Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 26
________________ અહીં ‘ૐ' અને ‘મૈયા' બે શબ્દોને અલગ અલગ રાખવામાં આવ્યા નથી, પણ એકબીજાથી સંકળાયેલા રખાયા છે એ બંનેને જોડનારું ‘’ શબ્દની પાછળની રેખા પૂંછડીની જેમ ‘ૐ’ નિશાન છે. એ બંને શબ્દો મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે - * ૐ મૈયા એટલે વિશ્વની માતા * ૐ મૈયા એટલે વિશ્વપ્રતિ વત્સલતા * ૐ મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા * ૐ મૈયા એટલે વિશ્વની મહાનિયામિકા શક્તિ * ૐ મૈયા એટલે પંચપરમેષ્ઠિની પ્રવચન માતા * ૐ મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ * ૐ મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપ ઈશ્વર ત્રયથી કર્તૃત્વ શક્તિ રૂપ જગદંબા * ૐ મૈયા એટલે જગતની પ્રેરક શક્તિ. આ બધા ધર્મો, બધાં દર્શનો અને બધી વિચારધારાનો સમન્વય મૈયામાં જ થતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી. ૐ મૈયા એટલે વિશ્વ વાત્સલ્યનો બીજ મંત્ર. જેનું સ્મરણ જીવમાત્ર પ્રત્યે પવિત્ર મૈત્રીભાવ પ્રગટાવનારું બને છે. તારાઓ આકાશની કવિતા છે માતા પૃથ્વીની કવિતા છે. • માતૃત્વ એક કીમિયો છે. ક્વીરનું કંચન અને પોખરાજનો હીરો કરવાની એનામાં શક્તિ છે. ૩૬ અન • આરાધનામાં સ્મરું રૂપ બાનું ! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું. • ‘માતા' શબ્દ નથી પણ શબ્દ તીર્થ છે માની મમતાનું એક બુંદ અમૃત સાગરથી પણ મોટું અને મધુર છે. · તેં જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે માતા-પિતા તારી પાસે હતાં. માતા-પિતા છેલ્લો શ્વાસ લે, ત્યારે તું એમની પાસે રહેજે. • gk pi>ID ત્રિષષ્ઠિ લાખા મહાપુરુષોની માતા (૧) મરુદેવી માતા ભગવાન ઋષભદેવનાં માતા. પુત્ર ઋષભદેવે દીક્ષા લઈને વિહાર કર્યો. પુત્રના પુનરાગમનની માતાએ ખૂબ રાહ જોઈ - ૧,૦૦૦ વર્ષ જેટલો લાંબો કાળ રાહ જોઈ, પરંતુ પુત્રનું પુનરાગમન થયું નહિ. પોતાનો દીકરો ખૂબ લાડકોડમાં ઉછર્યો છે અને તેણે તો અનેક પ્રકારનાં સુખ અને સાહ્યબી ભોગવી છે. હાથી-ઘોડા વગેરે ઉપર સવારી કરી છે અને મનગમતાં ભોજન લીધાં છે. ભૂતકાળની એની અનેકવિધ સુખ સામગ્રી માતાને યાદ આવે છે. વર્તમાનમાં તે ભિક્ષા માગી ભોજન કરે છે. ઉઘાડા પગે વિહાર અને એવી બીજી સાધુજીવનની કઠોર સાધના એ શી રીતે કરતો હશે ? દુઃખને તે શી રીતે સહન કરતો હશે ?' આવા અનેક વિચારો કરી, માતૃહૃદય રડતું હતું અને લાંબા સમયના પુત્રના વિરહથી કલ્પાંત કરતાં તેમની આંખમાં પડળ આવી ગયાં હતાં. એક દિવસ પ્રાતઃકાળે વિનયી પૌત્ર ભરત ચક્રવર્તી દાદીને વંદન કરવા આવ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. મરુદેવી માતાએ પુત્રના વિયોગની, પુત્રને સંયમજીવનમાં સહેવા પડતાં અનેક કષ્ટોની વાત કરી. હવે શું પોતે ફરીથી દીકરાનું મોં પણ નહિ જોઈ શકે ?' એવી વેદના વ્યક્ત કરી. ભરત ચક્રવર્તીએ દાદીમાને આશ્વાસન આપતાં કહ્યું : “તમારા દીકરાની કશી ચિંતા ન કરો, તેઓ તો જગતના નાથ થયા છે કેવળજ્ઞાન પામ્યા છે. કર્મરૂપી શત્રુઓનો નાશ કરી શક્યા છે. તમારે તેમની પ્રગતિ જોવી હોય તો ચાલો આપણે જઈએ ?’ મરુદેવી માતાએ પુત્રને વહેલામાં વહેલી પળે મળવાનો વિચાર વ્યક્ત કર્યો અને પૌત્ર ભરતે હાથીની અંબાડી પર દાદીમાને બેસાડી ભગવાન ઋષભદેવનાં દર્શને જવા માટે દોટ મૂકી. ભગવાન અયોધ્યા પધાર્યા હતા. પૌત્ર ભરતે કહ્યું : “આ નગરનું આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રચ્યું છે. તેમનાં દર્શનથી હર્ષિત થયેલા દેવો આનંદનો જયઘોષ કરે છે.’ [igid pl>IP 36

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57