Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 60
________________ બાલાવબંધ ૭ ૫૯ શક્તિ. (૪) લધિમા – વાયુથી પણ હલકા થવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – ઈચ્છા માત્રથી દૂર રહેલા પદાર્થોને પ્રાપ્ત કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય – ઈચ્છા પ્રમાણે વતી શકવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યેગી ભૂમિમાં ડૂબકી મારી શકે છે અને પાછી બહાર નીકળી શકે છે તથા પાણી ઉપર જમીનની માફક ચાલી શકે છે. (૭) ઈશિત્વ - સર્વ વસ્તુ પર પ્રભુત્વ કરવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યોગી તમામ વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે. (૮) વશિત્વ – સર્વને વશ કરવાની સિદ્ધિ. પહુતઉ= પહોંચે. સુરહ = મારું. નમસ્કરિઉ = નમસ્કાર કરવાની ક્રિયા. ૬. વારિવઉ = વારણ, વારવું – વારવાની ક્રિયા. સૌખ્યનઉ = સુખનું. ભાવઈતઉ = ભાવપૂર્વક. સરણિ =[ ] શરણને, રક્ષણને પડિવજઉ=[vTgg+] અંગીકાર કરે. પ્રાપ્ત કરે. જૂજૂઅલ = જૂજ, જુદે જુદે. ૭. અરતિ = ઉદ્વેગ, વિષાદ. રઈ = [તિ ] હર્ષ. ઉહટિG = સં. મv+ ઘટ્ટ= પ્રા. દ= ઓછું થવું–પરથી સ. ભૂ કુ] ઓછું થયું, ગયું. નય નગમાદિક = બીજી અપેક્ષાઓને વિરોધ ન કરતાં પોતાને ઈષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે તેને સુનય કહેવામાં આવે છે. આ સુનયના કવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદ છે, તેમાં દ્રવ્યાર્થિકના ચાર પ્રકાર છેઃ (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (2) ઋજુસૂત્ર. પર્યાયાર્થિકના ત્રણ પ્રકાર છે: (૫) શબ્દ, () સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ બંને મળી સાત પ્રકારે છે. વળી એ દરેકના સેન્સ પ્રકારો છે, એટલે કુલ ન ૭૦૦ થાય છે. એટલું જ નહિ પણ દરેક વચન-એક પ્રકારનો નય છે, એમ ગણીએ તે તેની સંખ્યા અમર્યાદિત થાય છે. નયના “નિશ્ચયનય', 'વ્યવહારન', ક્રિયાય' જેવા બીજી રીતે પણ પ્રકારો પાડવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74