Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 14
________________ જે મા-બાપે પોતાનાં સંતાનોને સંસારત્યાગી અધ્યાત્મ અને ધર્મમાર્ગે જવાની રજા આપી, તે મા-બાપને કારણે જ સાધુ-સંતો-મહાત્માઓ ધર્મ અને અધ્યાત્મ જગતને મળ્યા છે તે માતાપિતાને અભિવંદના ! સંતાનોનું કર્તવ્ય માતા-પિતાને પાછલી વયમાં તેમના સ્વાસ્થ્યની દેખભાળ રાખી સેવા કરવાનું કે માત્ર ભૌતિક સુખો આપવાં પૂરતું જ નથી, આદર્શ સંતાનોનું કર્તવ્ય તો એ જોવાનું છે કે માબાપનું સ્વમાન જળવાય, તેમના પ્રત્યે આદર ભાવ રખાય અને માનસિક ચિંતા કે પરિતાપથી બચે; એટલે કે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનથી મુક્ત રહે અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે. તેઓને સમાધિમરણ પ્રાપ્ત થાય તેવું અંતિમ સમય સુધી વાતાવરણ જળવાઈ રહે તેમાં જ સૌનું શ્રેય અને કલ્યાણ છે. અંતમાં કાકાસાહેબ કાલેલકર જે શબ્દોથી સંસ્કૃતિની સ્તુતિ કરી છે, કંઈક એવા જ ભાવથી હું માતૃવંદના કરીશ - ૧૨ “જીવન એ પ્રકૃતિ છે તો મા તેનો શણગાર છે, જીવન જો ધરતી હોય તો મા તેનું સ્વર્ગ છે...!'' મા, ગૃહલક્ષ્મી, મા કુળલક્ષ્મી, મા ભાગ્યલક્ષ્મી માતા જે આપે કાયમ શાતા. માનવતાને સંસ્કૃતિનું મહાવિધાલય માતાનાં ચરણોમાં છે જે રાહ જુએ છે તે માતા છે મા, વાટખર્ચીમાં ખૂટે નહિ, એટલો તે સ્નેહ આપ્યો મા એટલે મૂંગા આશીર્વાદ મા એટલે વહાલતણો વરસાદ મા એટલે મીઠું મીઠું વળગણ મા એટલે દેવ ફરી અવતરિયો મા એટલે અમૃત અનરાધાર મા એટલે અમી ભરેલો પો મા એટલે મમતાભીની બાથ મા એટલે વહાલ ભરેલો વીરડો મા એટલે મંદિર કેરો દીવડો “દેવ હાજર ના રહી શકે ઘરઘર મહીં મા સ્વરૂપે જન્મ લે જીવતર મહીં” jgws pl>>IP સદ્ગુરુ (ગુરુમાતા) : સંસ્કૃતિનો આધારસ્તંભ શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુરુ હોય છે. મા ઘરના પરિસહમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્તર પર જો કોઈપણ હોય તો તે છે માસ્તર... એટલે વિદ્યાગુરુ. પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા, અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે. ગુ = અંધકાર, રુ = દૂર કરનાર. = અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચીંધે તે સદ્ગુરુ છે. જેમને સત્નો સાક્ષાત્કાર થયો છે એવા સદ્ગુરુને ભારતવર્ષનાં શાસ્ત્રોએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે. કેમ કે જીવનમાં સદ્ગુણોના સર્જક ગુરુને બ્રહ્મા ગણ્યા છે. સદ્ગુણના પોષક ગુરુને શ્રી વિષ્ણુ તુલ્ય ગણ્યા છે એ દોષોના વિનાશકને મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે. વિદ્યાગુરુ વિદ્યાદાન દ્વારા આપણા વ્યાવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવનનિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી ભૌતિક સુખસંપત્તિનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત વિદ્યાગુરુએ આરોપેલ ધર્મ-નીતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુરુ માનવીનો આખો ભવ સુધારે છે. પુરુષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સુખ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુરુ દ્વારા જ પામી શકાય. આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરુનું મહત્ત્વ અનન્ય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત્ બુઝી ચહત જો પ્યાર કી, હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુગમ બિના, એહ અનાદિ સ્થિત ! jys pust»IP ૧૩

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57