Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 31
________________ પણ કરીશ, હજી માની જાઓ અને આરાધના છોડો.” પરંતુ તેઓ અડગ રહ્યા અને દેવે આ વચલા દીકરા પર પણ અત્યાચાર કર્યો. ત્રીજીવાર દેવે કહ્યું : “તમારા બે પુત્રોને મેં મારી નાખ્યા. હવે તમારા સહુથી નાના અને લાડીલા દીકરાની પણ આ જ દશા થશે. દુરાગ્રહ છોડો.” પરંતુ પુત્રનો મોહ તેમને પરાજિત કરી શક્યો નહિ. દેવે ત્રીજા દીકરા પર પણ અત્યાચાર કર્યો. દેવે ચુલની પિતાની ધીરતા અને વિરતા નિહાળી ત્યારે તેનો દ્વેષભાવ વિશેષ રીતે પ્રગટ થયો. ધમકીભર્યા શબ્દોમાં તેણે કહ્યું : હજી પણ તમે મારી વાતનો સ્વીકાર કરો, નહિ તો તમારી માતા ભદ્રાની પણ તમારા પુત્રો જેવી જ સ્થિતિ તમારી સમક્ષ કરીશ.” જન્મદાત્રી, મમતાભરી, માતાની હત્યાની હકીકત જાણી ત્યારે તેમની ધીરજ ખૂટી ગઈ. તેમને મનોમન વિચાર્યું કે - “આ દુષ્ટકૃત્ય હું કઈ રીતે જોઈ શકીશ.' તેઓ આવેશમાં આવી ગયા અને દુષ્ટને પકડવા ઊભાં થયાં અને હાથ ફેલાવ્યા, પરંતુ તે તો દેવની માયા હતી. તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયો અને ચલનીપિતાના હાથમાં પૌષધશાળાનો થાંભલો આવ્યો. તેઓ ખિન્ન થઈ ગયા. માતાએ પુત્રના આર્ત શબ્દો સાંભળ્યા અને વ્યાકુળતાનું કારણ પૂછયું. બધી હકીકત જાણી માતાએ પુત્રને આશ્વાસન આપી શાંત કર્યો અને સત્ય સમજાવ્યું કે - “એ તો દેવકૃત ઉપસર્ગ હતો. ત્રણેય દીકરા સુરક્ષિત છે. કોઈની હત્યા થઈ નથી. તમે ગુસ્સામાં આવી તમારા વ્રતને ખંડિત કર્યું છે, સાધનાને દૂષિત કરી છે, તમારા આ દોષની શુદ્ધિ માટે આલોચના - પ્રાયશ્ચિત્ત કરો.” ચુલનીપિતાએ માતાની આજ્ઞા સ્વીકારી પ્રાયશ્ચિત્ત કર્યું અને ઉપાસનામાં પ્રગતિ કરી, વ્રત - પ્રતિમાં બરાબર પાળીને સંથારો કરી - સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. પુત્રનો માતા માટેનો પ્રેમ અને માતાની પુત્રને વ્રતમાં ટકી રહેવાની હિતશિક્ષા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ. ( થાવસ્ત્રાપુત્ર : “જ્ઞાતાધર્મકથા' ] આધુનિક યુગમાં, ઘણા લોકો એવી દલીલ કરે છે કે – “સંતાનના નામની પાછળ પિતાનું નામ શા માટે ? માતાનું કેમ નહિ ? માતાનું નામ અવશ્ય લખવું જોઈએ.’ જૈન આગમકારોએ આ ધર્મકથામાં થાવચ્ચ માતાને પ્રાધાન્ય આપી, પુત્રનું નામ “થાવચ્ચપુત્ર’ રાખી, કથા વર્ણવી છે. દ્વારિકા નગરીમાં થાવા નામની એક સાધનસંપન્ન મહિલા રહેતી હતી. તેને થાવચ્ચપુત્ર નામનો પુત્ર હતો. અરિષ્ટનેમિ ભગવાનની ધર્મદેશના સાંભળીને તે વૈરાગ્ય રંગમાં રંગાઈ ગયો અને દીક્ષા લેવા તૈયાર થયો. પુત્રનો દીક્ષા લેવાનો નિર્ણય જાણી માતાને દુઃખ લાગે છે. દીક્ષા ન લેવા ખૂબ સમજાવે છે. આજીજી, લાલચ, ભય વગેરે દર્શાવે છે; પરંતુ બધી યુક્તિઓ અજમાવવા છતાં પુત્ર વૈરાગ્યભાવથી ચલિત થતો નથી. અનિચ્છાએ દીક્ષાની આજ્ઞા આપે છે. માતાના પ્રેમ ઉપર વૈરાગ્ય-પ્રેમનો વિજય થાય છે અને અંતે માતા ભવ્ય તૈયારી સાથે, બત્રીશ રાણીના પતિને, સંયમ અંગીકાર કરવા માટેની અનુજ્ઞા આપી, ધન્યતા અનુભવે છે. મૃિગાપુત્ર (લોટિયા)] આગમકારે માતાનું મમતાભર્યું - વાત્સલ્ય વર્ણવવાની સાથે માતાની સખ્તાઈ, કઠોરતા અને કુટુંબ કે પરિવારનું અહિત કે અધર્મ કરતાં પુત્રનો તિરસ્કાર કરતી માતાનાં શબ્દચિત્રો આપ્યાં છે. ભગવાન મહાવીરના વિચરણકાળમાં મૃગાગ્રામ નામનું નગર હતું. વિજય નામનો રાજા રાજ્ય કરતો હતો, મૃગાવતી તેની રાણી હતી. મૃગાવતીએ એક દીકરાને જન્મ આપ્યો. તે મહાન પાપકર્મના ઉદયથી પ્રભાવિત હતો અને જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેનાં આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે અવયવ નહોતાં. ફક્ત તેજ નિશાની હતી. માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેને ભરચક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરતાંની સાથે જ તેના શરીરમાંથી પરુ અને લોહી વહેવા લાગતું. ભયંકર દુર્ગધ પ્રસરી જતી. આવા પુરાને ઉકરડે ફેંકી દેવાનો વિચાર કર્યો, પણ પતિએ સમજાવી, તેથી ઉછેર કર્યો. એક વખત આ નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. ધર્મોપદેશ સાંભળવા રાજા સહિત નગરના લોકો આવ્યા. એ લોકસમૂહમાં એક દીન-હીન જન્માંધ વ્યકિત પણ આવી હતી. તેને જોઈ, ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછડ્યો : “ભંતે ! આ કેવો દુઃખી આત્મા છે ! આના જેવો બીજો કોઈ દુઃખી નહિ હોય?” igstclion jolisp AIJણ ૪૦] r " "મા" કમજોર મારી છે કાર્તિકેય અને ગણેશ વચ્ચે શરત થઈ જે પૃથ્વીને પહેલા પ્રદક્ષિણા દઈ આવે તે મોટો, કાર્તિકેય સડસડાટ ઉપાડ્યા પણ ગણેશ તો માતા પિતાને બેસાડી પ્રદક્ષિણા દીધી. ગણેશ જીત્યા અને શ્રી ગણેશ થયાં શ્રી ગણેશજીની આ જીતનું નામ છે “મા” ગમે તેવા હોય ગુણીજન, તો'ય માના સૌ ઋણીજન. IIIIIIIIIIIII - X X igsaclisus įlsəIS)|P

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57