________________
( માતા-પિતા પ્રતિ સ્પંદનો )
| માનો મહિમા મને પૂછો !] માત્ર ત્રણ મહિનાની સંપૂર્ણ અણસમજની અવસ્થામાં મા નામની મબલખ મૂડી ગુમાવી દેનાર એક કમભાગી સંતાન હું છું.
માની ગેરહાજરી થતા દાદીમાએ મારો ઉછેર કર્યો. હું દસ વર્ષનો થતા મારાં દાદીમાં પણ સ્વર્ગે સિધાવ્યાં.
હવે ઘરમાં બે સભ્યો રહ્યા. એક હું અને બીજા મારા પપ્પા.
રોજ સવારે ભૈયો દૂધ આપી જાય. તેમાંથી પપ્પા પોતાને માટે ચા બનાવે અને મારા માટે દૂધ ઉકાળે. ગૃહઉદ્યોગના તૈયાર ખાખરા અને નાસ્તો એ દૂધ-ચા સાથે અમે ખાઈ લઈએ. સવારે અને સાંજે તો ભોજનશાળામાંથી અમારા બંને માટે ટિફિન આવે. ટિફિનમાં જે હોય તે જમી લેવાનું.
“મમ્મી ! આજે તો ઊંધિયું સરસ બનાવ્યું છે !” “મમ્મી આજે તે ઇડલી બનાવી પણ સંભારમાં કાંઈ દમ નહોતો.”
આવી કોઈ પ્રશસ્તિ કે ફરિયાદ કરવાનો મને જીવનમાં મોકો જ નથી મળ્યો. તેનો રંજ મને માતૃવિરહની વ્યથામાં ડુબાડી દે છે.
બેટા દેવાંગ ! આજે સાંજે શું બનાવું ? મેંદુવડા કે પાણીપુરી ?' આવી પસંદગીનો પડકાર મારી સામે ક્યારેય આવ્યો નથી.
મારો કોઈ મિત્ર જ્યારે એમ કહે કે - “આજે મારી મમ્મીએ નાસ્તો બનાવ્યો છે. મારાં મમ્મીના ચાવડા અને ચોળાફળી તો મને બહુ જ ભાવે.' ત્યારે મને વર્તાતો શૂન્યાવકાશ માત્ર હું જ જાણું છું. હું એટલે એક એવો કમનસીબ કે જેણે જીવનમાં ક્યારેય માતાના હાથની રસોઈ સમ આવા પૂરતીય ચાખી નથી.
એકવાર મારું મન ભણવામાં નહોતું લાગતું ત્યારે મારા સરે મારો ઊધડો લઈ નાખ્યો. મને કરડાકીથી કહ્યું : “કાલે તારાં મમ્મીને લઈને આવજે.” ત્યારે હું બધાની વચ્ચે ત્યાં ને ત્યાં જ ભાંગી પડેલો.
એકવાર સ્કૂલમાં બધાની નોટસ તપાસવામાં આવી. મારી અધૂરી નોટ્સ જોઈને મને આખો પીરિયડ ઊભો રાખવામાં આવ્યો. ત્યારે હું ખૂબ રડ્યો હતો. ઊભા રહેવા પડ્યું માટે નહિ પણ મારી બાજુવાળાની અધૂરી 1 , IITE T ૫૮ જ નતા
K jgsaclisus įDISSIP
નોટ્સ તેની મમ્મીએ આખી રાત જાગીને પૂરી કરી આપી હોવાની મને જાણ હતી માટે.
પરીક્ષા વખતે મારા જિગરી મિત્રને ત્યાં હું ભણવા જતો. ત્યાં તેનાં મમ્મી અમને સરસ ભણાવતાં, ત્યારે મારા જીવનનો ભરાવદાર ખાલીપો મને કેવી પીડા આપતો હશે તેનો માત્ર મને જ ખ્યાલ છે.
પરીક્ષા આપવા જતા દીકરાને દરવાજા સુધી વળાવવા જતી કોઈની મમ્મીને જોઉં ત્યારે મને આજે પણ મારો ભૂતકાળ યાદ આવી જાય છે. એક પણ પરીક્ષા વખતે હું મમ્મીને પગે લાગી નથી શક્યો. તસવીરને જ પગે લાગવાનું મારા ભાગ્યમાં કાયમ રહ્યું છે. અને થાકીને ઘરે પાછો ફરું ત્યારે ઘરની વિરાટ શૂન્યતા મને આવકારવા ઊભી હોય.
વેકેશનમાં ઘર નીચે રમતા હોઈએ ત્યારે સોસાયટીની કેટલીય બારીઓમાંથી કેટલીય મમ્મીઓ પોતપોતાના લાડકવાયાને જમવા બોલાવે ત્યારે હું મારા ઘરની ખાલી બારી સામે જોઈને સૂનમૂન થઈ જતો.
પોતાના દીકરાનું ઉપરાણું લઈને બાજુવાળાને હંફાવતી કોઈની મમ્મીને જોઉં ત્યારે, કે જમવાની થાળી હાથમાં લઈને રમતિયાળ છોકરાને જમાડવા તેની પાછળ પાછળ ફરતી કોઈની મમ્મીને જોઉં ત્યારે મારી પાસે ખાનગી ડૂસકાં સિવાય કાંઈ જ ન હોય ! - કોઈ બાળક મમ્મીને વળગી પડે તે દૃશ્ય હું જોઈ નથી શકતો. પ્રેમથી દીકરાને જમાડતી. રમાડતી કે નવડાવતી કોઈ મમ્મીને જોવાની મારામાં હિંમત પણ રહી નથી. કોઈ છોકરો પડી જાય અને તેનાં મમ્મી તેને છાનો રાખે ત્યારે તેનું રડવાનું બંધ થઈ જતું અને મારું ચાલુ થતું. કોઈ બાળકને વઢતી મમ્મીને જોઉં ત્યારે અંદરથી અવાજ ઊઠતા - “મને પણ આ રીતે વઢનાર કોઈ કેમ નથી ?'
મારા એક મિત્રની બર્થડે પાર્ટીનું આલ્બમ એકવાર જોવા લીધું, પણ આખું જોઈ નહોતો શક્યો. તેનાં મમ્મી સાથે ગેલ કરતી તેની રંગીન અને મલકતી તસવીરોએ મારા દર્દને વળી નવી દિશા આપી દીધી. મને રમાડતી મારી માતાની એકેય તસવીર પણ મારી પાસે નથી.
આજે હું થોડુંક કમાતો થયો છું ત્યારે મારા મનમાં પણ ઘણાં અરમાનો થાય છે, જે હું જાણું છું કે ક્યારેય પૂરાં થવાનાં નથી.
જ્યારે પણ પોતાની પ્યારી માતાનો હાથ પકડીને પૂજા કરવા લઈ આવતાં કોઈ યુવકને જોઉં છું ત્યારે મને પણ મનમાં ઉમળકો થાય છે કે - જો મારાં મમ્મી હોત તો !...' igsecsisus jois)
AIJIPસ પ૯]
ITATITLE -h,
,]