________________
માં ને ક્ષમા બંને એક છે કેમ કે,
માફી આપવામા બંને નેક છે. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ માટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ...
મમતા જેનું મૂળ છે,
એવું ઝાડ તે મા. મા ઘરઘરની શોભા, ઘરઘરનું ઘરેણું, પરિવારમાં વહેતું રાખે, સદા સ્નેહનું ઝરણું, ધરતી જેવું ઘોર્ય, સાગર જેવી વિશાળતા ચંદ્ર જેવી શીતલતા, પાણી જેવી પવિત્રતા અને વૃક્ષ જેવી પરોપકારિતા માતા પાસે છે.
મા-બાપ જીવનમાં બે વખત રડે છે દીકરી સાસરે જાય ત્યારે... દીકરો તરછોડીને જાય ત્યારે...