________________
ઓછામાં ઓછા સમયમાં ગાયનું વધુમાં વધુ દૂધ ખેંચી લઈને, પછી તેને મારીને ખાઈ જવી તે સિવાય તેમના માટે ગાયનો બીજો કોઈ ઉપયોગ નથી.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સંસ્કૃતિના ચાર પાયા ગણનાર પ્રાચીન ભારતના પૂર્વાચાર્યોએ અર્થશાસ્ત્રને ન્યાયસંપન્ન વૈભવનો પવિત્ર ખ્યાલ આપ્યો છે. જ્યાં દરેક વહેવાર કે યોજનાને માત્ર આર્થિક લાભથી મૂલવવાની વાત નથી, પરંતુ અહીં દરેક સંયોગોને જીવપ્રાણી માત્રના હિતને ધ્યાનમાં લેવાની ભાવના અભિપ્રેત છે..
ગાયના સંવર્ધન અને પાલનમાં અર્થવ્યવસ્થા આરોગ્ય, પર્યાવરણ, કષિ ઉપરાંત ધર્મ અનુકંપા અને જીવદયાના વિચારને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ દેશમાં ગાય મારવા માટે નથી પણ પુજવા માટે છે. કારણ કે હિંદુ પ્રજાનું અસ્તિત્વ જ ગાય ઉપર છે. હિંદુ સંસ્કૃતિ નદીઓના કિનારે, સરિતાના સંગમે, તળાવ, સરોવર કે જંગલના નજીક પ્રગટી છે. હિંદુ અર્થવ્યવસ્થા તેની ફળદ્રુપ જમીનમાંથી પ્રગટી છે. હિંદુ વ્યવસ્થા ગાયમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. ગોરક્ષા કર્યા વિના વનરક્ષા, ભૂરક્ષા કે જલરક્ષા શક્ય નથી.
પ્રાચીન ભારત માટે કહેવાતું કે - “તે દૂધ-ઘીની નદીના વહેવાવાળો પ્રદેશ છે.' અર્થાતુ દૂધ-ઘીની છત હતી. ગાય-ભેંસ વધુ દૂધ દેવાવાળાં પશુ હતાં, તેથી ઘીની છત હતી. પશુપાલકો પશુઓનું પોતાનું કુટુંબના સભ્યરૂપે પાલન કરતાં.
ચરિયાણોમાં પશુઓ છૂટથી ચરતાં. દરેક પરિવારને ગાય રાખવી પરવડતી હતી. પરંતુ અંગ્રેજી શાસનની ભારત વિરોધી નીતિથી ગામડાંઓમાં ગાય માત્ર શ્રીમંત ખેડૂત કે શ્રીમંત વેપારીઓના ઘરમાં બચી હતી, અથવા માલધારીઓ પાસે હતી. શહેરોમાં ડેરીઓની શરૂઆત થઈ, એટલે ડેરીવાળાને ડેરીઓ માટે ગાયોની અને ભેંસોની જરૂર પડી અને દૂધના વેપાર પાછળ ગાયોનો વેપાર પણ શરૂ થયો.
ડેરીવાળાઓએ ગામડામાંથી માલધારીઓની શ્રેષ્ઠ ગાયો અને ભેંસો ખરીદી શહેરોમાં લાવી દૂધનો વેપાર શરૂ કર્યો, તો બીજી તરફથી કોલકાતા જેવાં શહેરોમાં સરકારે કાયદેસર કતલખાનાં શરૂ કર્યા અને આ કતલખાનાંઓમાં પશુઓનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે ચોક્કસ વહીવટી પગલાં નક્કી કર્યા.
આપણા દેશની પશુ-રક્ષા અને પશુપાલનના અવરોધરૂપ નીચે લખેલ પરિબળો જવાબદાર છે : [ ૨૦
DAIL
įgs clics OLS>Isp
આપણાં પશુઓના ઘાસચારાના પુરવઠાને ઓછો કરી નાખવા ૧૯૬૭ પછી ઘઉંના વાવેતર હેઠળ એક કરોડ એકર જમીનનો અને શેરડીના વાવેતર હેઠળ ૧૭ લાખ એકર જમીનનો વધારો કરાયો. $ ઘઉંના વાવેતરનો વિસ્તાર - ચરિયાણો પર અતિક્રમણ. દૂધનો પુરવઠો વધારવાનું બહાનું આગળ કરી કુદરતી ગર્ભાદાનની જગ્યાએ ઇન્ડેશન દ્વારા Cross Breeding શરૂ કર્યું, એટલે દેશી ગાયોનું વિદેશી સાંઢ દ્વારા સંકરીકરણ. $ ઇજારાશાહી ઢબે પશુઓના હિંસક દાણના કારખાનાની શરૂઆત. જે ગામડામાં પાણીની તીવ્ર અછત.
ટ્યુબવેલ પ્રોજેક્ટ દ્વારા જમીનનું તળ નીચે ઊતરતાં પાણીની અછત. છે સ્થાપિત હિતોને લક્ષમાં રાખી ઘડાયેલી નીતિઓથી ડેરી ઉદ્યોગ, ટ્રેક્ટર ઉદ્યોગ, કપાસિયા પીલવાનો ઉદ્યોગ, ખોળ, ખાણ, દાણ, પશુઓની દવા, ડેરી ઉદ્યોગનાં સાધનો, દૂધના પાઉડરની આયાત, પશુઓની નિકાસ, ગુવારના ઔદ્યોગિક ઉપયોગની નીતિ ફૂલી-ફાલીને દૂધાળાં ઢોર તથા ઉપયોગી પશુઓનાં હીર હણાય ગયાં અને આવાં બિનઉત્પાદક પ્રાણીઓના કતલના પરવાના આપી કતલખાનાં વધાર્યા.
આ બધી અવ્યવહારુ અને વિવેકશૂન્ય નીતિથી ભારતની પશુપાલન અને ગૌસવંર્ધન યંત્રણા પર કુઠારઘાત થયો. જુવાર-બાજરા જેવા ધાન્ય ઉગાડવા પ્રોત્સાહન મળે તો પશુઓને કડબ મળે. પણ સરકાર તરફથી તેમ ન થયું. બીડ, ગૌચરની રક્ષા કે સંવર્ધન પણ ન થયું. સંપૂર્ણ ગૌવંશ-વધબંધી અને ગોરક્ષા તેમજ ગોસંવર્ધન એ હિંદુ પ્રજાના આત્માનો અવાજ છે, છતાંય સરકારી રાહે કાંઈ થયું નથી.
મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે - “સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી પ્રથમ કાર્ય એ હશે કે ગોવધ સદાને માટે ભારતભૂમિ પરથી વિદાય લેશે.
ભારતવર્ષમાં ગોરક્ષાનો પ્રશ્ન સ્વરાજ કરતાં કોઈપણ રીતે નાનો નથી. ઘણી બાબતોમાં હું એને સ્વરાજ કરતાં પણ મોટો માનું છું. જ્યાં સુધી આપણે ગાયને બચાવવાનો ઉપાય શોધી કાઢતા નથી, ત્યાં સુધી સ્વરાજ અર્થહીન કહેવાશે. ગાયની રક્ષા કરવી એટલે ઈશ્વરની - સમસ્ત મૂકસૃષ્ટિની રક્ષા કરવી. ભારતની સુખ-સમૃદ્ધિ ગાય તેના સંતાન સાથે જોડાયેલી છે. ભારતમાં ગાય જ મનુષ્યનો સૌથી સાચો - સૌથી મોટો આધાર છે. ગાયની રક્ષા કરો તો સૌની રક્ષા થઈ જશે. ગોવધને હું મારો વધ સમજીશ.” | igcfkhs joiાળા આ
ક ડક ૨૧]