Book Title: Vachak Merusundar Krut Balavbodh Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 8
________________ ૧૪૮૭ થી ૧૫૩૦)ના શિષ્ય વાચનાચાર્ય રત્નમૂર્તિગણિના શિષ્ય ઉપાધ્યાય મેરૂસુંદર હતા. તેઓ વિક્રમના સેળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા અને એમણે વિવિધ વિષયને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથને ગુજરાતીમાં બાલાવબંધ રહે છે. એમણે જૈન અને જૈનેતર કર્તાઓની કૃતિઓ પર બાલાવબેધ રચ્યા છે. એમાં કેટલાક બાલાવબોધ તીર્થકરની સ્તુતિ કે મંત્રના મહિમા માટે રચાયેલા છે. કેટલાક બાલાવબંધની રચના “ભવ્ય જીવોને બેધ” આપવા માટે કરી છે, પરંતુ બીજા કેટલાક એવા પણ છે, જેની રચના ગુરુએ પિતાના શિષ્યોને કાવ્ય અને અલંકારની સુગમ સમજ આપવા માટે કરી હેય. આ બાલાવબે માંથી સાત બાલાવબંધના રચના સંવત મળે છે. આમાં સૌથી પ્રથમ શત્રુંજય સ્તવન બાલાવબંધને રચના-સંવત ૧૫૧૮ છે. તે વાભદાલંકાર બાલાવબેધને રચના-સંવત ૧પ૩પ છે. શીપદેશમાલા, વાગભટાલંકાર અને ષષ્ટિશતક પ્રકરણ જેવી કૃતિઓ પરના મેરુસુંદરના બાલાવબોધે પ્રકાશિત થયા છે. એમણે વિદગ્ધમુખમંડન બાલાવબેધ પિતાના ગુરુને આદેશ પ્રાપ્ત કરીને ર હોવાને ઉલ્લેખ મળે છે. એ જ રીતે ષષ્ટિશતકને બાલાવબે પણ ગુરુની આજ્ઞાથી બનારસમાં ર હતે એમ તેમણે પિતે નોંધ્યું છે. “શલેપદેશમાલા', “પડાવશ્યક” અને “ષષ્ટિશતક પ્રકરણ – એ ત્રણ ગ્રંથના બાલાવબે એમણે મંડપદુર્ગ(મધ્યપ્રદેશમાં આવેલું માંડુ કે માંડવગઢ)માં રહીને ત્રણેક વર્ષના ગાળામાં રચ્યા છે. ઉપાધ્યાય મેરુસુંદરની મૂળ વ્યક્તવ્યને ગુજરાતી ગદ્યમાં સંક્ષેપમાં રજૂ કરવાની હથેટી નેંધપાત્ર છે. એમના જુદા જુદા બાલાવબોધની પુપિકાએામાં તેમની “વાચક કે “ઉપાધ્યાય તરીકે ઓળખે છે. આ પદવીઓ પરથી અનુમાન થાય કે તેઓ શિષ્યને ભણાવવાનું કે એમને “વાચના” આપવાનું કાર્ય કરતા હશે. આ પ્રવૃત્તિના ફળરૂપે કેટલાક બાલાવબેની રચના થઈPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74