________________
ઉત્તરમાં ભગવાન ભોંયરામાં રહેલા મૃગારાણીના પુત્ર - મૃગાપુત્રનું વર્ણન કરે છે. ગૌતમસ્વામી એને જોવાની ભાવના વ્યક્ત કરે છે.
ભગવાનની આજ્ઞા લઈ ગૌતમસ્વામી મંગારાણીના મહેલે પધાર્યા. મૃગાદેવી ગૌતમસ્વામીના આગમનથી ખૂબ પ્રસન્ન થાય છે અને એમના આગમનનું પ્રયોજન પૂછે છે.
“તમારા પુત્રને જોવા આવ્યો છું.” આ શબ્દો સાંભળી મૃગારાણીએ પોતાના ચાર પુત્રોને શણગારી ગૌતમસ્વામીને બતાવ્યા.
પરંતુ ભગવાન ગૌતમે મૃગાદેવીને કહ્યું : “હું તમારા આ પુત્રને જોવા માટે નથી આવ્યો, પરંતુ તમારા જ્યેષ્ઠપુત્ર જેને તમે એકાંતભૂમિમાં રાખ્યો છે. અને જેનું તમે ગુપ્ત રીતે પાલનપોષણ કરી રહ્યાં છો, તેને જોવા આવ્યો છું.”
માની મમતા અને ગણધર ગૌતમ માટેનો પૂજ્યભાવ, આગમકારે સરસ રીતે વર્ણવ્યો છે. મૃગાપુત્ર માટે ભોજનની સામગ્રી તૈયાર કરી અને તેણે ગૌતમસ્વામીને કહ્યું: “આપ મારી પાછળ પધારો તો હું મૃગાપુત્ર બતાવું.”
ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલવા લાગ્યા. ભોંયરા સુધી પહોંચ્યા પછી તેણે પોતાના મુખને ચાર પડવાળા વસ્ત્રથી બાંધી દીધું અને ગૌતમસ્વામીને પણ મુખને બાંધી લેવાની વિનંતી કરી. નાકને ઢાંકીને બંને ભોંયરાના દ્વારે પહોંચ્યાં અને ભયાનક દુર્ગધથી તથા મૃગાપુત્રની દુર્દશા જોઈને કરુણાસાગર ગૌતમના મનમાં વિચાર ર્યો છે - “આ બાળક અશુભ પાપકારી કર્મોનાં પાપરૂપ ફળને ભોગવી રહ્યો છે. નરક સમાન વેદના અનુભવી રહ્યો છે.'
મૃગાપુત્રની માતા મૃગાદેવીને બાળકના જન્મ સમયે ખૂબ તિરસ્કાર જાગ્યો હતો - અપાર દુઃખ થયું હતું, પરંતુ પતિની સમજાવવાથી એનો અણગમો દૂર થયો હતો અને પુત્રના લાલન-પાલનમાં પૂરી કાળજી લેવા લાગે છે.
અતિ કાળજીથી પુત્રની માવજત, વૈયાવચ્ચ કરનાર મૃગાપુત્રના માતાપિતાને ધન્ય છે.
સાધુને મૃગાપુત્રે જોયા અને વિચારવા લાગ્યા - “આવા સાધુને હું પહેલી જ વાર નથી જોતો, અગાઉ ક્યાંક જોયા છે. ક્યારે જોયા છે તે યાદ નથી.' ચિંતન કરતાં કરતાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. હું પોતે જ આવો સાધુ હતો. આ રીતે સાધુતાનું સ્મરણ થઈ આવ્યું અને સાંસારિક ભોગો - સંબંધો તેમજ ધનવૈભવ બધા બંધનરૂપ લાગ્યા. સંસારમાં રહેવું અસહ્ય થઈ પડ્યું.
તેણે પોતાનાં માતા-પિતા પાસે જઈને કહ્યું: “હું સાધુ થવા ઇચ્છું છું, મને આજ્ઞા આપો.” તેમણે માતા-પિતા પાસે ભોગોનાં કડવાં પરિણામો વર્ણવ્યાં. શરીર અને સંસારની અનિત્યતાનું વર્ણન કર્યું.
માતા-પિતાએ મૃગાપુત્રને સમજાવી લેવાના - દીક્ષાની આજ્ઞા ન આપવાના પ્રયત્નો આરંભ્યા. સાધુજીવન - વ્રતપાલન કેટલું કઠિન છે અને દુષ્કર છે તે દર્શાવી - લોઢાના ચણા ચાવવા જેવું છે. “તમે સુકુમાર છો. તમારાથી સાધુજીવન કઠોર ચર્યા પાળી શકાશે નહિ. જો તમારે દીક્ષા લેવી જ હોય તો ભુક્તભોગી બની પછી લેજો. અત્યારે શી ઉતાવળ છે ?”
માતા-પિતા અને પુત્રનો સંવાદ ખૂબ રસપ્રદ બની ગયો. માતા-પિતા પુત્રને સંયમથી વિરક્ત રાખવા ઇચ્છતા હોય અને પુત્ર સંસારથી વિરક્ત થવા માંગતો હતો.
મૃગાપુત્રનો દેઢ સંકલ્પ જાણી દીક્ષાની આજ્ઞા આપી. પુત્રનું કલ્યાણ એમને હૈયે વસ્યું અને સાંસારિક વાસ્તવિકતા સ્વીકારી હર્ષભેર દીક્ષા ઉજવી - દીકરાને મોક્ષ અપાવવામાં ઉપકારક થયા. મહારાજા શ્રેણિક અને પુત્ર ફણિક: “પપાતિક સૂત્ર'
| મૃગાપુત્રીચ: ‘ઉત્તરાધ્યયન સૂત્ર' સુગ્રીવ નગરના રાજા બલભદ્ર અને તેની રાણી મૃગાવતીના સુપુત્રનું નામ બલશ્રી હતું, પરંતુ મૃગાપુત્રના નામથી તે પ્રખ્યાત હતો.
એક વખત મૃગાપુત્ર પોતાના મહેલના ઝરૂખામાં પોતાની રાણીઓ સાથે બેસીને શહેરનું સૌંદર્ય જોતા હતા. રાજમાર્ગ પરથી પસાર થતાં તેજસ્વી LILIRLARLA
K įgschiens jossip
માતા ચેલ્લા શ્રેણિક રાજવી મગધ દેશના રાજા હતા. જ્ઞાન ન હતું ત્યાં સુધી તેમણે શિકાર કરવાનો શોખ હતો. કાળક્રમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ ઉપાસક બન્યા. એક દિવસ રાજા શ્રેણિકે પોતાની ભાવિ ગતિ વિશે ભગવાન મહાવીરને પૂછ્યું : “હે શ્રેણિક મરીને, તું ત્રીજી નરકે જઈશ.” નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે એ કર્મ ભોગવવું જ પડે.
કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા અને શ્રેણિકના પુત્ર કુણિકે તેમને દોરડાથી બાંધી, પાંજરામાં પૂરી દીધા. દરરોજ સવારે અને સાંજે પિતાને સો સો ચાબુકના પ્રહારો મારતો. માતા ચેલા, પોતાના માથાના અંબોડામાં અડદનો એક પિંડ સંતાડી શ્રેણિકને જમાડતી.
LESS
TAT પાસ ૪૯ ] [ jgdis માગ ૧