________________
i સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર મા ધરતી |
યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈપણ તરસ્યા વટેમાર્ગુને નાત-જાત-પાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે, તેવા જ છે કરુણાવંત જ્ઞાની ગુરુજન.
વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાને પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ૨૪ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણિયા બનાવે છે, તેમ જ્ઞાની ગુરુજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્દગુરુના અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે, તેથી સંસ્કાર અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. આધ્યાત્મ જ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુરુ દ્વારા સાંપડે છે. આપણી આર્ય સંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મ સંસ્કૃતિના સંરક્ષક અને પોષક માનવામાં આવ્યા છે. સંવિધા, બ્રહ્મવિદ્યા અને સગુણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનય ને વિવેક એ બધું ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે.
દાર્શનિક સંદર્ભે ગુરુદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હૃદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે - “જે કાંઈ મને મળ્યું છે તે ગુરુકૃપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે, તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ ?' ગુરુને અર્પણ થયા પછી અહંનું વિસર્જન થયું છે. “મમનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે, જેથી આત્મા પણ તેનો જ છે, તો હું ગુરુને શું આપી શકું?” આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુભક્તિની પરાકાષ્ઠા રૂપે શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું
અહો અહો શ્રી સદ્ ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર ૫ર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સ હીન તે તો ગુરુએ આપિયો વધુ ચરણાધીન દેહ છતાં જેની દશા વતું દેહાતીત
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત સંત દત્તાત્રયે પશુ-પંખી અને પ્રાણીઓમાં દૈવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા, તો તેમણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દૃષ્ટિને !
આરુણિ, ઉપમન્યુ, સત્યકામ, જૈમિનિ જેવા આદર્શ શિષ્યો, પરશુરામ - કર્ણ, ભગવાન મહાવીર - ગણધર ગૌતમ, વિશિષ્ટ - રામ, કૃષ્ણ - સંદીપની, દ્રૌણાચાર્ય - એકલવ્ય, વલ્લભસ્વામી, રામાનંદસ્વામી - સહજાનંદ સ્વામી, કબીરદાસ, રામકૃષ્ણ - વિવેકાનંદ જેવા મહાન ગુરુ-શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્તંભ સમા સદ્ગુરુને વંદના !
X
i gstclish qols>ISIP જા જામીન Bree
સંસ્કૃતમાં પૃથ્વીને ક્ષમા કહેવામાં આવે છે. પૃથ્વી અત્યંત ઉદાર છે. પૃથ્વી પરમ વિશાળ છે. આગમ દિવાકર પૂ. જનક મુનિ પૃથ્વીને આનંદનું ધામ કહે છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીરે ‘દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે -
પુઢવી સમે પુણિ હવિજા” આત્મોત્થાન ઇચ્છનાર દરેક આત્માએ પૃથ્વી જેવું થવું જોઈએ. આત્મા જ્યારે તમામ કર્મથી મુક્ત થઈ મોક્ષાગમન કરે ત્યારે આલોક પૃથ્વીથી મોક્ષની યાત્રાની ક્ષણોમાં શૈલેષીકરણની અવસ્થામાં હોય છે. શૈલનો અર્થ શિલા - પથ્થર. શિલા પોતાના મૂળ પૃથ્વીમાં ઊંડા ઉતારે છે, પૃથ્વીમાં ઓતપ્રોત બની સ્થિર થઈ જાય છે. આ શિલામાં આપણે મૂર્તિ કંડારી અને તેની પૂજા કરીએ કે આ શિલા પર પ્રહાર કરીએ તો પણ તેને કોઈ રાગદ્વેષ થતાં નથી.
પૃથ્વી, કોઈપણ જાતના ભેદભાવ વિના આ સમગ્ર જીવસૃષ્ટિને પોતાની સમૃદ્ધિ આપે છે. સારા-નરસાના કોઈ ભેદ તેને નથી. આ જીવંત પૃથ્વી ઉપર તેના સંચાલક દેવો સતત કાર્યરત છે. આ વસુંધરા નધણિયાતી નથી - નિર્જીવ પણ નથી. “આ જમીનનો હું “માલિક છું' એમ કહી આપણે તેના માલિક બની ગયા છીએ, તે માત્ર ભ્રમણા છે. પૃથ્વીના માલિક તો સૌધર્મેન્દ્ર છે. આ સજીવ અને સચેતન પૃથ્વીના માલિક શકેન્દ્ર મહારાજ છે. તેથી જ શાસ્ત્રકાર પરામશીઓએ પૃથ્વીને ઇન્દ્રસ્થાવરકાય નામ આપ્યું છે. કારણ કે ઇન્દ્ર તેના અધિષ્ઠાયક છે.
સમષ્ટિને જિવાડી રાખવાની તાકાત મા ધરતી પાસે છે તે જીવસૃષ્ટિને પાણી, અન્ન, વસ્ત્ર, આશરો, ઔષધિઓ, ફળ, ફૂલ, ઊર્જા, ખનીજ, સોનું, હીરા અને ઝવેરાત રૂપે સમૃદ્ધિની છોળો સતત આપ્યું જ જાય છે.
જેમની પાસે અખૂટ સંપત્તિ રૂપિયા છે તે મલ્ટી મીલિયોનર કહેવાય, પરંતુ જેની પાસે જમીનનો નાનો સરખો ટુકડો હોય તેને Land Lord લેન્ડ લૉર્ડ કહે છે. પંદર-પંદર ટન સોનુ કે ઝવેરાત હોય તેને સંપત્તિવાન કહે, પણ Lord એટલે કે રાજા ન કહે. પણ જમીનના ટુકડાના માલિકને લેન્ડ લૉર્ડ એટલે રાજા કહ્યા. આમ વહેવાર જગતમાં ભૂમિને મૂલ્યવાન ચીજ ગણી છે. પરંતુ માં ધરતી કહે છે - “મારામાં આસક્તિ ન રાખ, હું માત્ર કીમતી ચીજ નથી. ચૈતન્યનો અંશ છું.' માતા સંતાનોને આપવામાં કદી વાળો-ટાળો ભેદભાવ રાખતી નથી. વસુંધરાને કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. એની igscીke ple a
d ૧૦ |