________________
જો સાધુ હોય તો અલગ અલગ ઘરેથી આહારના પદાર્થો ભિક્ષામાં થોડા થોડા લે છે, જેથી કોઈ એક વ્યક્તિને વધુ ભાર ન પડે, ગૌચરમાં ગાય ચરે ત્યારે ઉપર ઉપરથી થોડું ઘાસ ખાય છે. એક સાથે મૂળ સહિત ઘાસ ઉખેડીને નથી ખાતી, જેથી ત્યાં જ ફરીથી ઘાસ ઊગી શકે. માટે જ જૈનસાધુઓ આહાર માટે ભિક્ષા લે છે તેને “ગોચરી' કહે છે.
(બ) ગ્રહણ એષણા : જેમ આહાર ગ્રહણ કર્યા પહેલાં આહારની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે છે, તેમ આહાર ગ્રહણ કરતા સમયે પણ આહારની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે છે.
(ક) પરિભોગેષણા સમિતિ : ભોજન વાપરતી વખતે “આ ભોજન સારું છે - નરસું છે' એવું કહેવું નહિ. એટલે ભોજનના વખાણ પણ ન કરવા અને નિંદા - વખોડવું પણ નહિ. આહારના રસ અને સ્વાદના વારંવાર વખાણ કરવાથી રસ આસક્તિ અને રાગદ્વેષ બંનેમાં વધારો થાય છે. આહારનો ત્યાગ કરનાર તો તપસ્વી કહેવાય જ, પરંતુ જેણે આહારના સ્વાદનો ત્યાગ કર્યો છે, તે પણ મોટો તપસ્વી છે. “જેણે સ્વાદ જીત્યો તેણે જગત જીત્યું” એમ જ્ઞાનીઓ કહે છે.
એષણા માતા કહે છે : “તારા આત્માનો ગુણ તો અણઆહારક છે, તો તારે આહારની શી જરૂર ? માટે હે બેટા ! “તારે આહાર સંજ્ઞા જીતીને આત્માને અણઆહારક ગુણ પ્રગટાવવાનો છે, માટે તું રસાસ્વાદમાં ખોવાઈ ન જતાં તારા ભાવમાં સ્થિર રહેજે.
૪. આદાન નિક્ષેપણ સમિતિ આદાન એટલે “લેવું નિક્ષેપ એટલે મૂકવું. સાધકે બધાં જ ઉપકરણો જયણા, જતના એટલે કે સાવચેતીપૂર્વક લેવા અને મૂકવા જોઈએ માટે આ માતા કહે છે કે – “કોઈપણ વસ્તુ જ્યાં ત્યાં ન મૂકો, વ્યવસ્થિત રાખો. યોગ્ય જગ્યાએ વસ્તુ મૂકવાથી પાછી તરત મળે. વસ્તુ શોધવામાં વિના કારણ સમય ન બગડે અને કંકાસ ન થાય. વળી આર્ત અને રૌદ્રધ્યાનથી પણ બચી શકાય છે. માટે મમત્વરહિત થઈને વિવેકપૂર્વક વસ્તુ લેવી, મૂકવી અને વાપરવી, તે આ માતાની પવિત્ર શીખ છે.
૫. પરિઠાવણિયા સમિતિ જે વસ્તુ જરૂરી નથી, જે પદાર્થો પુગલો નકામા થઈ ગયા છે, તેને વિવેક અને જતનાપૂર્વક પરઠવા જોઈએ, એટલે નિકાલ કરવો જોઈએ. એક દિવસ આ દેહનો પણ નિકાલ કરવો પડશે. એટલે એક દિવસ આ શરીરને LILLILA
L U LA આર. igschhe baછા
.... ... ૨૮
.. જ નક
|
પણ વોસિરાવી દઈને સંથારો (સમાધિમરણ) કરવાનો છે. આ છઠ્ઠી માતા કહે છે : “હે વત્સ ! પરપદાર્થોના મમત્વથી દૂર રહેજે, તો તને અવશ્ય મોક્ષ માર્ગ મળશે.”
| ૬. મનગુપ્તિ આપણને પૂર્વના પુણ્યોદયથી મન મળ્યું છે, માટે આ મનમાં સારા વિચારો કરવાં અને ખરાબ વિચારો છોડવા, એનો દુરુપયોગ ન કરવો.
મનમાં રામ, ને મનમાં રાવણ,
રામને સીંચો” સત્તર અક્ષરની આ નાનકડી “હાઈકુ' કવિતામાં સુંદર વાત કહેવાઈ છે.
સામાન્ય રીતે માનવીના મનમાં દુષ્ટ અને અશુભ ભાવની એક અને સાત્ત્વિક અને શુભ ભાવની બીજી એમ બે વિચારધારા નિરંતર પ્રવાહિત થતી હોય છે. જાણે બે વેલ પાંગરી રહી છે, પરંતુ આપણે તો સાત્ત્વિક વિચાર વેલને શુભચિંતન જળનું સિંચન કરીને ઉછેરવાની છે.
[ ૭. વચનગુપ્તિ ] બહુ બોલવું નહિ શક્ય એટલું મૌન રહેવું અને બોલવું જ પડે તો હિતમિતને પ્રિય બોલવું.
[ ૮. કાયગતિ ] જેનાથી પાપકર્મો બંધાય તેવાં કાર્યોથી અટકવું. કાયાથી કોઈપણ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક શાંતિથી કરવી.
કાયગુપ્તિમાં કાયાના હલનચલનમાં વિવેક અને જયણા રાખવાની વાત અભિપ્રેત છે. આપણી કાયાથી કોઈપણ જીવને નુકસાન ન થાય અશાતના કે દુઃખ ન થાય તેની સાવધાની રાખવાની છે. અહીં સૂક્ષ્મ અહિંસા નિવારવાની વાત અભિપ્રેત છે.
મનોગુપ્તિ માટે ધ્યાન, વચનગુપ્તિ માટે મૌન અને કાયગુપ્તિ માટે કાયોત્સર્ગ ઉપયોગી છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન અને આચરણ સાધક જીવનમાં આગળ વધવામાં ખૂબ જ સહાયક બને છે.
TAM
૨૯ ] [ jgcરાહ viewા રાજમાં !