________________
૩૦૨
ઉપદેશામૃત [ગોમટ્ટસારજીનું વાંચન ચાલુ. પુદ્ગલને રૂપી અને અરૂપી તરીકે વર્ણવ્યું હતું તે અટપટું હતું ત્યારે બધા ગૂંચવાતા હતા તે પ્રસંગે.].
પ્રભુશ્રી–કંઈ ખળી રહેવા જેવું નથી. કશી ખેંચતાણ કર્યા વગર, આત્મહિતને અર્થે પુલનું વર્ણન કર્યું છે–પરમાણુરૂપે અરૂપી અને અંઘમાં રૂપી–ગણી આગળ ચલાવો.
મુમુક્ષુ–મારી એક બેગ ગાડીમાં ખોવાઈ તેમાં કૃપાળુદેવનો અને આપનો ચિત્રપટ તથા. તત્ત્વજ્ઞાન' પણ સાથે ખોવાયાં. તેથી બીજો ચિત્રપટ, અને તત્ત્વજ્ઞાન આપના હસ્તાક્ષર પાડી, આપવા કૃપા કરો.
પ્રભુશ્રી–એક આરજા વડોદરામાં ચોમાસું રહેલાં. તેમને સ્લેટની જરૂર હોવાથી એક વકીલે પોતાના છોકરાની સ્લેટ આપી. પણ પાટી ઉપર પગ પડવાથી પાટી ભાંગી ગઈ એટલે તે આરજાને ખોટું લાગવાથી રડવા લાગી. તે જ્યારે તે વકીલે જાણ્યું ત્યારે બીજી સ્લેટ આણીને આપવા ગયો; પણ આપતાં તેણે કહ્યું કે પાટી જેવી બાબતમાં ઉપયોગ નથી રહેતો તો સંયમમાં કેમ કરી રહે? તે સાંભળીને તેને નીચું જોવું પડ્યું હતું.
એમ ઉપયોગ ન રાખવાથી વસ્તુ ખોવાય કે બગડે. ચિત્રપટ વગેરે ખોવાય તે તો આશાતનાનું કારણ છે. જો દર્શન કરવા મુસાફરીમાં રાખવાની ઇચ્છા હોય તો તેને જીવની પેઠે સાચવવાં જોઈએ.
[સવારમાં રૂપી અરૂપી પુલની વાત ફરી વંચાઈ અને કંઈ કંઈ સમજાઈ.]. પ્રભુશ્રીકંઈ ડહાપણ કરવા જેવું નથી. અમે કૃપાળુદેવને કહેલું કે અમે શાસ્ત્રો, સૂત્રો વગેરેનું વાંચન કર્યું છે. પણ તે પુરુષની શી ગંભીરતા! માત્ર જરાક માથું ડોલાવ્યું અને પછી જણાવ્યું કે જાણ્યું જાણ્યું હવે, કૂવાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી.
અશાતામય જ બધું છે. શાતા વેદનીય ભોગવાય છે, તેય અશાતા જ છે, પણ ભાન નથી. જેટલો પૈસો, પરિગ્રહ તે બધી અશાતા વેદનીય છે, છોડવા યોગ્ય છે. શરીર એ વેદનાની મૂર્તિ જ છે. સુખ લાગે તે પણ એક જાતની વેદના જ છે. જીવને તો તે બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ-દુઃખ ગણવું એ જીવનો સ્વભાવ છે?
“જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે.”
તા.૩૦-૧-૨૬ [મૂળાચારમાં કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલય જે લોકમાં વિદ્યમાન છે તે “સ્થાપના લોક' એવો લોકના નવભેદમાંનો ભેદ ફરી વંચાતો હતો, તે પ્રસંગે.]
આમાં કંઈ જુદી વાત આવી છે. અકૃત્રિમ એ તો આત્મા અને કૃત્રિમ તે સંજોગ. ભાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org