________________
વિદ્વાન વ્યાખ્યાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ “હું આત્મા છું.' માં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની આ મહાન રચનાને અભુત રીતે સમજાવતાં કહ્યું છે કે - “બિના નયનની વાત એટલે જ અનુભવ ઇન્દ્રિયોથી થઈ શકતો નથી, પણ ઇન્દ્રિયાતીત છે, એવો આત્માનુભવ. આપણાં આ ચર્મચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે, પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવા-જાણવો હોય તો અંતરીક્ષ ઉઘાડવાં પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવ દશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે. પણ એ લગન લગાડે કોણ ? બ્રહ્મજ્ઞાનનો ભોમિયો, જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે, તેઓ માટે હે માનવ ! આત્માનુભવી સદ્ગુરુનાં ચરણોમાં ચાલ્યો જા. તેમના ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.”
સંત કબીરજીએ પણ સદ્ગુરુને જીવનમાં પ્રથમ સ્થાને મૂકયા - પ્રસ્થાપ્યા છે -
ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગુ પાય ?
બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય. આમ સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગુરુ વિના સાધનામાં વિકાસ થઈ શકતો નથી.
ગુણપૂજક જૈન પરંપરામાં વિશુદ્ધિની દૃષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે. અરિહંત પ્રભુ સિદ્ધોને નમસ્કાર કરે છે, પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલાં નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ, કારણ કે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સદ્ગુરુ રૂપે જ અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોય તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધ દશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ના હોત.
આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધ ભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે.
વર્તમાન ગુની અનિવાર્યતા છે. કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંત દેવ આપણી વચ્ચે સદેહે નથી, ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સદ્ગુરુ.
જિનેશ્વર દવે શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર - સિદ્ધાંતને આગમરૂપે ગુંથ્યા. આમ સદ્ગુરુને કારણે આપણને આગમરૂપી અમૂલ વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે, મર્મ બતાવ્યો નથી. મર્મ તો સદ્ગુરુના અંતરમાં પડ્યો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમ હિતકારી IIIJIT
is cહિ |
મિત્ર, કરુણાનિધાન સદ્ગુરુ માત્ર હિતબુદ્ધિને શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરી તેને જીવન-સૌદર્ય બક્ષે છે.
જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લેપાયેલો છે, ત્યાં સુધી તેને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુરુના ઉપદેશ વિના શક્ય નથી.
“અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં;
ગુરુ ! મમ રામ થઈ આવો, તમારો સ્પર્શ ઝંખું છું.” આમ સદ્ગુરુના સ્પર્શમાત્રથી જ્ઞાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સદ્ગુરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે -
સદ્ગુરુકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર;
લોચન અનંત ઉઘાડિયાં, અનંત દિખાવણહાર.” આવા સદ્ગુરુ મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા-ઝંખના જાગવી જોઈએ. ગુરુપ્રાપ્તિની અભિલાષ રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતળ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઇચ્છા થાય છે, તેવી જ રીતે -
સદ્દગુરુ ! તમને ઝંખું છું પ્રખર સહરાની તરસથી...
સદ્ગુરુ જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ. આ તો સિંહણના દૂધ જેવી વાત છે. વિનય, હિતશિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર, અતૂટ શ્રદ્ધા, આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગુરુનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાંય સમાન છે.
જ્ઞાનીઓએ કહ્યું છે કે - “ગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડુબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડુબાડે, જ્યારે ગુરુ કાષ્ટની નાવ જેવા હોય છે, જે પોતે તરે અને બીજાને પણ તારે છે.”
જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણિયારૂપે કહ્યા છે.
કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીના દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે, તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન કૂવાના પાણી જેવું છે. ગુરુ તેનું ચિંતન-મનન-પરિશિલન કરી આપણે igsaclisus JDISSIP
ETTTTTTTTTTTTTA A 1 K R K
નીfiા ૧૫ ]