________________
ઉપદેશસંગ્રહ-પ
૪૭૯
ઘૂંટડો પીને ઉતારી દો. અનંતા ભવ કર્યા અને રખડ્યો. પણ ત્યાં સુખ નથી. ફક્ત એક વાત છે—‘સત્ અને શીલ.' સત્ એટલે આત્મા. શીલ એટલે બ્રહ્મચર્ય. મારો આત્મા તે મારો ગુરુ. તે જ્ઞાનીએ જાણ્યો છે તે ખરો. જેણે જાણ્યો છે તે મારો ગુરુ અને તેણે આપેલી ભક્તિ‘છ પદનો’ પત્ર, વીસ દોહા વગેરે ચિંતામણિ ગણી સંઘરી રાખવું. બીજું બધું જતું રહેવાનું છે; તે મારું નથી. મારો તો આત્મા. જે એણે કહ્યું છે તે કરવું. જીવતા સુધી; શાતા હોય, ભાન હોય ત્યાં સુધી કરવું. પછી કંઈ થઈ શકે તેમ નથી. આ વાત સંભળાય છે ? આ ઝટકા મારીને વાત કરું છું, તો માફ કરશો. મારો તો આત્મા, એ આત્માની પકડ અને તે જ મારો ગુરુ અને તે જ મારે માન્ય. દબાવીને કહેવાનું થાય છે. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર એનો ભેદ ન રાખવો. આતમભાવ ભાવ્યે જન્મ-મરણનો ફેરો છૂટી જાય. હું વાણિયો, હું બાઈ, હું ભાઈ, નાક, હાથ વગેરે મારું મારું ગણે છે; પણ બધું તારું નથી. તું તો એક આત્મા અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય. આની પકડ કરજો. આ તો મારો આત્મા જ. ખામી બોધની છે. તે સંભળાય તો પકડ થાય. અજાણ્યો ને આંધળો બરાબર. સમજણની જરૂર છે.
તા.૨૦-૨-૩૬
એક આત્મા છે; બીજું ફના છે. સંબંધ છે—આવે છે, જાય છે; સુખ છે, દુ:ખ છે. પણ એક આત્મા. આત્મા વિના કોણ જોતું હશે ? પહેલો છે તે મૂકી દીધો છે. તે ભૂલ છે. એક આત્મા જ છે. આ દેહ માનવાનો છે? આ મનુષ્યભવ છે તો કામ થઈ જાય. પશુપંખી, કાગડા, કૂતરા કંઈ સમજે ?
ઢુંઢિયા, તપા તે કંઈ ધર્મ નથી. ધર્મ તો એક આત્માનો છે. આ તો બાઈ છે, ભાઈ છે, ઘરડો છે, જુવાન છે એ બધું ખોટું છે. એક આત્મા છે. કોઈ ભેદી પુરુષ મળી જાય તો મનુષ્યભવનું સાર્થક થઈ જાય. અનંતા ભવ થઈ ગયા છે; પણ સાર્થક થયું નથી. બફમમાં જાય છે.
બધી દવા કરે છે, રોગો મટાડ્યા, સારા ય થયા, નબળા ય થયા, આખરે બધા મરી ગયા. મા-બા, છોકરાં—છૈયાં મૂઆં; આત્મા મૂઓ નથી. એની ખબર નથી. એની ખબર કરવી છે. હજાર રૂપિયા મળતા હોય તો દોડ્યો જાય, ત્યાં ખોટી થાય. એક આત્મા જ; તેની ઓળખાણ કરવી. વિશ્વાસ નથી, પ્રતીત નથી. આ તો હું જાણું છું, મને ખબર છે એમ માને છે. માંદો પડે તો ઘરમાં પડ્યો રહે, પણ આત્માના કામ માટે એક ઘડીય ન રોકાય. પકડ કરવાની જરૂર છે. તેની કાળજી નથી કરી. પકડ કરે તેનું કામ થઈ જાય. આત્માની સંભાળ નથી લીધી. ઠેર ઠેર આ તો ખોટું લાગે છે. આત્માર્થે કરવું. ‘આ મારી બાયડી' ‘આ મારી બા'બધું આંધળું ! આખરે એક આત્મા છે, તે જ કામનો છે, કર્મને લઈને આ મારુંતારું થાય છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે. ખબર નથી; પણ કંઈક છે. એકને નહીં; પણ સૌને એ રીત છે. ચેતવા જેવું છે. જે એ રસ્તો શોધશે તેનું કામ થઈ જશે. કાનમાં બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org