Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 27
________________ ઋષભદેવે ઉપકાર કરવાના આશયથી જાણીબૂજીને માતાજી સામે મોટું કે આંખ પણ ફરકાવી નહિ, માતાને વિષાદ થયો પરંતુ અન્યત્વ ભાવ વગેરેનું ચિંતન કરતા, રાગદ્વેષનાં બંધનો દૂર થયાં. આનંદના અશ્રુથી તેમની દૃષ્ટિનાં પડળો ધોવાઈ ગયાં. તેઓ પુત્રની ઉન્નતિથી ખૂબ આનંદ પામ્યાં - ભાવથી દીક્ષિત થયાં. નિર્મળ શુક્લધ્યાન ધર્યું અને હાથીના હોદ્દા પર બિરાજમાન હોવા છતાં, ગૃહસ્થલિંગમાં જ સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. મોક્ષનું દ્વાર મરુદેવી માતાએ ખોલ્યું એમ કહેવામાં આવે છે. પ્રથમ કેવળજ્ઞાની ઋષભદેવ પ્રથમ મોક્ષગામી મરુદેવી માતા મહાકરુણાસાગર પ્રભુ માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેમની માતૃભક્તિ પ્રગટ થાય છે. માતાના ગર્ભમાં તેઓ શારીરિક હલનચલન બંધ કરે છે. માતા ત્રિશલા અપાર દુઃખ અનુભવે છે. તેઓને એ સમજાતું નથી કે ગર્ભનું હલનચલન કેમ બંધ થયું ? તેઓ અત્યંત ખિન્ન થાય છે, ખરેખર ગર્ભસ્થ શિશુનું શું થયું હશે ?” તેની એમણે અમંગળ કલ્પનાઓ કરી, કારમી વેદના અનુભવે છે. પ્રભુએ આ જોયું - જાણ્યું અને માતાને સુખી કરવા પુનઃ ફરકવાનો આરંભ કર્યો. ધન્ય છે માતા - ધન્ય પુત્ર. જ્યોતિધામ [ (૨) દેવાનંદા માતા ભગવાન મહાવીર સ્વામીના માતા દેવાનંદી. ભગવાન દશમા દેવલોકથી ચ્યવીને તેઓના ગર્ભમાં આવ્યા, અને ૮૨. રાત્રિ રહ્યા. આવેલાં ૧૪ સ્વપ્નો ૮૨ા રાત્રિ પછી ત્રિશલા માતાની દિશામાં જતાં જોયાં. તેથી દેવાનંદાને 100 ટકા ખાતરી હતી - “આ પુત્ર મારો જ છે.” જ્યારે દેવાનંદા માતા વીરનાં દર્શને ગયાં ત્યારે - વીરની આયુ ૪૨ા. વર્ષથી વધારે હતી અને દેવાનંદાની ઉંમર ૬૦ વર્ષથી પણ અધિક હતી. પરંતુ તેમનાં અંગોમાં પુત્ર માટેનો સ્નેહ વિકાસ પામ્યો. સ્તનોમાં દૂધ ઉભરાણું, કચુંકીના તાર તૂટી ગયા. આ જોઈને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછડ્યો અને ભગવાન મહાવીરે સ્પષ્ટતા કરી માતૃપ્રેમની મહત્તા દર્શાવી. (મંદાક્રાન્તા) મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં, ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં; અંધારામાં ધુતિકિરણ એકાઈ યે પામવાને, મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં. સન્તો કેરા કગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં, એકાતોના મશહૂર ધનામાર ઉઘાડી જોયા; ઊંડે ઊંડે નિજમહિં સંય તેજકણ કામવાને, વિશે વધા, પણ સજ્જ બન્ડાર મેં ખાલી જોયા ! [ (૩) ત્રિશલા માતા ] મહાવીર સ્વામી ભગવાનનાં માતા - ત્રિશલા માતા. ચક્રવર્તીના વૈભવથી કે અનુત્તર દેવતાના વૈભવથી પણ અનંતગણો ચડી જાય તેવા આત્મવૈભવ સાથે પ્રભુ ત્રિશલા માતાના ઉદરમાં પધાર્યા. ગર્ભમાં આવેલા એ પરમોત્કૃષ્ટ શિશુનો આત્મવૈભવ અનોખો હોય છે. માતા સુખદાયક સંકેતોને પામે છે. અલૌકિક અને આફ્લાદક સંકેતો પામે છે. માતા ૧૪ સ્વપ્નો નિહાળે છે અને સ્વપ્નપાઠકો પાસેથી વિગત જાણી પરમાનંદ પામે છે. ત્રિશલા માતા ઉત્તરોત્તર પ્રસન્નતા અનુભવે છે. ગર્ભનો ભાર જણાતો નથી. ક્યારેક એક પળ માટે પણ ગર્ભસ્થ શિશુ દુઃખરૂપ કે વેદનારૂપ નથી. 3૮ DJ MISS isscરહ છાણ | જગત ને આ સર્વે ગડમથલ નિહાળતાં નેણ તારાં, વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્યપીયૂષધારા; તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ, ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ; જયોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! - કરસનદાસ માણેક L igseclisis jDISISSIP , TE-IIIIIIIIIIIIIT કટ - નામ: ૩૯ |

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57