________________
ગોરક્ષાને સ્વરાજથી સવાયા પ્રશ્ન ગણતા ગાંધીજીનું આ વચન ઉથાપી આપણે ગાયોના વધ સાથે પ્રત્યેક દિન ગાંધીહત્યા દ્વારા અપવિત્ર અને પાપી બનીએ છીએ.
અનુભવે આપણને બતાવ્યું છે કે બંધારણની ૪૮મી કલમ ગોરક્ષામાં નિષ્ફળ ગઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારે ૪૮મી કલમની રૂપે પોતાના રાજ્યમાં સંપૂર્ણ ગોવધબંધી કરી ત્યારે અનુકંપા અને રાષ્ટ્રપ્રેમના વિપર્યાસ સમા અદેશ્ય પરિબળોની મદદ દ્વારા, સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, જેથી બંધારણની ૪૮મી કલમ અર્થહીન બની ગઈ. ફાઓ અને યુનો જેવી સંસ્થાઓ એ હસ્તક્ષેપ કરી ભારતના સાર્વભૌમત્વ, સ્વમાન અને ગૌરવને નીચા પાડી, અંતરનો અવાજ ગુંગળાવી નાખ્યો, પરિણામે ભારતમાં સહુ મોટા અને વિશ્વના બીજા નંબરના મોટા ગણાતા દૂધ, ઘી, અનાજ અને દવાનાં બજારો કબજે કરી ભારતના ગળામાં આર્થિક ગુલામીનો ફાંસો નાખવા થનગની રહેલી પરદેશી સત્તાઓએ પોતાની હિતના વિવિધ કાવાદાવા દ્વારા અહીં પથારો કર્યો છે. આપણું પશુધન કતલ સિવાયના બીજા માર્ગોએ પણ નાશ પામે અથવા તો તેની હત્યા કરવાની ફરજ પડે. ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ - મલ્ટીનેશનલ કંપની આર્થિક અને વ્યાપારી કરારો આપણા ગળામાં આર્થિક ગુલામીનો ફાંસો નાખી રહ્યા છે, અને ભારતીય સંસ્કાર-સંસ્કૃતિ પર ધર્માતરણનું આક્રમણ થઈ રહ્યું છે. | ઋષિઓએ ગાયને ઊંચે સ્થાને પ્રસ્થાપિત કરેલ છે. ભારતના આગેવાન નેતાઓ દિશા ભૂલ્યા છે, પરંતુ દેશવાસીઓના લોકહૃદયમાં ઋષિવાણીની સરવાણી પ્રવાહિત થયેલી છે. ઋષિવચનનો પ્રતિછંદ સંભળાયા કરે છે. એટલે ઉજળા ભાવિની આશા છે.
વિવિધ તર્ક કરીને ગાયની મુલવણી કરી શકાય નહિ. ગાય નફાનુકસાનીના ત્રાજવે તોળવાની વસ્તુ નથી. છતાં આરોગ્ય, પોષણશાસ્ત્રના નિષ્ણાતો પર્યાવરણના તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો કે ગ્રામીણ અર્થશાસ્ત્રીઓની કસોટીમાંથી ગાય સવાસોળ આની પૂરી ઊતરી છે. અને “ગાય છે ત્યાં સમસ્યાઓનું અસ્તિત્વ નથી અને ગાય નથી ત્યાં સમાધાનનું અસ્તિત્વ નથી' એ ઉક્તિ ચરિતાર્થ કરે છે. આમ જન્મદાત્રી માતા, બીજી જન્મ આપનાર ગુરુમાતા, ધરતીમાતા, ગાયમાતા અને લોકમાતા નદીઓ વિશ્વજનની છે. અહર્નિશ વાત્સલ્યનો સ્ત્રોત વહાવનાર ઉદ્ભવસ્થાન છે. ગાય માતાનો વત્સપ્રેમ, વાત્સલ્યભાવ શાસ્ત્રકારોએ અજોડ અને અનુપમ વર્ણવ્યો છે.
LIKERLARLA | ૨૨ હજારની
X
i gstclish qols>ISIP
લોકમાતા જીવનદાયિની સરિતા 5-- - -- -- - -- --- -- --- ભારતવર્ષની અધ્યાત્મ સંસ્કૃતિના વિકાસ-સંવર્ધનનું કાર્ય મા ગંગાને કિનારે થયું છે. ગંગાનું અવતરણ ભગીરથના પ્રચંડ પુરુષાર્થનું સુફળ છે. પુરાણોમાં ગંગા અને તેને કિનારે વિસ્તરેલાં તીર્થોનું માહાભ્ય ખૂબ જ વર્ણવેલું છે. - હિંદુસ્તાનના ઇતિહાસ અને ભૂગોળના અભ્યાસથી સમજાશે કે ભારતીય સંસ્કૃતિ નદીઓના કિનારે પાંગરી છે. નદીઓએ માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિને ખૂબ સમૃદ્ધિ આપી છે, તેથી જ કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા” કહી છે. ગંગા, યમુના, ગોદાવરી કે નર્મદા બધી જ નદીઓ સાથે વિશિષ્ટ ઐતિહાસિક તથ્યો જોડાયેલાં છે, તો હિમાલયમાંથી પ્રવાહિત થયેલ પવિત્ર જળપ્રવાહોનું આગવું મહત્ત્વ છે.
સરિતાના તટે, પ્રયાગરાજ, અમરપુરી, વારાણસી, હરિદ્વાર, કનખલ, જ્વાલાપુર આ બધાં યાત્રાધામો સંન્યાસીઓની કાયમી શિબિર જેવા છે.
અહીં, ગુરુકુળ, ઋષિકુળ, મુનિમંડળ, આશ્રમ, ધર્મતત્ત્વ સંશોધન મંદિર, ધર્મગ્રંથ ભંડારો, અખાડાઓ, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ગુફાઓ, સાધુઓની કોઠીઓ અને સાધનાકેન્દ્રો છે. શ્રમણ સંસ્કૃતિએ જીવનની અંતિમ ક્ષણોમાં ચારે આહારના ત્યાગની વાત કરી છે, પરંતુ હિંદુ ધર્મ અને બ્રાહ્મણ સંસ્કૃતિની પરંપરાએ ગંગાના જળને એટલું પવિત્ર ગણ્યું છે, તેથી જીવનની છેલ્લી ક્ષણોમાં પણ મુખમાં ગંગાજળ મૂકવાની ભાવનાની પુષ્ટિ કરી છે.
ગંગાના જળની સ્ફટિક પારદર્શકતા માટે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું છે. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલું ગંગાનું જળ નિર્મળ, જંતુરહિત અને પવિત્ર છે. - ગંગાના કિનારે અને ગંગાના જળને પ્રદૂષણમુક્ત રાખવાની સૌની ફરજ છે.
વિશ્વમાં વધતી જતી જનસંખ્યા પર્યાવરણની ખોરવાતી સમતુલા, પાણીની જાળવણીની અવ્યવસ્થાને કારણે વિશ્વના મધ્યપૂર્વ વિસ્તારમાં અને ભારતનો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશનાં ૮ રાજયોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
પ્રાચીન સમયમાં આદિવાસીઓ અગ્નિ પેટાવવાના લાકડા માટે મારામારી કરતાં તેમ ભવિષ્યમાં પાણી માટે પાણીપત (લડાઈ) થાય તો નવાઈ નહિ લાગે. Isscle piાર આ
૨૩]
LESS