________________
૭૨ ૭ બાલાવબંધ
એતલા જિ. = એટલા જ માટે એમના (લેખકના) માહાભ્યની
આગળની બે ગાથાઓ કઈ બીજા વિદ્વાન બનાવીને અહીં મૂકી છે. પાખી = પાક્ષિક પક્ષાંત કરવામાં આવતી પ્રતિક્રમણ ક્રિયાને પાખી
પ્રતિક્રમણ કહેવામાં આવે છે. સંવછરી પડિકમણ = સાંવત્સરિક પ્રતિક્રમણ. જેના શ્રેષ્ઠ પર્વ
પર્યુષણના અંતિમ દિવસે, દર વર્ષે જે પ્રતિક્રમણ નામક વિધિ. કરવામાં આવે છે તે સાંવત્સરિક કે સંવછરી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ છે. સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે જેને જગતના બધા
જીવોને ક્ષમા આપે છે અને બધા જીવોની ક્ષમા માગે છે. ગુણવઉ દીધઉં = ગણના કરવાનું આપ્યું, જાપ કરવાનું સૂચવ્યું. ૩૮ વૃત્તિ = ટીકા, વિવરણ.
મુગ્ધ જનના અવબોધ ભણી = સામાન્ય લોકોની સમજણ માટે,