Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 13
________________ “બા, હમણાં મારે નહોતી જોઈતી.” બા કહે : “ફેરવી તો જો તને કેવીક આવડે છે !' મેં નવી સાઇકલ પર ચક્કર માર્યું ત્યારે અમે બંને ખુશ થઈ ગયાં. ધનતેરસે અમે પૂજા કરવા બેઠા ત્યારે બાએ મંગળસૂત્રની પૂજા ન કરી તે વિશે પૂછતાં બાએ કહ્યું કે - “તને સાઇકલ પર બેસીને જતો જોઉં એ જ મારી પૂજા છે.' મારા અંતરમાં ફાળ પડી. મેં કહ્યું : “બા, તમે મંગળસૂત્ર વેચીને આ સાઇકલ લઈ આવ્યા ?” મારું આ વેણ સાંભળતાં જ મારા ઊતરેલા મુખને બાએ તેમની ડોક પર ઢાળી દીધું, મારાથી ન તો બાથ ભરાઈ, ના તો વહાલ કરી શક્યો. બાનું એ મુખ આજેય જ્યારે હું સાઇકલને અડકું છું ત્યારે મારી આંખો આગળ દેખાય છે અને અંતર દ્રવી ઊઠે છે. સાઇકલો તો મારી ઘણી બદલાઈ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.'' અમેરિકામાં દર મે મહિનાના બીજા રવિવારે માનું સન્માન કરવા, માનું ઋણ સ્વીકારવા મધર્સ ડે' રૂપે ઉજવાય છે. ૧૯૦૮માં ફિલોડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે. ‘તીર્થોત્તમ’માં શ્રી હરીન્દ્ર દવે કહે છે કે - “માના ઋણને માથે ચડાવવા કોઈ તહેવાર ઉજવાય તે વાત હૃદયસ્પર્શી છે. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે. પોષાક, રીતભાત, છિન્નભિન્ન કુટુંબ, ઘરડાઘર વગેરે. હવે પશ્ચિમનો તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. મા-બાપે અમને જન્મ આપ્યો છે, અમને મોટા કરે એમાં શું ? એટલી તો તેઓની ફરજ છે.' આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે એ તો રહેલો છે, પરંતુ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં, વરસમાં એક દિવસ માતૃદિન ઉજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ એને વ્યવહારમાં મૂકીએ તો કેવું ? વિદેશમાં રહેતા પોતાના પુત્રને તેડાવવા માતાએ પત્ર લખ્યો, જવાબમાં પુત્રે લખ્યું : “હું આવું છું, તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું મારી મા !'' આવો જવાબ વાંચી માની અમીમય આંખના વાત્સલ્ય સાગરમાં ભરતી ચડે. આવા પ્રસંગે કવિ બોટાદકરની કાવ્યપંક્તિનું સ્મરણ થયા વિના ન રહે - “મીઠી મધુને મીઠા મેહુલા રે લોલ.... એથી મીઠી છે મારી માતરે... જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’ ૧૦ gscpt>ti[P મુનિશ્રી સંતબાલજી કહે છે : “વહાલી મૈયા, સ્ત્રી જાતિ તારું જ સ્થૂળ પ્રતીક છે. એ માતા છે એકદા એ પ્રસવિત્રી જનેતા હતી, આજે એ સાવિત્રીશા ભર્યા છે. માતાના દુગ્ધપાન દ્વારા વાત્સલ્યસુધાનો અખંડ સ્રોત પીને જ ભગવાન ભક્તવત્સલનું અભિમાન અને ભક્તહૃદયનો સર્વોત્તમ અધિકાર પામ્યા છે. માતાનાં લોચન એ અમીની ખાણ છે. માતાનું મુખ દિવ્ય સૌંદર્ય અને પ્રતિભાનો પુંજ છે માતાનાં ચરણના અમૃતનો સ્વાદ આપણા જીભ, ત્વચા કે બુદ્ધિ પામી જ ન શકે. એની હૃદયગત અનુભૂતિ માત્ર જગતને અમૃતથી તરબોળ કરી મૂકે છે. હે માતા ! તું જ મારા આત્માનું અને અંતરનું આદર્શ અને અમર પ્રતિબિંબ છો. મા, તારી છાયા એ જ મર્ત્યલોકનું કલ્પતરું, અને તારી વાણી માનવલોકની મંગલ સ્વરૂપા કામધેનુ છે.’ માનું વ્યક્તિત્વ એક સંસ્થા જેવું છે. એક હરતીફરતી વિદ્યાપીઠ સમાન છે. પિતા પોતાના પુત્ર-પુત્રીને ભણાવા અને પરણાવવા દેવું પણ કરે છે. પુત્રને ધંધામાં અને સમાજમાં ઊંચું સ્થાન અપાવવા વૃદ્ધાવસ્થા સુધી પોતાની જાત ઘસી નાખે છે. ઘણાં સંતાનો કહે છે - અમે દેશમાંથી અહીં આવ્યાં ત્યારે અમારા પિતાએ કશું જ આપ્યું ન હતું, આજે અમારી પાસે મોટરબંગલા બધું જ છે.' તેમના પુરુષાર્થ અને પુણ્યોદયને ધન્યવાદ. પરંતુ, આપણે આપણી બનાવેલી જ ઇમારતને ઉન્નત મસ્તકે જોઈએ છીએ. તેના પાયામાં માતાના આશીર્વાદ અને પિતાના સંસ્કારની એમ બે સોનાની ઈંટો દટાયેલી પડી છે તે કદી ભૂલવું જોઈએ નહિ. પુત્રવધૂ અને જમાઈ માટે પોતાનાં સાસુ-સસરા પણ મા-બાપ જ છે. એ લાગણી અને પૂજ્યભાવ હોય તો જ ઉત્કૃષ્ટ આચરણ ગણાય. પિતાના વચન કાજે ભગવાન શ્રીરામનો વનવાસ, માતાપિતાની તીર્થરૂપે સંસારમાં સ્થાપના કરનાર શ્રીગણેશ અને શ્રવણની માતૃપિતૃભક્તિનું પાવન સ્મરણ કરતાં અનુસરવા પ્રેરણા અને બળ મેળવીએ. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે માને દુ:ખ ન થાય તે માટે ગર્ભમાં હલનચલન ન કર્યું. માતાના સુખ માટેની આવી સૂક્ષ્મ સંવેદનાની ભાવનાને આપણે પ્રણામ કરીએ. જે માતા-પિતાએ પોતાનાં પુત્ર-પુત્રીને સંયમપંથની અનુમતિ આપી ધર્મ શાસનને પોતાની વહાલસોયી પુત્રી અને લાડકવાયા પુત્રની ભેટ ધરી છે. એવા પૂ. ગુરુભગવંતો અને પૂ. મહાસતીજીઓનાં માતાપિતા કે જેઓ તીર્થંકર નામકર્મના અધિકારી છે, તેઓના મહાન ત્યાગને આપણે સૌ વંદન કરીએ. [jus platID ૧૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57