________________
(ધર્મપુરુષોની જનેતા
[ અરણિક મુનિ ) ભગવાનની વાણી સાંભળી અરણિકનાં માતા અને પિતાએ દીક્ષા લીધી અને પિતા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળમુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક કારણ મોહને વશ બનીને પિતામુનિ કરે છે. પિતા જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ જ વ્યાવહારિક કામ ન કરવા દીધું. કાળે કરીને પિતામુનિ કાળધર્મ પામ્યા. - પિતામુનિ કાળધર્મ પામ્યા પછી અરણિક મુનિને બીજા મુનિઓની સાથે ભિક્ષા વગેરે કામગીરી પણ કરવી પડે છે. એક દિવસ ગોચરી વહોરી લાવવા માટે ભરબપોરે તેઓ બીજા મુનિની સાથે નીકળ્યા.
ઉનાળાનો તડકો, ઉનાળાના ધોમ તાપમાં, ઉઘાડે પગે ચાલતા અરણિક મુનિને ખૂબ અસાતા થવા લાગી, પગ અને શરીરને તાપ લાગવા માંડ્યો. થોડોક વિસામો લેવા માટે એક મકાનના ગોખ નીચે ઊભા રહ્યા. બરાબર એ સમયે સામેના ગોખમાં ઊભેલી એક શ્રીમંત માનુનીએ આ મુનિને જોયા.
આકર્ષક અને મદમસ્ત મુનિની કાયા પર એ નારી મોહી પડી. દાસીને બોલાવી, સામેના ગોખની નીચે ઊભા રહેલા મુનિને પોતાના ઘેર લાવવાનું કહ્યું. મુનિ આવ્યા. માનુનીએ ધોમ તડકે તપેલા મુનિને મોદકનું ભોજન કરાવ્યું અને આવી યુવાન વયે ભટકવા અને દુઃખી થવાનું છોડી દઈ, આ આવાસમાં રહેવાનું અને ભોગો ભોગવવાનું કહ્યું. મુનિ મોહમાં ફસાઈ ગયા. દીક્ષાનું મહાવ્રત ત્યજી સંસારના ભોગ ભોગવવા રોકાઈ ગયા. આ રીતે ભોગ ભોગવતા સારો એવો સમય પસાર થઈ ગયો.
દીક્ષા લીધેલ સાધ્વી માતાને અરણિક મુનિના સમાચાર મળ્યા કે - “તેઓ ચારિત્ર છોડી ક્યાંક ચાલ્યા ગયા છે.' આ હકીકત જાણી માતા ખૂબ દુઃખી થયાં. માતાજીથી આ આઘાત સહન ન થયો અને અરણિક મુનિને શોધવા માટેનો નિર્ણય કર્યો. અરણિકની શોધ એ જ જાણે કે એમના જીવનનું મુખ્ય કર્તવ્ય બની ગયું. રસ્તા વચ્ચે ઊભા રહીને બૂમો પાડે : “મારો અરણિક
ક્યાં ગયો ? અરે, અરણિક તું ક્યાં છે ? અરે, મને કોઈ મારો અરણિક શોધી આપો. અરેરે ! તને કોણે દીક્ષામાંથી સંસારમાં ધકેલ્યો ?” ઘણા લોકો એને ગાંડી સમજી હોહા કરે છે, પાછળ પડીને પજવે છે. [ ४०प्रमाणगापार
X X įgstclicks DISSIP
અરણિકની શોધમાં ભટકી રહેલાં માતાજી એક દિવસ અરણિક જે નગરમાં રહે છે ત્યાં પહોંચી છે. પોતાના નિવાસના ગોખમાંથી માતાજીને જુએ છે, ઓળખી જાય છે. “મારી માતાજીની આવી દશા ? કોના માટે ! મારા માટે !' માતાની દુઃખભરી ચીસો તેમનાથી સહન થતી નથી અને ગોખમાંથી ઊતરી રસ્તા પર માતા પાસે પહોંચે છે. માને પગે પડે છે.
માતા ઠપકો આપે છે અને કહે છે : “તેં આ શું કર્યું ? દીક્ષાનો ત્યાગ કર્યો ? મારી કૂખ લજાવી ? તું ક્યાં જઈને બેઠો ?”
અરણિક કહે છે : “માતાજી, મને માફ કરો, દુષ્કર, દુષ્કર - હું સંયમ પાળી શકું તેમ નથી.”
માતાજી સમજાવે છે કે - “સંયમ વિના ભવભ્રમણમાંથી કોઈ જ છોડાવી શકે તેમ નથી. સંસાર તરવાનો ભગવાને દર્શાવેલો આ ઉત્તમ માર્ગ છે અને એ માર્ગે જ તારું કલ્યાણ થશે. મારી તો એક જ ઇચ્છા છે અને મારા આશીર્વાદ પણ છે કે તું ફરીથી સંયમજીવન જીવવા લાગી જા.”
માની વિનંતીનો એક શરતે અરણિક સ્વીકાર કરે છે કે - “સંયમ લઈ તે તરત જ અનશનવ્રત ધારણ કરશે.”
માતા અરણિકની એ શરત સ્વીકારે છે. તેઓ કહે છે : “તું પ્રાણ ત્યાગે એ માન્ય છે, પણ સંસાર ભોગવી તારો આત્મા ભવોભવ નીચ ગતિમાં રખડ્યા કરે એ મારાથી સહી શકાતું નથી.”
સાધ્વી માતાની એ સલાહ સ્વીકારી અરણિક ફરીથી દીક્ષા લે છે અને એ જ દિવસે અનશન લઈ, ધગધગતી શિલા પર સૂઈ જઈ શરીર બાળી નાખે છે. કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવે છે.
માતાને પુત્રના આ અનશન વ્રત અને મોક્ષના સમાચારથી અપાર હર્ષ થાય છે. પુત્રને દુર્ગતિમાંથી બચાવ્યાનો આનંદ તેઓ અનુભવે છે. ધન્ય છે આવો બોધ આપી, સંસાર તરવા માટેનું ઉત્તમ કાર્ય કરનાર માતાને.
( મહોપાધ્યાયશ્રી યશોવિજયજી “મા, તું ત્રણ દિવસથી કેમ કશું ખાતી નથી ? તને શું થયું છે ?” “બેટા ! હું મારા નિયમનું પાલન કરું છું.” “એવો કયો તને નિયમ છે ?'
“બેટા ! જ્યાં સુધી “ભક્તામર સ્તોત્ર' ન સાંભળું, ત્યાં સુધી પાણી પણ નહિ પીવાનું.”
“હું “ભક્તામર' સંભળાવું તો ચાલે કે નહિ ?”
ITTTTTTT
૪૧ |