________________
( જન્મદાત્રી માં : અખલિત વાત્સલ્યનું ઝરણું
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાત્સલ્યના વિહારધામ સમા પૂ. પિતાશ્રી જમનાદાસભાઈ
અને મમતાની મૂરત સમાન પૂ. માતુશ્રી કુંદનબહેનને
પ્રણામ સાથે
શત્ શત્ અભિવંદના ! લિ. ઉષાબહેન અનિલભાઈ ભાયાણી, ઘાટકોપર
એલ.આઈ.સી. એજન્ટ
હ. તન્વી અમીતકુમાર શેઠ ૩૦૧, મહેશ્વર દીપ, ૭૫, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઈ) મુંબઈ - ૪૦૦ ૦૦૭
ફોન : ૨૫૧૧૪૬૪૭
આર્ય સંસ્કૃતિમાં મા પ્રથમ સ્થાને છે. મા પોતાના વાત્સલ્યના અનંત વહેતા ઝરણામાં નિરંતર સ્નાન કરાવે છે. તો પિતા દક્ષતાના સાગરમાં. માતા-પિતા સંતાનોના જીવન-સંસ્કાર ઘડતરમાં એકબીજાના પૂરક છે.
સંતો અને કવિઓ માનો મહિમા ગાતા થાકતા નથી. કવિ સુરેશ દલાલને માતામાં અડીખમ વૃક્ષના દર્શન થાય છે. કારણ કે વૃક્ષ રક્ષા, છાંયા અને ફળોનું સુખ આપે છે.
બા, તું એક એવું વૃક્ષ
જ્યાં ઝંઝાવાત પણ નિરાંતનો શ્વાસ લે ! સર્જક રમેશ જોશી બાની “યાદની ફરિયાદ પણ કવિતામાં કરે છે - જિંદગી પણ કેવી કમાલ છે. પહેલાં આંસુ આવતાં ત્યારે, બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે. માતાના આશીર્વચનને મકરન્દ દવે “મોરછાપ પરવાનો’ ગણાવે છે. તેઓને એક દિવસ પોતાની માતાએ રાજીપો દર્શાવતાં કહ્યું કે - તું પહેલે નંબર પાસ થઈશ' કવિ કહે છે કે - લેખ ચડ્યો કિરપાનો, મળ્યોજી મુને મોર છાપ પરવાનો ! હાડહાડમાં હેત ભર્યું જેનું વેણ વેણ વરદાન દેખ ઘરેઘર એ જ બિરાજે, ભૂતળમાં ભગવાન
‘અમાસના તારા'માં સર્જક કિશનસિંહ ચાવડાએ પોતાની માતાનો વાત્સલ્ય પ્રસંગ “મંગળસૂત્ર'માં ખૂબ સુંદર રીતે આલેખ્યો છે -
મારા અભ્યાસ અને ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે ભરણપોષણની જવાબદારી બા ઉપર આવી પડેલ હતી.
સાંજે હું ઘેર આવ્યો ત્યારે ઓટલા ઉપર નવી સાઇકલ પડેલી જોઈ. પ્રફુલ્લિત ચહેરે બાએ કહ્યું : કિશન તારી સાઇકલ આવી ગઈ.” મેં કહ્યું : | igscfhs joiળા જ
જા |