________________
અધ્યાત્મ જગતના સાધકોની શ્રેષ્ઠ આઠ માતાઓ
સાધકની જીવનચર્યા કઈ રીતની હોવી જોઈએ ? સાધક કઈ રીતે પોતાનો જીવન-વ્યવહાર કરે તો તે દોષમાંથી બચે અને સંયમ સાધનામાં આગળ વધી શકે આ માટે સાધકે અષ્ટપ્રવચન માતાના ખોળે બેસવું પડે.
પ્રવચન એટલે સંપૂર્ણ દોષ રહિત અત્યંત શ્રેષ્ઠ વચન. કેવળજ્ઞાની, તીર્થંકરનું વચન પ્રવચન કહેવાય. આ પ્રવચન એટલે આગમવાણી. સંયમી સાધકો માટે એના જીવનની રક્ષા કરનાર આઠ પ્રકારની માતાઓ આગમ-શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે.
આ અષ્ટપ્રવચન માતા સાધકના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી છે. આ માતાઓ સંયમી જીવોનું રક્ષણ કરી તેના આત્માને વિશુદ્ધ બનાવે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે.
સંયમી સાધક આત્મા જ્યારે સંસારની મોહ-માયા, સ્વજનો, સંબંધો, પરિગ્રહ વગેરે છોડી દે છે. સંન્યસ્ત જીવન જીવવા સંયમ સાધનામાં આગળ વધવા તે ત્યાગને માર્ગે જાય છે જે એક માતાનો ખોળો છોડે તેને આઠ માતા મળે છે. આ આઠ માતાના નામ આ પ્રમાણે છે :
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : (૧) ઇર્યા સમિતિ (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન નિક્ષેપણા (૫) પરિઠાવણિયા સમિતિ (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ
સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક જીવદયા લક્ષે જે પ્રવૃત્તિ થાય તેને ‘સમિતિ’ કહેવાય.
‘ગુપ્તિ’ એટલે ગોપવવું. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને ગોપવવી, રોકવી. ગુપ્તિ એટલે નિવૃત્તિ. બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી તે ગુપ્તિ. કોઈપણ સાધક પોતાના જીવનમાં ગુપ્તિ અને સમિતિનું પાલન કરે તો તેનો અધ્યાત્મ વિકાસ થયા વિના રહેતો નથી.
૧. ઇર્યા સમિતિ
સ્વ-પર ક્લેશ ન થાય એવી રીતે યત્નાપૂર્વક - જયણાપૂર્વક (પૂર્ણ જાગૃતિ અને વિવેક સાથે) ગતિ કરવી. કોઈ જીવને આઘાત, ત્રાસ કે તકલીફ ન થાય તેની કાળજી લેવી. ઇર્યા માતા કહે છે કે - “હે બેટા ! તું આ સંસારમાં ક્યાં દોડે છે ? અહીંયાં તારું કોઈ છે જ નહિ અને કાંઈ મળવાનું પણ નથી. માટે તારી આંધળી દોડને અટકાવી શાંતિથી ચાલજે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ gk pi>ID
૨૬
ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને ત્રસકાયના જીવ એમ છ કાયના જીવોની દયા પાળી સાડા ત્રણ હાથ જમીન દિવસે જોઈ અને રાત્રે પોંજીને (મૃદુતાથી વાળી સાફ કરીને) શાંતિથી ચાલજે.
તમામ જીવો સાથે મૈત્રી કેળવવા જીવ દયા પાળવા જ્ઞાનીઓ કહે છે - નીચું જોઈ ચાલતા, ત્રણ લાભ મોટા થાય
કાંટો ટળે, દયા પળે, પગ પણ નવ ખરડાય
નીચું જોઈને ચાલવાથી ત્રણ મોટા લાભ થાય - કાંટો વાગતો નથી, જીવોની હિંસા અટકે છે અને આપણો પગ પણ ખરડાતો નથી. આમ ઇર્યા સમિતિ પાળવાથી વિશેષ લાભ થાય છે.
‘મનસ્મૃતિ’માં એક સુંદર શ્લોક આવે છે
दष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं जलं पिबेत् । सत्यपूत वदेद वषयं मनः पूतं समाच रेत ॥
અર્થાત્ દૃષ્ટિથી પવિત્ર કરેલી જગ્યા જોઈને પગ મૂકવો, વસ્ત્રથી પવિત્ર કરેલ પાણી (ગાળેલ પાણી) પીવું, સત્યથી પવિત્ર વાક્ય બોલવું તથા મનથી પવિત્ર આચરણ કરવું જોઈએ.
આ શ્લોકમાં ઇર્યા સમિતિ, એષણા સમિતિ (ગ્રહણ એષણા) ભાષા સમિતિ, વચનગુપ્તિ અને મનગુપ્તિ વાતની પુષ્ટિ કરી છે.
૨. ભાષા સમિતિ
પાપ રહિત નિર્વદ્ય વચન બોલવું. સત્ય એટલે બીજાને હિતકારી, સંદેહ રહિત પરિમિત વચન બોલવું તેને ‘ભાષા સમિતિ’ કહેવાય છે.
ભાષા માતા સમજાવે છે કે - “હે બેટા ! બોલવું તે તારો સ્વભાવ નથી, તારા આત્માનો ગુણ તો અભાષક છે. છતાં બોલવું પડે તો, કર્કશકારી, ક્લેશકારી, છેદકારી, ભેદકારી, પરજીવને પીડાકારી, વેરકારી, સાવદ્યકારી, નિશ્ચયકારી એ આઠ પ્રકારની ભાષા બોલીશ નહિ.” જ્ઞાનીઓએ હિત, મિત ને પ્રિય બોલવાને વાણીનું તપ કહ્યું છે. અહીં ‘પ્રિય’ એટલે વિવેકયુક્ત સત્ય અને કલ્યાણકારી વચન એમ સમજવાનું છે.
૩. એષણા સમિતિ
એષણાના ત્રણ પ્રકાર છે -
(અ) ગવેષણા : આહાર ગ્રહણ કર્યા પહેલાં તેની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે.
jyed plasID
૨૦