________________
[૬૮] તેમને અપૂર્વ અંતરશાંતિ થઈ અને સ્વાભાવિક ભાવના ઊઠી કે આવા પુરુષની સેવામાં રહેવાય તો જીવન કૃતાર્થ થાય. પ્રભુશ્રીજીએ “મૂળમાર્ગનું ગૂઢ રહસ્ય તેમને સમજાવ્યું. અને ‘ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ'નો અર્થ તેમને પૂછી પોતે સ્પષ્ટ સમજાવ્યો. અને અપૂર્વ વાત્સલ્યથી તેમને મંત્રદીક્ષા આપી. એમના ગયા પછી પ્રભુશ્રીજીએ તેમની સેવામાં રહેતા એક ભાઈને જણાવ્યું કે “આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી. કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગદિને આવા મહાપુરુષના હાથે મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના ! - જ્ઞાની પુરુષોની પ્રેરણાશક્તિ અતિ ગહન રીતે કામ કરે છે. એમની વાણી એવી પ્રબળ હોય છે કે તે સત્પાત્ર વ્યક્તિના જીવનને એકાદ શબ્દ કે વાક્યથી પલટાવી નાખે છે. તે પ્રમાણે શ્રી બ્રહ્મચારીજીને “ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ' સંબંધી પ્રભુશ્રીએ જે ઉપદેશ કરેલો તેની એમના ઉપર એવી તો છાપ પડી કે ત્યારથી એમને સ્વજનાદિના પ્રતિબંધને ટાળી પ્રભુશ્રીજીની સેવામાં રહી તેમની આજ્ઞામાં જીવન ગાળવાની તીવ્ર ભાવના જાગી. તે માટે તેમણે પોતાના મોટા ભાઈને જે પત્ર લખ્યો છે તેમાં આજ્ઞાની તીવ્ર પિપાસા કેવી જાગેલી અને પ્રતિબંઘને ટાળવાની કેવી અદમ્ય ઇચ્છા તેમને અંતરમાં વર્તતી તે નીચેનાં અવતરણો ઉપરથી જણાઈ આવે છે –
હું...પરમાર્થની શોઘમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે....કુટુંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કુટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલાં વર્ષો પરમકૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું..... સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તો મારે કંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી. પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાય દીર્ઘદ્રષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલો હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઈ, ચોખ્ખો થઈ તેમને (પ્રભુશ્રીને) વાત કરવા વિચાર રાખું છું.............ભલે મને કાશી જઈ શાસ્ત્ર અભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂંજો વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તો પણ મને તો પૂરેપૂરો સંતોષ થવાનો; કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે...જે વર્ષ બચ્યાં તેટલાં મારા આત્માની કહો, આશ્રમની કહો, કે જગતની કહો, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણગાર થવા ઇચ્છું છું....સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી. પણ સર્વનો સેવક અને આત્માર્થી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે, તેવા થવું છે.”
પછી તો તેમના મોટા ભાઈની સંમતિ મળતાં પ્રભુશ્રીની આજ્ઞા મેળવી તે સોસાયટીમાંથી મુક્ત થઈ સં. ૧૯૮૧માં પ્રભુશ્રીની સેવામાં જોડાયા. પ્રભુશ્રીએ તેમને બ્રહ્મચર્ય વ્રત આપ્યું. પ્રભુશ્રીની સેવામાં નિરંતર રહી તેમની સંનિધિમાં સૂત્ર-શાસ્ત્રોનું અધ્યયન, મનન અને તેમના બોઘનું ઝીલન, આજ્ઞાથીન વર્તન એ તેમનાં શ્વાસોશ્વાસ બની ગયાં. પ્રભુશ્રીની સૂચનાનુસાર મુમુક્ષુઓના પત્રોના જવાબ, તથા નવીન મુમુક્ષુઓને નિત્યનિયમ તથા સ્મરણાદિ પ્રભુશ્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org