________________
[ વાગ્મિતા, કલા અને વિધાની દેવીમા શારદા-સરસ્વતી,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે, અથવા ચોર ચોરી કરી જાય છે.” આમ માતા લક્ષ્મી ધનને શુભ કાર્યમાં વાપરવાનો સંકેત આપે છે.
પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પાપકર્મ કરાવીને જતી રહે. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી પુણ્ય કર્મ કરાવીને વધતી રહે છે. જ્યાં મન, વચન અને કાયાથી ચોરી ન હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.
“લક્ષ્મી ચંચળ છે'ની સાથે જ્ઞાનીઓએ નિષ્કામ કર્મયોગની વાત કહી છે જેમાં પુરુષાર્થ અભિપ્રેત છે. તેની પાછળ ઉધામા કે દોડધામ કરવાથી નહિ, પરંતુ પુણ્યના ઉદયથી લક્ષ્મીની સહજ પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ કરતાં તો અશુભ કર્મના યોગે આપણી સંપત્તિ જતી રહે તે સમયે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે સમભાવ કેળવીએ તે સમ્યક પુરુષાર્થ કર્યો કહેવાય.
પૂર્વના પુણ્યોદયે સંપત્તિ તો મળી, પરંતુ આપણે તે સંપત્તિ ભોગવી ન શકીએ અને બીજાને ભોગવવા પણ ન દઈએ, આવું પૂર્વે બાંધેલાં અંતરાય કર્મને કારણે થાય છે. પરંતુ જ્યારે એ અંતરાય કર્મ તૂટે અને સંપત્તિનો સદુપયોગ કરીએ ત્યારે તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે.
મહારાજા જનક, કુબેરજી, ધન્ના, શાલીભદ્ર, કૈવન્ના શેઠ અને આનંદશ્રાવક જેવા મહાપુરુષોને લક્ષમી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો અંતરંગ ત્યાગ દ્વારા આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મીપૂજન વેળાએ “મને ન્યાય સંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે.
લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે.
જ્યારે આપણી લક્ષ્મીમાં આપણે દિવ્યતાનાં દર્શન કરીશું ત્યારે “મા” લક્ષ્મી આપણને વૈભવનું વરદાન પ્રદાન કરશે અને સાચા ત્યાગનો એ વૈભવ આપણી ભવ પરંપરા ટૂંકાવી આત્મ તેજને ઉજાગર કરશે.
વાણી અને વિદ્યા મા સરસ્વતીનું વરદાન છે.
જે જીભ પર ‘મા’ સરસ્વતીનો વાસ હોય, તે વાણી પવિત્ર પ્રવચન, પ્રબુદ્ધ વચન બની જાય અને જે કલમ પર મા સરસ્વતીનો વાસ હોય અને જે સર્જન થાય તે દિવ્યસર્જન બની જાય.
વાણી અને કલમ એ બંનેમાં એટલી તાકાત છે કે તે સલ્તનતને ઉથલાવી શકે. સમગ્ર રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય ક્રાંતિ સર્જી શકે.
મા સરસ્વતીનાં આ પવિત્ર શસ્ત્રો - સાધનો દુર્જનના હાથમાં જાય તો વિનાશ સર્જી શકે અને સજ્જનના હાથમાં જાય તો સ્વ-પર કલ્યાણકારી બની શકે.
મા સરસ્વતી કલા અને સ્વર કંઠની દેવી છે. કલાસાધના અને સ્વરસાધનાની શરૂઆત મા સરસ્વતીને વંદન કરી કરવાથી સફળતા મળે છે.
મા સરસ્વતીની કૃપાથી વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યા દ્વારા વ્યાવહારિક જ્ઞાન મળે છે. જે જીવનવ્યવહાર અને આજીવિકા માટે ઉપયોગી છે.
મેળવેલી વિદ્યાનો વિવેકપૂર્વક સદુપયોગ કરવાથી મા સરસ્વતી પ્રસન્ન થાય છે. તબીબી વિદ્યાને ભણી કોઈ એક વ્યકિત ડૉક્ટર બને, લોકો પાસેથી વિવેકહીન રીતે મોટી ફી વસૂલ કરે, દર્દીના આરોગ્ય કરતાં પોતાની કમાણીમાં વધુ રસ હોય, ગરીબો પ્રત્યે બિલકુલ અનુકંપા ભાવ ન હોય, ખૂબ પૈસા કમાઈ ભવ્ય હૉસ્પિટલ, બંગલો અને ગાડી ખરીદે. આ સંપત્તિ વિદ્યાની માત્ર ભવ્યતાનું પ્રદર્શન કરે છે. જ્યારે બીજી એક વ્યક્તિ ડૉક્ટર બની લોકો પાસેથી વાજબી ફી લઈ સારવાર કરે, દર્દીના આરોગ્યને મહત્ત્વ આપે, ફીને ગૌણ ગણે, ડૉક્ટર વ્યવસાયમાં સેવાની પવિત્ર ભાવનાને સ્થાન આપી અનુકંપા ભાવથી સારવાર કરે તે ભાવના વિદ્યાની દિવ્યતાના દર્શન કરાવે છે. મા સરસ્વતી, વિદ્યાની ભવ્યતા નહિ પણ વિદ્યાની દિવ્યતાનું દર્શન કરાવનારને વરદાન આપે છે.
વિદ્યાની સાધનામાં આગળ વધી કોઈ વૈજ્ઞાનિક બને, એવી શોધો કરી પોતે પૈસા કમાઈ વિનાશ વેર્યો, હિંસક હથિયારોની શોધ કરી, તો એ વિદ્યાનો દુરુપયોગ થયો. વિદ્યાપ્રાપ્તિ દ્વારા માનવજાતને કલ્યાણકારી શોધો, જીવમાત્રનું કલ્યાણ કરનારી શોધો એ વિદ્યાનો સદુપયોગ છે.
‘મા’ સરસ્વતી જ્ઞાનની દેવી છે. વ્યાવહારિક જ્ઞાન કે ડિગ્રીઓ આ ભવમાં સુખસમૃદ્ધિ આપવા ઉપકારક નીવડી શકે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન તો ભવપરંપરા સુધારી શકે. igstclis jolis)
ATTU *
૩૩]
પરથમ પરણામ મારા મારાં માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતનજી ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઉઘાડ્યા અમને,
કાયાના કીધેલા જતનજી
LILIRLARLA
જવા
LESS
| 3ર
K
i gselisks bus)P