Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 25
________________ | ૐ મેયા: વિશ્વવાત્સલ્યનો બીજમંત્રા સતુગુરુ કે સતુશાસ્ત્ર દ્વારા આ જ્ઞાન મળે છે. જ્ઞાન અંતરની જડતા દૂર કરી અજ્ઞાનના અંધારા ઉલેચી પ્રકાશ પ્રગટાવે છે. જીવનમાં શું સ્વીકારવા જેવું છે અને શું છોડવા જેવું છે તેની સાચી સમજણ જ્ઞાન આપે છે. જ્ઞાનનું અજીર્ણ થાય તો પોતાની જાત માટે અહંકાર અને અન્ય માટે તિરસ્કાર ભાવ આવે અને એ પચે તો જ્ઞાનીના મનમાં વિચારધારા ચાલે કે જ્ઞાન તો સમુદ્ર જેટલું વિશાળ છે, અને હું તો માત્ર આચમન જેટલું પણ મેળવી શક્યો નથી. જ્ઞાન જીવનમાં ઠરતું જાય તેમ તેમ વધુ ને વધુ પોતાની અજ્ઞાનતાનું ભાન કરાવશે. વર્ષોથી જ્ઞાન ઓળખવા આપણે મથામણ કરીએ છીએ, પરંતુ આપણું અજ્ઞાન ઓળખવાનો પુરુષાર્થ આપણા જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર કરી દેશે. - જ્ઞાનનું આચરણમાં પરિવર્તન થાય તે જ જ્ઞાનની ફળશ્રુતિ. જ્ઞાન સહિતની ક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. જ્ઞાનીઓએ આત્મોદ્ધાર માટે જ્ઞાન અને ક્રિયાના સમન્વયને મહત્ત્વ આપ્યું છે. જ્ઞાન એ આંખ છે, ક્રિયા એ પાંખ છે. જ્ઞાનપ્રાપ્તિની સાધના માટે, જ્ઞાનીનો વિનય, જ્ઞાનનાં ઉપકરણો અને જ્ઞાનના ગ્રંથોનું બહુમાન જરૂરી છે. અન્યને જ્ઞાનપ્રાપ્તિ માટે સહાયક બનવું કોઈપણને જ્ઞાનપ્રાપ્તિ થતી હોય તેમાં વિરાધક કે અંતરાયરૂપ કદી ન બનવું. સદગુરુની પ્રાપ્તિ અને સતુશાસ્ત્રોના લાભ માટેની ઉપાસના લાભપંચમીને જ્ઞાનપંચમી બનાવી દેશે. સદગુરુની કૃપાથી મળેલી જ્ઞાનની એક ચિનગારી પર ચિંતન કરતા કરતા સહસ્ત્ર સૂર્ય જેવું દેદીપ્યમાન દિવ્યજ્ઞાન પ્રગટશે. જ્ઞાનની આરાધના વખતે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે - મારી અવિદ્યાનો નાશ કરી મારામાં તત્ત્વ દૃષ્ટિનું અંજન કરો, શુદ્ધિપૂર્વકની બુદ્ધિનો મને વૈભવ પ્રાપ્ત થાય, એકાંત દેષ્ટિના અંધાપામાંથી મને અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થાય. ભ્રાંતિના વિષયવૃક્ષોયુક્ત ઘટાટોપ જંગલમાં હું ભૂલો પડ્યો છું, મને સમ્યકજ્ઞાનના રાજમાર્ગ પ્રતિ દોરી જાવ.” માતાનાં વિવિધ એક્વીશ નામ : માતા, ધરિત્રી, જનની, દયાદ્ધહદયા, શિવા, ત્રિભુવન શ્રેષ્ઠા, દેવી, નિદૉષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા, ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહત્ની. (બૃહદ્ ધર્મપુરાણ પૂર્વ ખંડ: અધ્યાય-૨) ક્રાંતદ્રષ્ટા મુનિ સંતબાલજીએ જાપ માટે “ૐ મૈયા શરણમ્'નું અદ્ભુત સૂત્ર આપ્યું છે. “ૐ મૈયામાં વિશ્વ વાત્સલ્ય અભિપ્રેત છે. જ્યારે આપણે આખા જગતની “મા” બનવું છે ત્યારે આપણી સામે ‘મા’નું ચિત્ર હોવું જોઈએ. ૐ એ આખા વિશ્વનું સ્વરૂપ છે. મૈયા એટલે મા. ૐ માં “આકાર’ વાસુદેવસૂચક, ‘ઉકાર' બ્રહ્માસૂચક અને “મકાર” મહાદેવસૂચક છે. જગતમાં ત્રણ તત્ત્વો પ્રવર્તી રહ્યાં છે - “ઉત્પત્તિકારક, સંરક્ષક અને સંહારક. આ ત્રણ દશાનું રૂપક જે ત્રણમાં આરોપેલું છે તે વૈદિક ધર્મના દેવો બની ગયા છે. “મા” એ એવો શબ્દ છે કે જે સાંભળતાં જ આલાદ ભાવથી ઉભરાઈ જાય છે. ગમે તેવા વયસ્ક વૃદ્ધને પણ “મા”નું નામ સાંભળતાં જ ઉમળકો આવે છે અને માં પણ એના દીકરાને “વત્સ,’ ‘ગંગા,’ ‘બેટા’ એવા વાત્સલ્ય પ્રેરક શબ્દો વડે બોલાવે છે. આ પ્રમાણે આપણે તો આખા જગતની મા બનવું છે એટલે કે જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યભાવના પ્રગટ કરવાનો છે. - પ્રથમ તો આ ભાવના માટે જગતની તમામ સ્ત્રીઓ તરફ “માતૃભાવની દૃષ્ટિ કેળવવી પડશે. માતૃભાવની ભાવના બ્રહ્મચર્યની સાધનાને એટલી બધી સાધક છે કે અંતરમાં રહેલા વિકારોને હટાવનારી થઈ પડશે. આ પ્રકારનો માતૃભાવ જીવનમાં સાધ્ય કરનાર શ્રી રામકૃષ્ણ પરમહંસનું દષ્ટાંત કેવા તાદેશ્ય માતૃભાવને રજૂ કરે છે. આ પુરુષે તો પોતાની સ્ત્રી પ્રત્યે “માતૃભાવ' કેળવ્યો હતો. ‘શારદાદેવી'માં એમને તો મૈયાનાં જ દર્શન થતાં હતાં. વૈદક ધર્મમાં મૈયાને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જૈન ધર્મમાં “કર્મ'ને જગતના કાર્યકારણની ભાવના મહા નિયમા શક્તિ બતાવવામાં આવી છે. સાંખ્ય દર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે. જે માતા રૂપે જગતની પ્રેરક શક્તિ છે, એવી જ રીતે મૈયા’ શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શક્તિનું ભાન થાય છે. જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નિહિત છે. મુનિશ્રી આ ભાવને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે - આમ ૐ અને મૈયા શબ્દો પાછળની બધા ધર્મોની પ્રેરક શક્તિઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે, તેનું સૂચન થતું હોય છે. ૐ એટલે વિશ્વ અને મૈયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાત્સલ્યના સંપૂર્ણ પ્રતીકરૂપે બીજમંત્ર તરીકે લેવામાં આવ્યો છે. jgsreclis joksĐISIP K K જે “મા'એ મારા બચપણની જીદ નિભાવી લીધી એના ઘડપણને આગ્રહ નિભાવી લેવાની હે પ્રભુ! મને સમજ અને ધીરજ આપ... કITTET-IIIIIILE fh, , , 1 ૩૪ જજh igstclicks JOLSISSIP

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57