, વિનમ્રતાથી હવેલીનો એક એક માળ - સમૃદ્ધિ દર્શાવવા લાગ્યા.
શાલિભદ્રની હવેલીના પાંચ માળ માતાજીએ બરાબર દેખાડ્યા. હવે છઠ્ઠા માળે જવાનું હતું, તે વખતે ભદ્રા માતાએ કહ્યું : “મગધપતિ ! આપ છઠ્ઠા માળે નહિ જઈ શકો, કેમ કે ત્યાં મારી બત્રીસ પુત્રવધૂઓ વસે છે. તેઓ પરપુરુષનું મોં જોઈ શકતી નથી.’
મગધપતિએ આ વાત સ્વીકારી અને સાતમા માળે રહેલા શાલિભદ્રને ભદ્રા માતાએ પાંચમા માળે બોલાવ્યો અને મગધનરેશ તથા પુત્રનું આવું મિલન કરાવનાર ભદ્રા માતાને કેટલા ધન્યવાદ આપીશું ? નારી અગણિત મહાપુરુષોની જનેતા છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગંધીજી
મહાત્મા ગાંધીજીના જીવનઘડતરમાં ધર્મનું અને માતા પૂતળીબાઈનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે.
‘સત્યના પ્રયોગો'માં તેઓ દર્શાવે છે - ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન' ગાંધીજીનો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું થતું, પરંતુ હવેલીનો વૈભવ એમને પસંદ નથી.
રંભા નામની દાસીએ રામનામ શીખવ્યું. રામરક્ષાનો પાઠ ભણે છે. રામાયણનું પારાયણ ગમે છે. ભાગવત પાઠ વગેરેના સંસ્કાર ઝીલે છે.
‘સત્યના પ્રયોગો’માં લખે છે .
“રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાનભાવ રાખવાની તાલીમ મળી. હિંદુ ધર્મના પ્રત્યેક સંપ્રદાય પ્રત્યે આદરભાવ શીખ્યો.
વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઈ હંમેશાં આવતા. પિતાજી તેમને વહોરાવે પણ ખરા. સર્વ ધર્મ પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.
સને ૧૮૮૭ની સાલમાં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર માવજી દવે(જોશીજી)ના કહેવાથી આગળ અભ્યાસ માટે વિલાયત જવાનું - બૅરિસ્ટર થવાનું નક્કી કર્યું. માતુશ્રીને - પૂતળીબાઈને પુત્રવિયોગની વાત ન ગમી. કાકાએ કહ્યું : “વિલાયત જવાની તારી ઇચ્છાની વચમાં હું નહિ આવું, પણ ખરી રજા તારી બાની. જો તે હા પાડે, તને રજા આપે તો તું સુખેથી જજે.’
[ jg c plots IP
૫૩