Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 29
________________ “બેટા ! “ભક્તામર' તું ક્યાં શીખ્યો ?” “મા તું સાધ્વીજી ભગવંત પાસે “ભકતામર' સાંભળવા જાય ત્યારે મને લઈ જતી'તી. મને સાંભળેલું બધું યાદ છે.” “સંભળાવ તો બેટા !” આખું ‘ભક્તામર' અખ્ખલિત શુદ્ધ ઉચ્ચારણપૂર્વક અને મધુર રાગે સાંભળી માં ખુશ થઈ ગઈ. યશવંતને છાતીએ લગાડી ચૂમીઓ ભરી પ્રેમ આપ્યો. માએ આ વાત નયવિજય મ.સાહેબને કહી. ગુરુદેવે બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કહ્યું કે - “સૂર્યસમાન આ તેજસ્વી બાળક જૈન ધર્મને ચારે દિશામાં પ્રકાશમાન કરશે.” હિતાકાંક્ષી માએ બેઉ બાળકોને શાસનને સમર્પિત કર્યા. કેમ કે તે એક સમકિતી મા હતી. તે બે બાળક ઉપાધ્યાયશ્રી પદ્મવિજયજી અને મહોપાધ્યાયશ્રી યશોવિજયજી. ( માતૃત્વની પ્યાસી મા. ગોચરી માટે બે સાધુ ભગવંતોને જોતાં જ દેવકીએ કહ્યું : “પધારો શ્રમણવર્ય પધારો.” ભાવપૂર્વક દેવકીએ સાધુભગવંતને ગોચરી વહોરાવી. ધર્મલાભના આશિષ આપી સાધુભગવંત ગયા. થોડી જ વારમાં ફરી બે સાધુભગવંતને આવેલા જોઈ પહેલાંની જેમ જ ભાવિવોભર બનીને ગોચરી વહોરાવી. ધર્મલાભના આશિષ આપી સાધુભગવંત ગયા. થોડી જ વારમાં ફરી એક વખત તે બે સાધુભગવંતને આવેલા જોઈ વિચારે છે કે - “નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકાનગરીમાં ગોચરી શું નહિ મળતી હોય ?” ભાવપૂર્વક ગોચરી વહોરાવીને પૂછ્યું : “ત્રીજીવાર આવવાનું કારણ શું ?” - સાધુભગવંતે કહ્યું: “અમે ત્રીજીવાર નહિ પહેલી વાર જ આવીએ છીએ. નેમનાથ પ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા અમે છ ભાઈઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી છે. અમારા બધાના ચહેરા એક જેવા જ છે.” દેવકીએ નેમનાથપ્રભુ પાસેથી તે છએ તેના જ પુત્રો છે તે વાત જાણી. આ સાંભળી દેવકી વિચારે છે - “સાત-સાત પુત્રોની પ્રસવ-પીડા સહી, પરંતુ એક પણ પુત્રને પાલન-પોષણનું સૌભાગ્ય ન મળ્યું.” સવારે કૃષ્ણ માનો ઉદાસ ચહેરો જોઈ કારણ પૂછ્યું. “કૃષ્ણ ! મારી ઇચ્છા છે કે હું એક પુત્રને જન્મ દઈ તેનું પાલનપોષણ કરું. માની ભાવનાને પૂરી કરવા કૃષ્ણ હરિર્ઝેગમેલી દેવની આરાધના કરી. દેવે ઇચ્છા પૂરી કરી. પરંતુ કહ્યું કે - “આ બાળક જુવાનવયે જ દીક્ષા લઈ મોક્ષે જશે.” યોગ્ય સમયે પુત્રરત્ન જન્મ્યો, જેનું નામ ગજસુકુમાળ રાખ્યું. લાડકોડથી મોટો કર્યો. લગ્ન પણ કરાવ્યાં. નેમનાથપ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા તેમણે દીક્ષા માટે માની અનુમતિ માંગી. માએ કહ્યું : “પુત્ર ! હવે બીજી માતા ન કરતો.” (અર્થાત્ જન્મ-મરણના ચક્રાવાથી છૂટી જજે.) આડંબરપૂર્વક પ્રભુની પાસે દીક્ષા દેવડાવી. દીક્ષાના દિવસે જ પ્રભુની અનુમતિ લઈ સ્મશાને કાઉસ્સગ્ન રહ્યા. સોમિલ સસરાએ માટીની પાળી બાંધી ખેરના અંગારા ભર્યા. તે વખતે ગજસુકુમાળ સમતા ભાવમાં રહી મુક્તિને વર્યા. અતિમક્તકમાર - એવંતાકુમાર | અઈમુત્તા મુનિ : “અંતગડ સૂત્ર બાળ મુનિરાજ અતિમુક્તકુમાર પ્રભુ મહાવીરના શાસનમાં સૌથી લધુવયમાં સંયમ અંગીકાર કરનાર એક જ અણગાર છે. અતિમુક્તની વય ભલે લધુ હોય, પણ એમનો આત્મા હિમગિરિ સમ ઉન્નત છે. કથા આ પ્રમાણે છે. પોલાસપુરના રાજા તથા રાણી શ્રીદેવીના ૮ વર્ષથી યે નાના ઉંમરવાળા - રાજકુમાર એવંતાકુમાર હતા. અતિ સુંદર અને સુકોમળ હાથ-પગવાળો એ કુમાર હતો. એક વખતે શ્રી ગૌતમસ્વામી, ભગવાનની આજ્ઞા લઈ ગોચરીએ પધાર્યા. એ સમયે એવંતાકુમાર અન્ય મિત્રો સાથે રમવા માટે ક્રિીડા સ્થાને આવ્યા અને રમત રમવા લાગ્યા. અતિમુકતકુમારે ગૌતમસ્વામીને ક્રીડાસ્થાન પાસેથી પસાર થતા જોયા. શ્રી ગૌતમસ્વામીને ઘરોમાં પ્રવેશતા તથા નીકળતા જોયા અને તેનું કારણ પૂછ્યું. igsaclisus JDISSIP K R K મન કા ૪૩ ] M I NIMENES RIG DISSISSIP

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57