________________
બાલાબોધ ૭ ૬૭ ૨૨. વર-વિમાન = શ્રેષ્ઠ વિમાન. આ વિમાને ત્રણ પ્રકારનાં હોય છે?
એક પ્રકાર તે અવસ્થિત જે કાયમ પિતાના સ્થાને જ રહે છે, બીજો પ્રકાર તે વિકર્વિત જે દેવોએ ક્રીડા કરવા માટે વૈક્રિય શક્તિથી બનાવેલાં હોય છે અને ત્રીજો પ્રકાર તે પારિવાનિક વિમાને જે દેવોએ ઊર્વલોકમાંથી તિર્યગુલોકમાં આવવા માટે પિતાની જાતે બનાવેલાં હોય છે. એના પાલક, પુષ્પક વગેરે અનેક પ્રકારનું શાસ્ત્રોમાં વર્ણન છે. અહીં ત્રીજા પ્રકારનાં પાલકાદિ વિમાનની વાત છે. ઊતાવલઉં = ઉતાવળે. સ્વગઈતઉ= સ્વર્ગથી. હેઠ૬ = નીચે. લેલાયમાન = ડોલાયમાન. ઉરહા–પરહા = આમ તેમ. બહિરખા = બેરખા. માલ્યધામ = માળા.
૨૩. વયર = વેર
એકઠા મિયા = એકઠા થયા. સુષ્ટ=[. જુદુ સારી રીતે. ઉત્તમ કાંચન = જાંબુનદ જાતિનું સુવર્ણ કે જેને ઉપગ દેવતાના
આભૂષણ માટે થાય છે. ઉત્તમ રત્ન = હીરા, મણિ, મોતી વગેરે તેના વજ, ઇન્દ્રનીલ, પદ્મરાગ,
પુલક, વિમલકરરાજ, સ્ફટિક, શશિકાંત, સૌગન્ધિક, ગોમેદ,
શંખ, મહાનલ, પુષ્પરાગ, બ્રહ્મમણિ, મુક્તા વગેરે ભેદ પ્રસિદ્ધ છે. ૨૪. વાંદી કરી = વંદીને.
સ્તવી કરી = સ્તુતિ કરીને તિવાર = તે. ત્રિણિવાર = ત્રણ વાર. પ્રદક્ષિણા દેઈ = પ્રદક્ષિણા દઈને – કરીને. હર્ષિથી હુંતા = હર્ષિત થયેલા. મહુવ= મહત્વ, મહત્તા.. -- -