________________
- બાલાવબોધ ૦ ર૩ . કથાઓના ગદ્યમાં લાવવા મળે છે. વળી સંસકૃત કે પ્રાકૃત પરંપરા મુજબ કથા આલેખન થવાને બદલે ગુજરાતી ગદ્યમાં એનું આગવું આલેખન થયું છે, વળી બાલજને માટે આ હેવાથી એની ભાષા બેલચાલની ભાષાથી વધુ નિકટ છે. આથી જ ભાષામાં એક પ્રકારની સરળતા અને સ્પષ્ટતા છે. આમ ગુજરાતી ગદ્યના આરંભકાળનું આ ગદ્ય પોતીકી પ્રભા ધરાવે છે.