Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
-૬૨
બાલાવબેધ
(૪) અધરન = ઉત્તમ પ્રકારને અશ્વ(૫) ગજરત્ન = ઉત્તમ જાતિને હાથી. (૬) વરિત્ન = દરેક પ્રકારનું બાંધકામ કરનાર અને પુલ બનાવનાર. (૭) સ્ત્રીરત્ન = ચક્રવર્તીની પટરાણી થવાને યોગ્ય સ્ત્રી. (૮) ચક્રરત્ન = બધાં શસ્ત્રમાં શ્રેષ્ઠ અને શત્રુને પરાજય કરનારું શસ્ત્ર. (૯) છત્રરત્ન = મસ્તક પર ધારણ કરવાનું મનહર છત્ર.
(૧૦) ચર્મરત્ન = નદી, સરોવર વગેરેને પાર કરવામાં ઉપયોગી થાય તેવું ચામડાનું વિશિષ્ટ પ્રકારનું સાધન.
(૧૧) મણિરત્ન = ઘણે દૂર સુધી પ્રકાશ આપનાર અને રોગ હણનાર અદ્ભુત મણિ.
(૧૨) કાકિણીરત્ન = મજબૂત ખગ્નને પણ કરી શકે તે પ્રકારનું સાધન. (૧૩) ખડ્ઝરત્ન = ઉત્તમ પ્રકારની તલવાર. (૧૪) દંડન = જમીનને ઝડપથી ખોદીને સપાટ કરનારું હથિયાર.
આ ચૌદ રત્ન દ્વારા ચક્રવર્તી રાજ્યને વિસ્તાર કરવા અને એની રક્ષા કરવા ઉત્તમ પ્રકારે સમર્થ બને છે.
નવ મહાનિધિ= ચક્રવતીને નવ નિધિએ પણ અનાયાસ ઉપલબ્ધ થાય છે. આ નવ મહાનિધિ આ રીતે છે :
"णेसप्पे पंडुयए, पिंगलए सम्परयण महापउमे।
काले य महाकाले, माणवग महानिहि संखे ॥" (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, , (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણવક અને (૯) શંખ.
પ્રવચનસારહારની ટીકામાં કહ્યું છે કે આ નવ નિધિઓને વિષે શાશ્વત કલ્પનાં પુસ્તક હોય છે અને તેમાં વિશ્વ-સ્થિતિનું કથન કરેલું હોય છે.
નૈસનિધિના કમાં ગ્રામ, આકર, નગર, પાટણ, દ્રોણમુખ, મડબ, રૂંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાને વિધિ દર્શાવેલ હોય છે. પાંડુકનિધિના કલ્પમાં ગણિત, ગીત, ગ્રેવીસ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હોય છે. પિંગલકનિધિના કલ્પમાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા વગેરેને આભરણ બનાવવાને વિધિ વર્ણવેલું હોય છે. સર્વરનનિધિના

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74