________________
આ અષ્ટપ્રવચન માતા સાધુજીવનનો પ્રાણ છે. માટે સાધનામાં આગળ વધનાર સૌ કોઈ સાધક માટે અષ્ટપ્રવચન માતા કલ્યાણકારી છે.
જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે, તેમ આ આઠ વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હોવાથી જિનેશ્વરોએ તેમને શ્રમણની માતાઓ તરીકે કહેલી છે. આ અષ્ટપ્રવચન માતાનું આચરણ કરતાં ઉપયોગ રાખવો જોઈએ. ઉપયોગ એટલે સાવધાની આપણે જે વખતે જે કાર્ય કરતાં હોઈએ તેમાં જ લીન રહેવું જોઈએ. ‘જૈનદર્શન' કહે છે ઃ “ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ.”
જીવનમાં જે કાંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપની નિવૃત્તિ કે પ્રવૃત્તિમાં જાગૃતિ સાથે આ આઠેય માતાનું સતત સ્મરણ રાખવાથી એ કોઈ ને કોઈ તરફ નિયંત્રણ રાખનારી શક્તિ બની રહે છે. આ અષ્ટપ્રવચન માતાને ખોળે જનાર સાધકને સંયમ સુરક્ષાનું એક અણમોલ વરદાન મળી જાય છે.
મા મારા હોઠ પરની દૂધિયા ગંધ, આજે પણ તારી છાતીમાં અબંધ.
30
•
ભોળી માતા, તુજને ક્દીયે ના શું ઓછું આવ્યું, સંતાનોનું જતન કરતાં આયખું તેં વિતાવ્યું.
ધોમ ધોમ વૈશખી લૂ ઝરતાં રણમાં એક લીલી વનરાઈ મારી મા.
લાખ લાખ પરબોથી છીપવી શકાય ન એવી તરસ મને લાગી ખોબે ખોબે માના વ્હાલ પીવાની મને ઓચિંતી ઝંખના જાગી
મા, તને મેં ઝંખી છે પ્રખર સહરાની તરસથી
ભર રે ઉનાળે મારા હૈયાની અંદર ધોધમાર ચોમાસું બેઠું સદ્ગત થયેલી મારી માવડીનું વ્હાલ આજ આળસ મરડીને થયું બેઠું
હાલરડું એટલે ‘મા' નામના પ્રદેશનું રાષ્ટ્રગીત
મુખ દીઠે દુ:ખ મટે, હેત પસારે હાથ,
અમી ઝરતી આંખડી, ઇ મંગળમૂર્તિ માત. મોટું તીરથ માવતરનું ઇ છે જનમના ઝાડ, ગુણ ભૂલ મા તું ગાંડિયા, એનો બનજે તું આધાર
økws pl>>IP
ન્યાય સંપન્ન વૈભવ અને દાનથી મા લક્ષ્મીનું વરદાન
માનવજીવનમાં મા લક્ષ્મીનું સ્થાન અનન્ય છે. જીવનવ્યવહાર માટે લક્ષ્મીની ઉપયોગિતા અને અનિવાર્યતા સ્વીકારાયેલી છે.
માનવીને મા લક્ષ્મીનું વરદાન ક્યારે મળે ? લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ? મહાત્મા ભર્તૃહરિએ કહ્યું છે કે - “લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે.
પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરઘરમાં રાખી શકાય નહિ. આથી આ ત્રણમાંથી કોઈપણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતા આત્માઓ લક્ષ્મીના પરિગ્રહ કરતાં તેના ત્યાગમાં જ સ્વ-પરનું કલ્યાણ સમજે છે.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભોગ, ચોરી અને દાન. ભોગોપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય. ચોરી, લૂંટ, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાય સંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસભાવપૂર્વક દાન દેવાથી લક્ષ્મી, મહાલક્ષ્મી બને છે.
लक्ष्मी वायादाश्यत्वारः धर्म रांगाग्नि- तस्कराः । ज्येष्ठ पुत्रायमाने ने, त्रय कुटयंति बांधवा ॥ લક્ષ્મીના ચાર પુત્ર છે - ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જો લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે.
લક્ષ્મીના પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ આચરણ કરે ત્યારે, ધર્મપુરુષના કહેવાયેલાં વચનોનો અનાદાર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ, હિંસા, અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે ત્યારે.
બીજા શબ્દોમાં કહીએ તો પરોપકાર દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી, પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે મા લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો કોપાયમાન થાય છે.
કવિએ આ શ્લોકમાં રાજા, ચોર અને અગ્નિના રૂપક દ્વારા સમજાવ્યું છે કે - “આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા (સરકાર કરવેરા દ્વારા) લઈ લે છે.
[ jgic josit ID
૩૧