________________ અભિપ્રાય આનંદઘન : જીવન અને કવન સંશોધનનું કામ કેટલું કપરું છે અને એ કેટલી બધી ખંત સાથેની મહેનત માગે છે તે આ પુસ્તક દ્વારા સહુ કોઈ સ્પષ્ટ કળી શકે એમ છે. સશેધન એટલે શું ? સંશોધન કેટલે પરિશ્રમ માગે છે અને સંશોધકને કેટકેટલી માહિતી આપવી પડે છે એ તમામ હકીકત આ પુસ્તક વાંચનારને હસ્તામલકવત થઈ શકે તેમ છે. લેખકને સંશોધન પ્રેમ, વગર કંટાળે સંશોધનની પ્રવૃત્તિ અને જેટલી સામગ્રી સંશોધનપષક દેખાય તે બધી સામગ્રી આપવાની ખંત એ તમામ માટે આ પુસ્તક પ્રત્યક્ષ પુરાવારૂપ છે. એકંદરે જોતાં વર્તમાનમાં પક્ષ રૂપે રહેલ શ્રી આનંદધનજીને આપણી સામે પ્રત્યક્ષ ખડા કરવા લેખકે કઠોર પરિશ્રમ કરેલું નજરે દેખાય છે. શ્રી આનંદઘનજી વિશે કેટલીક વિવાદાસ્પદ હકીકતની લેખકે ઘણી સારી રીતે છણાવટ કરી છે. - બેચરદાસ દોશી અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ' આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસને માગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધમાઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવાને સુભગ આરંભ કરી આપ્યો છે એ અમારા જેવા ધૂળધેયાઓને પણ આનંદ આપનાર છે. આ દિશામાં હજી તે ઘણું ઘણું કરવાનું બાકી છે. પોતાનાં અનેકક્ષેત્રીય લેખન-કાર્યમાંથી થોડો થોડો સમય આવા સંશોધનકાર્યમાં પણ આપે એવું ઈચ્છું છું. કારણ તદ્દન સ્પષ્ટ છે કે આ દિશામાં ટચલી આંગળીને વેઢે ગણાય તેટલા સંપાદકો માંડ માંડ છે. - કે. કા. શાસ્ત્રી શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક પ્રાચીન ગુજરાતીના સંશોધનક્ષેત્રે વિરલ વ્યક્તિઓ જ જ્યારે કામ કરે છે ત્યારે શ્રી કુમારપાળ જેવા આ ક્ષેત્રમાં પોતાની શક્તિ અજમાવવા તૈયાર થયા છે તે મારે મન એ ક્ષેત્રમાં રસ લેનાર માટે પ્રેરક બને એવું છે. આનંદધનનાં સ્તવનના ટબાની પ્રશિષ્ટ વાચના આપવા પ્રયત્ન કર્યો છે એટલું જ નહિ પણ તેમાં સફળ પણ થયા છે. પ્રસ્તુતમાં ટબામાં વપરાયેલા કેટલાક શબ્દોની સૂચિ અર્થ સાથે આપવામાં આવી છે અને ઉપદ્યાતમાં જ્ઞાનવિમલ તથા તેમણે વાપરેલી ભાષા વિષેની ચર્ચા પણ સંપાદકે કરી છે. આમ આ સંપાદનને સુવાચ બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે. - દલસુખ માલવણિયા