________________
અમીધારા સતત વરસતી હોય છે. મા ધરતી સહિષ્ણુતાની મૂરત છે. મા વસુંધરાને અહિંસા પ્રિય છે. પૃથ્વી પર હિંસા વધે છે, માટે પૃથ્વી ત્રસ્ત થઈ જાય છે, કંપી જાય છે અને ધરતીકંપ થાય છે.
શક્તિનું મૂળ કેન્દ્રસ્થાન નાભિમંડળ છે. નાભિમંડળથી વળી ભૂમંડળને સ્પર્શ કરવો એટલે વંદના - સાક્ષાત્ દંડવત્ પ્રણામ - નમન. આ નમન કરવાથી અહંકાર ઘટશે. દરેક વ્યક્તિની ચોપાસ એક આભામંડળ હોય છે. સાથે એક અહંકારનું વર્તુળ પણ હોય છે. નમવાથી વ્યક્તિ પોતાના અહંકાર વર્તુળમાંથી બહાર નીકળશે. અહં અને મમની દીવાલો તૂટશે. સાક્ષાત્ દંડવમાં પૃથ્વીની સમથળ થવાથી મા પૃથ્વીના સમતા અને ક્ષમાના ગુણોથી શરણાગતિના ભાવો પ્રવાહિત થશે. દિવ્ય પવિત્ર આભામંડળનો વિસ્તાર થશે અને નભોમંડળ સુધી ચેતનાનો વિસ્તાર થશે. આ ક્રિયા આત્માના ઊર્ધ્વગમનમાં પરિણમશે.
મા ધરતી પોતાનાં બાળકોને એક સંદેશ આપે છે -
“બેફામ ભોગવાદી બની મારી સંપત્તિનો દુરુપયોગ કરીશ નહિ. મારામાંથી મળતી સંપત્તિનો પરિગ્રહ ન કર, આ સંપત્તિ પર માલિકી ભાવ રાખવાને બદલે ટ્રસ્ટી ભાવ રાખજે.
મારા ટુકડા કરી મારા પર આધિપત્ય સ્થાપવાના સામ્રાજ્યવાદને કારણે જ હિંસા, દ્વેષ અને લડાઈ થાય છે. સમાજવાદ માટે હું ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના રાખજે.'
મા ધરતીના આ હૃદયસંદેશમાં વિશ્વવાત્સલ્યના ભાવો અભિપ્રેત છે.
નિઃશ્વાસોનું સુગંધમાં રૂપાંતર કરતી મા જાદુગરિણી છે.
મા, તારા વિના મુજ હૃદયની વાટડી સાવ સૂની એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે મા “દેવોએ દીધેલું અમૃત દુનિયાએ ક્યાં પીધું,
માતાની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું.”
મા, ભીના લીંપણમાં નાની પગલી જોવાની હોંશ તારી !
સ્ત્રી મરે છે, માતા નથી મરતી, તું જીવે છે, જીવતી હતી એમ જ માતા તારી ચરણરજમાં સ્વર્ગની ઝાંખી થાયે
વ્હાલપની એક અગોચર ડી, માને બાળમાં જડી બા થાળીમાં જે મૂકતી તે બધું અમૃત બની જતું
મા, સરગના દેવ અહીં ભોમકાએ ઊતરી, જોતાં'તાં મુખ તારું નમણું
૧૮ ૨૬
jgtko _pilp
વિશ્વમાતા : કામધેનુ ગાય
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન ગણવામાં આવી છે. પ્રાચીન કથાનકોના ઉલ્લેખ અનુસાર ગાય ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થઈ છે.
ગાયો વિશ્વસ્ય માતઃ વેદોએ ગાયને વિશ્વની માતા કહી અભિવંદના કરી છે.
માનવ કુટુંબ અને સમાજની અર્થવ્યવસ્થા ખેતી, આરોગ્ય, પોષણ આદિમાં ગાયનું મહત્ત્વ વધુ હોવાથી ગાયોને દૈવી ગણી, તેમાં દેવોનો વાસ હોવાની કલ્પના કરવામાં આવી. વાસ્તવિક રીતે ગૌવંશ માત્ર માનવજાતિની જ નહિ પરંતુ સમગ્ર જીવનસૃષ્ટિની જે રીતે સેવા કરે છે. તે રીતે જોઈએ તો ગાયો પૂજનીય અને માતાના સ્થાને જ છે. ગૌવંશ માનવજીવનનું મહત્ત્વનું અંગ છે. તે આધુનિક સમાજશાસ્ત્રી, આહાર પોષણશાસ્ત્રી અને ગ્રામીણ અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું છે.
ગાયો મનુષ્યની અનેક ઇચ્છાઓ પૂર્ણ કરે છે, તેથી ‘કામધેનુ’ સ્વરૂપે છે. વિશ્વ ચેતનાના પાયામાં ગાય ઊભી છે.
ભારતીય સંસ્કૃતિ અને અર્થવ્યસ્થાના અભ્યાસુ સ્વ. વેણીશંકર મુરારજી વાસુએ ગોરક્ષા અને ગોસંવર્ધનના પાયાના સિદ્ધાંતોનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે - “ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં ગાય અને ગોવંશ રહેલા છે. ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા જીવનસૃષ્ટિનું રક્ષણ અને પોષણ કરવું એ ભારતીય અર્થવ્યવસ્થાનું ધ્યેય છે. રક્ષાના આ ચાર સિદ્ધાંતો સાથે હિંદુ ધર્મ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના તાણાવાણા વણાઈ ગયેલા છે. રક્ષાના આ ચાર સિદ્ધાંતોમાંથી એકને પણ હાનિ પહોંચાડવામાં આવે તો એ ચારે સિદ્ધાંતો તૂટી પડે અને સમસ્ત ભારતની પ્રજાનું ભાવિ અંધકારમય બની જાય.'
પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થામાં હિંસા, શોષણ અને અન્યાય પાયામાં રહેલા છે. હિંસા, શોષણ અને અન્યાય આચર્યા વિના આ અર્થવ્યવસ્થાની હસ્તી જ કલ્પી શકાતી નથી. ભયંકર ઉપભોક્તાવાદ, પશુનાશ અને કુદરતી સંપત્તિનું શોષણ અને સંહાર યંત્રોની મદદથી વિશ્વ સંપત્તિનું શોષણ કરવાનો ઉપક્રમ પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થામાં અભિપ્રેત છે.
યાંત્રિક અર્થવ્યવસ્થામાં ગૌવંશને કોઈ સ્થાન નથી, સિવાય કે તેને મારીને ખાઈ જવું. તેમને માટે ગાય એ માત્ર તેના દૂધનું શોષણ કરવાનું સાધન છે. [ges plat Ip
૧૯