________________
‘મા’ નો અર્થ જગતની બધી જ
ભાષામાં ‘મા’ જ થતો હોય છે. પહેલા શ્રવણે ખભે ઉપાડેલા કાવડામાં અંધ મા-બાપને બેસાડી અનેક તીર્થોની યાત્રા કરાવી હતી.
જ્યારે આજના શ્રવણો, પોતાને જન્મ આપી જતનથી ઉછેરનાર મા-બાપને હડસેલે ચઢાવી વૃદ્ધાશ્રમે પહોંચવાની યાત્રા ન કરવે તો સારું. સંપત્તિના જોરે આ દુનિયામાં બધું ખરીદી શકાય છે. ગાડી, બંગલો, કપડાં, ઘરેણાં, ખાવા-પીવાનું વગેરે બધું જ મેળવી શકાય છે... પણ મા-બાપ ક્યારેય સંપત્તિથી મેળવી શકાતાં નથી. આપની પુત્રી સાસરે ગયા પછી આપની પુત્રવધૂ જ આપની પુત્રી છે. એમ ગણજો, કારણ કે પુત્રી તો. સાસરે મોકલ્યાં પછી આપની ખબર-અંતર લેવા ક્યારેક જ આવી શકવાની છે, જ્યારે આપની પુત્રવધૂ તો આપના જીવનની સમાપ્તિ સુધી ખબર-અંતર લેતી રહેવાની છે. એટલે એના પ્રત્યે પૂરેપૂરો વાત્સલ્યભાવ વરસાવજો અને એના હૃદયમાં સેવાભાવ જગાડજો.
મળિયલ એને ‘મા’ સૌ રાઘવ, કરસનને રટે, જગ કોઈ જાણે ના, કાસપ મચ્છને કાગડા !
હે કાગ ! રામને ‘મા’ મળી, કૃષ્ણને ‘મા’ મળી, એટલે જગતમાં સૌ એમનું નામજપે છે પણ ભગવાને કચ્છપ અને મત્સ્ય અવતાર લીધા એ ‘મા’ વિનાના, એટલે કોઈ એમનું નામ લેતું નથી.