________________
બાલાવબોધ ૭ ૬૧.
સ્તવતાં = સ્તવ કરાતાં. ઉપશમાવઉ = ઉપશાંત કરે, શમા. કરુ = કુરુ નામને દેશ. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના એકસો
પુત્રમાં એક કુરુ નામનો પુત્ર હતો. એણે જે પ્રદેશ પર રાજ્ય કર્યું તે કુરુક્ષેત્ર કહેવાયું અને તેના નામથી રાષ્ટ્ર પણ કુરુ તરીકે પ્રસિદ્ધ થયું. શ્રી જિનપ્રભસૂરિના “હસ્તિનાપુર-કલ્પમાં પણ આ ઉલ્લેખ મળે છે. જનપદ = દેશ. લેકેના પદ એટલે કે રહેઠાણે જ્યાં આવ્યાં હોય
તે જનપદ. તિવાર પછઈ = ત્યાર પછી. જિઈ= જેણે. ભરત = ભારતવર્ષ. મહોત = મેટું. બહુરિ = બોતેર. નગર = અહીં નગરની પ્રાચીન વ્યાખ્યા આપી છે અને તે છે જ્યાં
કર નહિ તે નગર. નિગમ = વેપારીઓની વસ્તીવાળું ગામ. રાજવીરે = ઉત્તમ રાજાઓ. સહસ્ર = સહસ્ત્ર, હજાર. કેડઇ = કેડે, પાછળ. અનુયાત = અનુગત, પાછળ ચાલતા. ચઉદ મહારત્ન = જૈન માન્યતા પ્રમાણે ભારત આદિ બાર ચક્રવતીએ થઈ ગયા. દરેક ચક્રવતીને ચૌદ રત્નની વિના પ્રયાસે ઉપલબ્ધિ
થતી. આ ચૌદ રન આ પ્રમાણે છેઃ (૧) સેનાપતિરત્ન = ચક્રવર્તીની સહાય વિના પણ કેટલાક દેશે જીતે તે સેનાપતિ.
(ર) ગાથાપતિ(ગ્રહપતિ રત્ન = ભજનસામગ્રી અને ફળફૂલ વગેરે ખાલસામગ્રી પૂરી પાડનાર ગૃહપતિ.
(એ પહિતાન = શાંતિકર્મ તથા અન્ય ધાર્મિક વિધિઓ કરાવનાર પરહિત.